|| હરિ ૐ ||
સૂમસાન રસ્તો, અડધીરાતનો સમય, વરસતો વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતીમાં ગાડી બંઘ થાય છે. આવા સમયે એક યાત્રીને યાદ આવે છે કે ડેશબોર્ડ પર મૂકેલો નંદાઈ બાપુ દાદાનો ફોટો શા માટે ખાનામાં મૂક્યો છે. તેણે ફોટો ખાનામાંથી બહાર કાઢીને પુન: ડેશબોર્ડ પર મૂક્યો અને એ જ ક્ષણે સૂમસામ રસ્તામાં પાછળથી એક ગાડી આવતી દેખાય છે અને આ ગાડીનો ડ્રાયવર સહાયતા માટે પૂછપરછ કરે છે. ખરેખર બાપુરાયાની લીલાઓની કોઇ સીમા જ હોતી નથી.
અમે બધાએ એટલે મારી સાથે મારા માતા પિતા અને ભાઈએ ગણપતિપુલે જવાનું નક્કી કર્યું હતું. અમે આ અનુસંધાનમાં બધી તૈયારીઓ કરી હતી. પરંતુ આ સમયે રાજાપુરમાં રહેતા મારા દાદાજીનો ૯૮મો જન્મદિવસ આવતો હોવાથી મારા પિતાજી અમારી સાથે આવ્યાં નહોતાં. તેઓ પહેલેથી જ રાજાપુર ગયા હતાં અને ત્યાંથી જ ગણપતિપુલ આવવાનાં હતાં. તેથી અમે મુંબઈથી અમે ત્રણ અને મારા પિતાનાં એક મિત્ર તથા તેમનો દીકરો અર્થાત કુલ પાંચ જણાં શુક્રવારે બપોરે બે વાગ્યે માટુંગાથી ગણપતિપુલે જવા માટે કારમાં નીકળ્યાં હતાં. તે દિવસે સવારે જ મેં મિકેનીક પાસે કાર ચેક કરાવી હોવાથી હું નિશ્ર્ચિંત હતો.
અમારી કારમાં ડેશબોર્ડ પર ગણેશજીની મૂર્તિ મૂકવામાં આવી હતી. આ મૂર્તિની સાથે બાપુ નંદાઈ દાદાનો એક ફોટો પણ હંમેશા રહે છે. પરંતુ આ ફોટાની ફ્રેમ સાથે લગાડેલી ડબલ સાઇડ પટ્ટી નીકળી ગઈ હોવાથી ફોટો વારંવાર પડી જતો હતો. તેથી મારા ભાઈએ આ ફોટાને ડેશબોર્ડનાં ખાનામાં મૂકી દીધો હતો. અમે આ વાતને ધ્યાનમાં લીધી નહોતી અને અમારી યાત્રા ચાલુ જ હતી. થોડુ અંતર કાપતા જ વરસાદ વરસવા લાગ્યો હતો અને પનવેલ સુધી પહોંચતાં વરસાદ પણ વધી ગયો હતો.
ત્યારબાદ સાંજનાં સમયથી ગાડીમાંથી ખટખટ અવાજ પણ આવતો હતો. અમે ગાડીમાં શું પ્રોબ્લેમ છે, તે વિષે જાણવા માટે ગાડી સાઈડ પર ઉભી રાખી હતી. ગાડી ખોલીને જોવા છતાં અમને કંઇ સમજાતું નહોતું. તેથી અમે પુન: ગાડીમાં બેસીને આગળ જવા માટે નીકળ્યાં હતાં અને થોડીવારમાં અંધારુ પણ થઈ ગયું હતું. આ સમયે ગાડી ઘાટ પાસેથી પસાર થઈ રહી હતી. અહીં વરસાદ પણ વધારે હતો અને ધૂમસનાં કારણે રસ્તો પણ સ્પષ્ટ દેખાતો નહોતો. રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ગાડીમાંથી વધારે અવાજ આવવા લાગ્યો હતો.તેથી અમે પુન: ગાડી ઉભી રાખીને ખોલીને જોવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે પણ અમને બિલકુલ સમજ પડી નહોતી. પરિણામે અમે પુન: ગાડી આગળ ચલાવવા લાગ્યાં. આ સમયે રસ્તો પણ ખૂબ જ સૂમશામ હતો. અમે બધા નિરંતર બાપુરાયાનું નામસ્મરણ કરતાં હતાં.
એટલામાં અમે રસ્તામાં ‘ગણપતિપુલે - ૩૨ કિ.મી’નું બોર્ડ વાંચ્યું હતું અને અમે આ બોર્ડ અનુસાર જમણી બાજુએ ગાડી વાળી હતી. ગાડી વળાંક લેતાં જ તેમાંથી જોરદાર અવાજ આવ્યો અને આ સાથે તરત જ ગાડી પણ બંધ પડી ગઈ હતી. અમે આવી રીતે અંધારામાં સૂમસામ રસ્તા પર ગાડી બંધ પડી જતાં ગભરાઈ ગયા હતાં.
આ સમયે મારી માતાએ જોરથી બૂમ પાડતાં કહ્યું કે ‘ડેશબોર્ડનાં ખાનામાં મૂકેલો બાપુનો ફોટો બહાર કાઢીને તેનાં યથાવત સ્થાન પર મૂકી દો.’ અમે તેમની વાત સાંભળતા ચૂપચાપ ફોટો બહાર કાઢીને તેનાં યોગ્ય સ્થાન પર મૂકી દીધો હતો.
...અને ખરેખર આશ્ર્ચર્ય પમાડે એવી જ વાત બની હતી. બાપુનો ફોટો ડેશબોર્ડ પર મૂકતાં જ આવા સૂમસામ રસ્તા પર અચાનક એક ગાડી આવી હતી. અમે ગાડીની હેડલાઈટસ જોતાં જ સહાયતા માટે હાથ લાંબો કર્યો હતો. આ ગાડીવાળાએ પણ તરત જ ગાડી ઉભી રાખી હતી. અમારી વાત સાંભળીને તેઓ અમને તેમની ગાડીમાં ગણપતિપુલે સુધી મૂકી ગયા હતાં. ત્યારબાદ અમારી આગળની યાત્રા પણ નિર્વિધ્ન સંપન્ન થઈ હતી. આવી લીલા બાપુરાયા સિવાય અન્ય કોણ કરી શકે છે ભલા?
|| હરિ ૐ ||