|| હરિ ૐ ||
ગેસ સિલિંડરના વિસ્ફોટની ભયાનકતા વિષે આપણે મોટા ભાગે સમાચાર વાંચીએ છી અથવા સાંભળીએ છીએ. પરંતુ બાપુભકતોની ચારેય બાજુ બાપુ સ્વંય એવા સુરક્ષા કવચની રચના કરે છે કે તેમને આ વિસ્ફોટની ભયાનકતાનો અનુભવ કરવાની પણ આવશ્યકતા રહેતી નથી. ્આવા છે આ કૃપાસિંધુ બાપુરાયા ! પરમ પુજય બાપુના પંચગુરુઓ તથા બાપુ,નંદાઇ તેમજ સુચિતદાદાને મારા તથા મારા બાળકોના ભાવપૂર્ણ લોટાંગણ, કારણકે તેમની કૃપાથી જ અમે આજે આ અનુભવકથન કરવા માટે જીવિત રહ્યાં છે.
૨૬ એપ્રિલ ૨૦૧૦ નો દિવસ અમારે માટે કાળરાત્રી બનીને જ આવ્યો હતો. પર્ંતુ આ સમયે અમારા માટે સુરક્ષા કવચ સ્વરુપે મહિસાસુરમર્દનીનો ઘંટાનાદ મંત્ર તેયાર જ હતો.
હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય સા જગત
સા ઘંટા પાતુ નો દેવિ પાપેભ્યોં ન: સુતાનિવ
આ પવિત્ર જપ પરમપૂજય બાપુએ એક ગુરુવારના દિવસે અમારી પાસે ૧૦૮ વખત જપ અને ૯ વખત આરતી કારાવી લીધી હતી.આ ગુરુવારની રાત અમારે માટે કાળરાત્રી બનીને આવી હતી પરંતુ બાપુએ અમને સુરક્ષા કવચ સાથે જ ઘરે મોકલાવ્યાં હતાં. ઘરના કામની ચિંતા,ઓફિસની ભાગદોડ, રામનવમી ઉત્સવમાં કરેલી સેવા વગેરે આ બધાનો થાક હોવા છતાં પણ ૨૬ એપ્રિલની સવારે ૫.૦૦ વાગ્યે ઘરમાં સિંલિંડરના ગેસની દુર્ગંધનાં કારણે હુ જાગી ગઇ હતી.પહેલા તો મને લાગ્યુ કે મારી દિકરી સ્વાતીએ સવારે કોલેજ જવાનું હોવાથી ન્હાવા માટે પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો હશે. તેને ગેસસ્ટવ પર પાણી મૂકીને પુન: ઉંઘી જવાની ટેવ છે. જયારે મે ઉઠીને જોયુ તો બધા લોકો સુઇ રહ્યા હતા. તો પછી આ દુર્ગંધશાની આવે છે, એવો મારા મનમા સવાલ ઉદ્ભવ્યો હતો. ઘરમા અંધારુ હોવાથી લાઇટ ચાલુ કરવાની જ હતી. લાઇટ ચાલુ કર્યા પછી ગેસસ્ટવ,રેગ્યુલેટર બટન બધુ જ તપાસ્યુ, પરંતુ દુર્ગંધ ઓછી થઇ નહી.૨૧ એપ્રિલના દિવસે ભરેલો સિલિંડર આવેલો હતો. તેની ઉપરના ઢાંકણ ચેક કર્યાં તો તે પણ બરાબર હતાં. તો પછી આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. આમ ગેસની દુર્ગંધ વધારે અને વધારે વધતી હતી.મારા હાથ પગ ધ્રુજ્વા લાગ્યા. હું બાપુના ફોટાની સામે ઉભી રહીને પ્રવચન સ્થળે થયેલાં જપનુ પઠણ કરવા લાગી હતી. ત્યારબાદ ચારેય બાળકોને ઉઠાડીને તેમને ઘરની બહાર જવાનુ કહ્યુ.