|| હરિ ૐ ||
કેટલાક મિત્રો બાપુજીની ઉપાસના કરી રહ્યાં હતાં.આ ઉપાસનામાં સહભાગી થયા વગર એક સજ્જને પોતાના શોખનાં કારણે બાપુજીનું ચિત્ર બનાવ્યું હતું અને તેને કોઇ કારણવશ પોતાની થેલીમાં મૂકી દીધું હતું. આ થેલીમા ફોટા સ્વરુપે રહેલા બાપુએ આ સજ્જનને એક મોટી મુશ્કેલીમાંથી કેવી રીતે બચાવ્યો હતો, તેનું વર્ણન કરતો આ અનુભવ છે.
૧૨ જાન્યુઆરી ૨૦૧૦ ના દિવસે અમે પરિવારજનો તથા મિત્રો ગોવા ગયા હતાં.અહીં અમે બે દિવસ રહીને કર્ણાટક કોસ્ટલ જોવા માટે ગયા. કર્ણાટકમાં અમે ચાર દિવસ હોન્નાવર રહીને જે અમારુ ગામ છે ત્યાં અમે અમારા સંબધીને ઘરે રોકાવાના હતાં. અમે જે દિવસે હોન્નાવર પહોચ્યા તેના બીજા દિવસે ઘણુ જ મોટુ સૂર્યગ્રહણ હતુ. અહીં પણ આ ગ્રહણ દેખાવાનુ હતુ. અહીંનાં લોકો છુત અછુતમાં માનતા હોય છે. તેથી અમે સવારના ૯ વાગ્યે જ જમી લીધુ હતું, કારણ કે બપોરના ત્રણ વાગ્યા સુધી કશુ જ ખાવા પીવાનુ નહોતું. પરિણામે અમે બધાએ નક્કી કર્યું કે આ સમય દરમ્યાન આપણે ઉપાસના કરીશું. અમે બધાએ સવારે ૧૦.૩૦ વાગ્યે ઉપાસના શરુ કરી હતી.અહીં અમારી સાથે આવેલા બીજા બે લોકો આ ઉપાસનામા સહભાગી થયા નહોતાં. તેમાંથી એક સજ્જનને પોતાનાં શોખથી કારણવશ સદગુરુ બાપુની ઉપાસનાની પુસ્તિકા પર રહેલાં બાપુજી અને નંદાઇનો ફોટો બનાવવાનો પ્રયત્ન કર્યો. અમે લોકો ઉપાસના કરતા હતાં, તેથી અમને આ વિષે ખબર પડી નહોતી. ત્યારબાદ ગ્રહણ પૂરુ થયા પછી સ્નાન તથા ખાનપાન કરીને અમે હોન્નાવરની પાસે ૧૦ કિ.મી.દુર એક ગામમા ગયા હતાં. અહીં મારા જમાઇના મામાજી રહે છે. તેમણે અમને પોતાનો બગીચો બતાવ્યો હતો અને આ બગીચામાં નાળીયેર, સોપારી, પાનના પત્તા, જાયફળનાં જ્ઞયઝાડ હતાં.બગીચામાં અંદર જતા સમયે ગામના ખેતર અનુસાર ઇંટોની પાળી બનાવેલી હતી અને તેમાંથી મુશ્કેલીથી એક માણસ અંદર જઇ શકે એમ હતું. અહીં તેમણે ચોરીચકારી, જાનવરોથી બગીચાને બચાવવાના હેતુથી આ ઇંટોની દિવાલો પર વાયરીંગ પણ કરાવ્યુ હતું અને તેમા વિધુતપ્રવાહ પણ જોડેલો હતો. જ્યારે અમે લોકો બગીચામાં જતાં હતાં ત્યારે મામાજી અમને કરંટથી બચવા માટે સાવધાન કરી રહ્યાં હતાં.
પરંતુ જે સજ્જન ફોટો બનાવી રહ્યા હતા, તેમણે મામાજીની વાત સાંભળી નહોતી.તેઓ બેધડક આ દીવાલ પર હાથ રાખીને અંદર આવ્યા હતાં. તેમને બગીચામાં આવ્યાં પછી આ વિદ્યુતપ્રવાહયુક્ત દીવાલની વાત સાંભળી હતી. આ વાત સાંભળીને તેમણે અમને કહ્યું કે ‘અરે હું તો આ દીવાલ પર જ હાથ રાખીને અંદર આવ્યો છું.’ ત્યારબાદ બાગ જોતા જોતા મામાજીએ અમને પાણીની સિંચાઇની યોજના બતાવવા માટે પંપ ચલાવ્યો ત્યારે ખબર પડી કે વિધુતપ્રવાહ બંધ છે. પરંતુ આવી રીતે વિદ્યુતપ્રવાહ કયારે અને કેવી રીતે બંધ થઇ ગયો કે તેની ખબર જ પડી નહોતી.
જયારે અમે તેમના ઘરેથી પાછા જવાના હતા ત્યારે તે ફોટો બનાવનાર સજ્જન બોલ્યા, ‘આજે મને બાપુજીએ જ બચાવ્યો છે. કારણ કે સવારે જ્યારે તમે લોકો ઉપાસના કરતા હતા ત્યારે હું બાપુજીનો ફોટો બનાવી રહ્યો હતો અને આ ફોટો બાગમા જતા સમયે મારી થેલીમાં મૂક્યો હતો અને આથેલી મારી સાથે જ હતી.
જો આ સમયે વિધુતપ્રવાહ ચાલુ હોત તો? આપણે વિચાર પણ કરી શકતા નથી કે કેટલી મોટી મુશ્કેલી થઇ હોત. પરંતુ સદગુરુ સતત આપણું ધ્યાન રાખે છે. તેથી જ યોગ્ય સમયે વિધુતપ્રવાહ કાર્યરત નહોતો. ખરેખર ધન્ય છે મારા બાપુ !!!
|| હરિ ૐ ||