|| હરિ ૐ ||
વર્ષ ૨૦૧૧માં મે મહિનામાં અમે રજાઓ ગાળવા માટે કાશ્મીર જવાનું વિચારી રહ્યાં હતાં. પરંતુ અહીં આતંકવાદી ગતિવિધિ ચાલતી હોવાથી મનમાં થોડો ડર પણ લાગતો હતો. તેથી અમે ફેબ્રુઆરી માસમાં પરમ પૂજ્ય સુચિતદાદા પાસે કાશ્મીર જવા માટે અનુમતિ માંગવા માટે ગયા હતાં.
હંમેશા હસમુખા ચહેરામાં રહીને આપણી ચિંતાઓ દૂર કરનારા સુચિતદાદાએ ક્ષણવારમાં કહ્યું કે ‘બિંદાસ જાઓ’ અને મજાક કરતાં બોલ્યાં,‘તમે જશો તો એક્સ્ટ્રિમિસ્ટ્સ પણ ભાગી જશે.’ દાદાનાં મજાકભર્યા સ્વભાવથી બધા પરિચિત છે, તેથી અમે પણ આ વાત મજાકમાં જ લીધી હતી. આ સમયે અમે તેમની વાતમાં છુપાયેલો અર્થ સમજી શક્યાં નહોતાં અને તેમનાં આર્શીવાદ લઈને બહાર આવ્યાં હતાં.
અમે ચાર અર્થાત મારા માતા-પિતા, પત્ની અને હું, ૨૪ મે ૨૦૧૧નાં દિવસે શ્રીનગર પહોંચ્યાં હતાં. અમે પેકેજ ટુરમાંથી ગયા હોવાથી અમારા બધા ગ્રુપની જમવાની વ્યવ્સ્થા એકસાથે જ કરવામાં આવી હતી. અહીં અમને એક શિકારા દ્વ્રારા કાશ્મીરનાં સુપ્રસિદ્ધ દાલ લેકમાં સુરક્ષિત હાઉસબોટમાં લઈ ગયા હતાં અને ત્યાંથી અમારે જમાવાનાં સ્થળે પહોંચવાનું હતું. અમે પુન: પંદર મિનીટની શિકારાની સવારી કરીને જમવાના સ્થળે પહોંચ્યાં હતાં. આ સમયે મેં બાપુનાં ફોટાવાળુ ટીશર્ટ પહેર્યું હતું. અમે શિકારામાંથી ઉતરીને જમવા માટે જતા હતા ત્યારે સામેથી ઉતાવળમાં આવતા એક વ્યક્તિએ મને હરિ ૐ કહ્યું અને મેં પણ તેને હરિ ૐ કહ્યું. આવી અજાણી જગ્યાએ હરિ ૐ કહેનાર સજ્જનનું મળવુ જાણે કે બાપુજી અનુભૂતિ કરાવતા હોય કે ‘અહીં પણ હું તારી સાથે છું’, એવુ લાગતું હતું. પરંતુ આ સજ્જન અહીં ફરીવાર દેખાયા નહોતાં.
બીજા દિવસે અમે સોનમાર્ગ સાઇટસીઇંગ માટે જવાનાં હતાં. ગ્રુપનાં બધા લોકો એક બસમાં જવામાં હતાં, પરંતુ અમે બીજા વાહનમાં ગયા હતાં. અન્ય વાહન દ્વ્રારા અમે સોનમાર્ગ ફરીને બીજા લોકો કરતા પહેલાં પાછા ફર્યા અને અમે જે કંઇ જોયું તેની પર વિશ્ર્વાસ થતો નહોતો. સવારે અમે નીકળ્યાં ત્યારે તડકો વધારે હોવાથી ગરમી લાગતી હતી અને હવે ? માત્ર બે કલાક પહેલાં જ ત્યાં જોરદાર તોફાને પોતાનો રંગ બતાવ્યો હતો. અહીંનાં લોકોનું એવુ કહેવુ હતું કે તેમણે મે મહિનામાં ક્યારેય તોફાન જોયું નહોતું.
અમે અમારા વાહનમાં બેઠાં બેઠાં આશરે પોણા કલાક સુધી રાહ જોઇ હતી. અમારે અમારા હાઉસબોટ સુધી પહોંચવાનું હતું તથા અમે બાપુજીને પ્રાર્થના કરી રહ્યાં હતાં. આશરે ૨૦૦ કિ.મી. ની લાંબી યાત્રા કરીને અમે થાકી ગયા હતાં, તેથી વહેલીતકે હાઉસબોટ પહોંચીને આરામ કરવા ઇચ્છતાં હતાં. તોફાન થંભી ગયુ હતું, પરંતુ હવા જોરદાર ચાલી રહી હતી, તેથી શિકારા પણ બંધ થઈ ગયા હતાં અને તેમણે હવાનાં સપાટામાં શિકારાની છત ઉલ્ટી થઈ જાય નહિં એ માટે તેને કાઢી નાખવામાં હતી. કુદરતી આપત્તિ સામે મનુષ્ય વિવશ બની જાય છે અને પરિસ્થિતી સુધરે તેની રાહ જુએ છે.
અમે બાપુજીનું સ્મરણ કરતાં હતાં અને એટલામાં બાપુએ પણ તેમનું ચક્ર ફેરવ્યું હતું. મારા પિતાજીએ એક શિકારાવાળાને હાઉસબોટ સુધી લઈ જવા માટે મનાવ્યો હતો. હવે ખૂબ જ ઠંડી લાગતી હતી. સવારે ગરમી હોવાથી અમે ગરમ કપડા સાથે લીધા નહોતાં. આ સમયે શિકારાની છત પણ કાઢી નાખવામાં આવી હોવાથી વધારે ઠંડી લાગતી હતી.