દરવાજો તથા બારીઓ ખોલી નાખી અને કોઇકને ફોન કરવાનુ વિચારતી હતી.પર્ંતુ મોબાઇલની બેટરી ડાઉન હતી.તેથી મોબાઇલ ચાર્જિંગમા મુકીને મારા એક નજીકના સંબધી કે જેઓ અગ્નિશામક દળમા કાર્ય કરે છે તેમને સમગ્ર હકીક્ત જણાવી. તેમણે સલાહ આપી કે નજીક્ના અગ્નિશામક દળને ફોન કરીને બોલાવી લો. પર્ંતુ મને હજુ પણ વિશ્વાસ થતો નહોતો કે આટલી બધી દુર્ગંધ ક્યાંથી આવી રહી છે. તેથી ખાત્રી કરવા માટે તેલની બરણી, ઘંઉ જુવારના લોટના ડબ્બા વગેરે બાજુમાં ખસેડવા માટે આગળ જ્ઇને જોયુ તો સિલિંડરની નીચેની જ્ગ્યાએ સફેદ બરફ જેવો પદાર્થ જામી ગયો હતો. આ જોતા જ મારા મોઢામાંથી અચાનક જ શબ્દો નિકળી ગયા કે ‘બાપુ’ આ શું છે? અને મારુ શરીર થરથર કાંપવા લાગ્યુ. આ જ હાલતમાં હુ ં મન:સામર્થ્યદાતાનુ નામ લેતી રહી. એટલામાં જ મારા સબંધીનો ફોન આવ્યો કે સિલિંડરની ચારેબાજુએ ભીની ચાદર લપેટી દો,અથવા તો સિલિંડરને ઉઠાવીને બહાર મુકી દો.પર્ંતુ આમ કરવાની મારી હિંમત થતી નહોતી. આ વાત સાંભળતા જ મારી આંખોની સામે કળિયુગના આ તારણહારનો ચહેરો આવ્યો હતો. ત્યારબાદ હું તરત જ બાપુનાં ફોટા પાસે દોડી ગઈ હતી અને રડવા લાગી હતી. કારણ કે આ એક સિલિંડરના વિસ્ફોટથી તેમજ ઘરમા રહેલાં બીજા સિલિંડરના વિસ્ફોટથી આખી ત્રણ માળની ઇમારત હચમચી ગઇ હોત. અમેે નીચેના ભોંયતળિયે રહીએ છીએ. અમારા ઘરના દાદરની બાજુમા જ દરેક રહેવાસીઓના લાઇટના મીટરો પણ છે. બાપ રે, કેટલો મોટો ભયંકર બનાવ બન્યો હોત. અગ્નીશામકદળના લોકો ૭ થી ૮ મિનિટમાં જ આવી ગયા હતા. પરંતુ આ કૃપાસિંધુ બાપુ બનાવ બનતા પહેલાં જ અમારી પાસે આવી ગયા હતા. આવી ગભરાયેલી પરિસિથતીમા આપણે ભુલો કરતા રહીએ છીએ.ગેસની દુર્ગંધ આવતી હોવા છતાં મેં ફ્રીજ ખોલ્યુ હતુ, મોબાઇલ ચાર્જીંગમા મૂક્યો હતો, હકીકતમા આવા સમયે આ લાઇટનાઉપકરણો ચાલુ રાખવા જોઇએ નહી. આ વાત જાણતી હોવા છતાં પણ મે આ ભુલ કરી હતી.આવા સમયે તો એક ચિનગારી પણ પૂરતી હોય છે. આ સમયે બાપુરાયાએ ફકત મારુ જ નહી પણ આખી ઇમારતના તમામ લોકોના જીવ બચાવ્યાં હતાં. ખરેખર બાપુરાયાએ અમને એક જીવલેણ પરિસ્થિતીમાંથી જ બહાર ઉગાર્યા હતાં. આ માટે હું બાપુનો આભાર માનુ તેટલો ઓછો છે. આ અભયદાતાએ અમને તેમનાં જન્મજન્માતંરના ઋણી બનાવી દીધાં છે.એટલે જ આ પરમાત્માનાં ચરણોમાં અમે બધા ભાવપૂર્ણ નમસ્કાર કરીએ છીએ.
|| હરિ ૐ ||