|| હરિ ૐ ||
સર્વસાધારણ મહેનતુ લોકો, ધર્મભીરુ, પાપભીરુ, ભક્તિમાર્ગ પ્રત્યે આકર્ષિત રહેનાર, જીવન વ્યતીત કરતા સમયે સદ્ગુરુને પ્રેમ કરનાર, યથાશક્તિ અનુસાર ભક્તિ - સેવા કરનાર સાધારણ લોકો સદ્ગુરુને પ્રિય હોય છે, કારણ કે આ વિશ્ર્વનાં બધા લોકોનો ઉદ્ધાર કરવો એ જ ‘એ’નો એકમાત્ર ઉદ્દેશ્ય છે.‘એ’ માત્ર આ વિશ્ર્વનાં બધા સર્વસામાન્ય લોકો માટે જ આવ્યાં છે. તેથી આવા શ્રદ્ધાવાન ‘એ’ નાં બની જાય છે, અને તેમનાં નાના-મોટા સ્વપ્નો પણ ‘એ’નાં બની જાય છે અને તે સાકાર પણ થાય છે.
મારુ નામ શંકર ગણપત પાટીલ છે. હું નાંદલે ગામ, પોસ્ટ આગરાદાંડા, રાયગઢ જીલ્લાનો નિવાસી છું અને ચિંચોલી બંદર માલાડ - પશ્ર્ચિમ સ્થિત ઉપાસના કેન્દ્રમાં નિયમિત સહભાગી થાઉ છું. મારી ડ્યુટી બાર કલાકની હોવાથી સમયની અનુકૂળતા અનુસાર હું ઉપાસનામાં જાઉ છું. ગુરુપૂર્ણિમા, અનિરુદ્ધપૂર્ણિમા જેવાં અવસરે અમારો સમગ્ર પરિવાર પરમ પૂજ્ય બાપુનાં દર્શન કરવા માટે મુંબઈ આવે છે. મારી પત્ની અને બાળકો દર શનિવારે ઉપાસનામાં જાય છે. અમારા ઘરે દરરોજ બાપુનાં જપ, ઘોરકષ્ટોધરણ સ્તોત્ર, હનુમાનચલીસા સ્તોત્રનાં પાઠ થાય છે.
સર્વસામાન્ય લોકોનાં નાના મોટા સ્વપ્ન હોય જ છે અને આવા સ્વપ્નો મારા પણ હતાં. મારા ગામમાં અમારુ ઘર બનાવ્યાંને પંદર વર્ષ થયાં હતાં. ઘરની બહાર ઓટલો હતો અને તેની પર છાપરુ હતું. તેથી મારી ઇચ્છા એવી હતી કે આ ઓટલાની ઉપર સિમેન્ટનો સ્લેબ કરાવીને ગેલેરી જેવુ કંઇક બનાવું. પરંતુ મારી આર્થિક સ્થિતી અનુસાર મારુ આ સ્વપ્ન સાકાર થશે કે કેમ એ વાતની મને શંકા હતી.
હું પ્રતિદિન બાપુને પૂછતો હતો કે બાપુ મારુ આ સ્વપ્ન ક્યારે પૂરુ થશે?
હકીકતમાં સદ્ગુરુને આપણાં મનમાં ચાલતાં પ્રત્યેક વિચારની ખબર જ હોય છે અને ‘એ’ આપણી પ્રત્યેક ઉચિત ઇચ્છાની પૂર્તિ પણ કરતાં જ રહે છે, અને આ માટે ઉચિત સમયની આવશ્યકતા રહે છે. પરંતુ આપણી સબૂરી રહેતી નથી. તેથી આપણે વારંવાર ભગવાનને પૂછતાં રહીએ છીએ કે, ભગવંત, મારી આ ઇચ્છા ક્યારે પૂરી થશે? હું પણ આવી રીતે વારંવાર બાપુને પૂછતો રહેતો હતો. બાપુને બધી પહેલેથી ખબર જ હોય છે અને ખરેખર ઉચિત સમય આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડે છે.
એક દિવસ આ ઉચિત સમય આવી ગયો હતો અને જોતજોતામાં મારા ઘરનાં ઓટલા પર ગેલેરી બની ગઈ ! ખરેખર આ બધુ બાપુજીની કૃપાથી જ શક્ય બન્યું હતું.
વાસ્તવિકતામાં મજાની વાત હવે બની હતી. મારા ઘરનાં ઓટલા ઉપર ગેલેરીનું કામ પૂર્ણ થયાં પછી ૨૬ મે ૨૦૧૨નાં દિવસથી અમારા ઘરે પરમ પૂજ્ય બાપુનાં નવા ઉપસના કેન્દ્ર શરુઆત થઈ હતી. જ્યારે અમારી પાસે સેવા કરાવવાનો સમય આવ્યો, ત્યારે ઘરનું પણ નૂતનીકરણ સંપન્ન થયું હતું.
હાલમાં અમારા ઘરે કાર્યરત ઉપાસના કેન્દ્રમાં ૧૧૦ ભક્તોની ઉપસ્થિતી રહે છે.
પરમ પૂજ્ય બાપુનાં ચરણોમાં અમે સહપરિવાર કોટિ કોટિ પ્રણામ કરી છીએ.
જો જો મજ સ્મરે દૃઢભાવે...
તયાસી આનંદઘન દેઇન મી...
મજ સવે જો પ્રેમે યેઇલ...
તયાચે અશક્ય શક્ય મી કરીન...
(જે કોઇ દૃઢભાવથી મને યાદ કરશે, તેને હું ખૂબ જ આનંદ આપીશ. જે પ્રેમપૂર્વક મારી સાથે ચાલશે, તેનાં માટે અસંભવ વાતને પણ હું સંભવ કરીશ.)
|| હરિ ૐ ||