એટલામાં અમને સમાચાર મળ્યાં કે બધાએ જમીને જ હાઉસબોટમાં જવાનું છે. તોફાનનાં કારણે ઘણી બધી જગ્યાએ લાઇટ પણ નહોતી. જનરેટરનાં કારણે કેટલીક લાઇટો ચાલુ હતી. બાપુજીનું નામ લઈને અમે ચારેય શિકારામાં બેસી ગયાહતાં. સામાન્ય સંજોગોમાં એક માણસથી શિકારા ચલાવી શકાય છે, પરંતુ વાતાવરણ ખરાબ હોવાથી બે જણાં શિકારા ચલાવતા હતાં, જેથી કોઇ જોખમ ઉઠાવવુ પડે નહિં.
આગલા દિવસે શિકારા દ્વ્રારા હાઉસબોટ સુધી પહોંચવાની ખૂબ જ મજા આવી હતી, પરંતુ હવે? હવે તો જમવા જવા માટે પંદર મિનીટનું અંતર પણ ભયકારી લાગતું હતું.
આ ઉપરાંત શિકારાવાળાએ કહ્યું કે બપોરે અચાનક તોફાન આવવાથી ચાર - પાંચ શિકારા ઉલ્ટા થઈ ગયાં હતાં. આ વાત સાંભળીને અમારુ ટેન્શન વધી ગયુ હતું. આ દુર્ઘટનાં કોઇ મરી ગયુ નહોતું, કારણ કે બધાને બચાવી લેવામાં આવ્યાં હતાં. પરંતુ તેમનાં પર્સ, મોબાઇલ વગેરે ખોવાઈ ગયા હતાં. અમે નિરંતર બાપુનું સ્મરણ કરતા હતાં. હું મોબાઈલ પર સતત ગુરુક્ષેત્રમંત્ર વગાડતો હતો. પ્રકૃતિનાં રુદ્ર સ્વરુપમાંથી બચાવનાર એકમેવ બાપુ જ હતાં.
અંતમાં અમે ભોજન સ્થળે પહોંચી ગયા અને જમીને હાઉસબોટ તરફ જવા માટે નીકળ્યાં હતાં. આ સમયે પણ બાપુનું સતત નામસ્મરણ કરતા હતાં. આ સમય દરમ્યાન હવાના સપાટામાં શિકારા ડોલતો પણ હતો, તેથી અમે વધારે જોશપૂર્વક બાપુનું નામસ્મરણ કરવા લાગ્યાં હતાં. પરંતુ આવી રીતે બે ત્રણ વાર શિકારા ડોલ્યાં પછી આપોઆપ સંતુલન જાળવતો હોય એવુ લાગતુ હતું.
જ્યારે અમે હાઉસબોટ પહોંચ્યાં ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો હતો. ખરેખર અમે માત્ર અને માત્ર બાપુરાયાની કૃપાથી જ અહીં સુધી સહીસલામત પહોંચ્યાં હતાં.
હાઉસબોટ પહોંચ્યાં પછી અમે ફ્રેશ થઈને ગપ્પા મારવા બેઠાં હતા અને વિષય હતો ‘તોફાની ઘટના.’ આ સમયે મને અચાનક પરમ પૂજ્ય સુચિતદાદાનાં શબ્દો આવ્યાં - ‘તમે જશો તો એક્સ્ટ્રિમિસ્ટ્સ પણ ભાગી જશે.’ હવે ધીરે ધીરે આ વાતનો અર્થ સમજાતો હતો. ‘એક્સ્ટ્રીમ’ શબ્દનો અર્થ શબ્દકોષમાં વાંચ્યો તો ‘સર્વસામાન્ય નહિં, બિલકુલ અશાંત અને બળવાન’ હતો. અર્થાત અમે જેવી પરિસ્થિતીમાં ફસાયા હતાં, તે સામાન્ય રીતે આવી ઋતુમાં સર્જાતી નથી.
આ સમયે અમને સમજાયું કે સરળ મજાકભર્યા લાગતા વાક્ય દ્વ્રારા પરમ પૂજ્ય દાદાએ અમને અગામી ઘટના વિષે ઇશારો કર્યો હતો. આથી વિશેષ અમને સમગ્ર વિપદા દરમ્યાન સંપૂર્ણ સુરક્ષિત રાખ્યાં હતાં. (અમે દાલ લેકથી સોનમાર્ગ ફરવા ગયા હતા ત્યારે જ દાલ નેકનાં ભાગમાં તોફાન આવ્યું હતું.) પરમ પૂજ્ય બાપુ, નંદાઈ, દાદા ત્રણ અલગ રુપ દેખાતાં હોવા છતાં વાસ્તવિક્તામાં એક જ તત્વ છે. આપણે વિશ્ર્વનાં કોઇ પણ ખૂણામાં હોઇએ પરંતુ એ પ્રતિક્ષણ આપણી સાથે જ રહે છે અને આપણું ધ્યાન રાખે છે તથા આપણને ખૂબ જ પ્રેમ કરે છે. આ પ્રેમને આપણો નિરપેક્ષ તેમનાં ચરણોમાં અર્પણ કરવાનાં પ્રયાસથી જ આપણું જીવન સુંદર બનશે, અનિરુદ્ધમય બનશે !
|| હરિ ૐ ||