|| હરિ ૐ ||
મુશ્કેલીઓ કોને છોડે છે? દરેક લોકો જીવનપર્યંત મુશ્કેલીઓનો સામનો કરતા જ રહે છે. પર્ંતુ જો મુશ્કેલીનો સામનો કરતા સમયે ભગવાનને દોષ ના આપતાં મુશ્કેલીઓથી બચવા માટે સદગુરુનુ નામસ્મરણ, ગજર વગેરે કરીએ તો સમયનો સદ્ઉપયોગ પણ થાય છે અને મુશ્કેલીઓમાથી શાંતિથી મુકિત પણ મળે છે. દરેક મુશ્કેલી આપણને તેમની ભકિત વધારવા માટે સુઅવસર જ આપે છે, આ દયેયને જે સમજી જાય છે તેઓ હંમેશા સુખી જ રહે છે, આ વાતની અનુભૂતિ કરાવતો આ અનુભવ છે.
સદગુરુ બાપુના અકારણ કારુણ્યના ફળરુપે હુ વર્ષ ૨૦૦૧થી બાપુના સત્સંગમા નિયમિત રીતે સહભાગી થાઉ છુ. અનેક કઠીણ પરિસ્થિતીઓમાંથી સદગરુ બાપુએ અમને બહાર ઉગાર્યા છે. હાલમાં અમને થયેલાં અનુભવનું હું અહીં વર્ણન કરુ છું.
૩૧ જન્યુઆરી ૨૦૧૦ ના દિવસે મારા નાના દીકરાનુ લગ્ન બાપુની કૃપાથી નક્કી થયુ. છોકરી કલ્યાણની બાપુ ભક્ત જ છે. લગ્નની પહેલા અમે સગાઇ માટે ૧૧ એપ્રીલ ના દિવસે સવારે ૬ વાગ્યે પૂનાથી કલ્યાણ જવા માટે નીકળ્યા. અમે લગભગ ૨૪-૨૫ માણસો હતા. તેથી અમે એક અલગ બસની વ્યવસ્થા કરી હતી. સવારે ૧૧.૦૦ વાગ્યે અમે કલ્યાણ પહોચી ગયા. સગાઇની વિધિ સારી રીતે પૂરી થઇ ગઈ. ત્યારબાદ નિયત કાર્યક્રમ મુજબ સાંજે ૪.૩૦ વાગ્યે અમે કલ્યાણથી પૂના માટે રવાના થયા. મારા પતિને એક જરુરી કામ હોવાથી ૮.૦૦ વાગ્યા સુધી અમારે પૂના પહોંચવાનુ જ હતુ. તેથી અમે સમયસર નીકળી ગયા હતાં.અમે લગભગ લોનાવાલા સુધી સારી રીતે મુસાફરી કરી હતી. પર્ંતુ લોનાવાલાથી થોડા આગળ જ હાઇવે પર અમારી બસનો પટો તુટી જવાથી અમારી બસ બંધ પડી ગઇ હતી. આ સમયે સાંજના લગભગ ૬.૦૦ વાગી ગયા હતા.બસ બંધ પડતા જ મારા પતિએ જે કોઇ સાધન મળે તેમાં તરત જ પૂના જવાનુ નક્કી કર્યું. પરંતુ હાઇવે પર કોઇ પણ વાહન ઉભુ રહેતુ નહોતુ. એટલામા જ બાપુની કૃપાથી એક પોલીસ વાન આવી,અને તેમણે એક એશિયાડ બસને ઉભી રાખીને મારા પતિની સમસ્યાનું નિવારણ કર્યું હતું.આ બાજુ બસના ચાલકે ફોન કરીને એક મિકેનિકને બોલાવ્યો, અને જરુરી આવશ્યક સામાન મંગાવવાનો પ્રયાસ કયો. પરંતુ કશું જ કામ થતુ નહોતુ. સમયની સાથે અંધારુ પણ વધતુ જતુ હતુ. ત્યારબાદ ૬.૩૦ વાગ્યા સુધીમાં પોલીસની બે ત્રણ ગાડી આવીને જતી રહી. પર્ંતુ કોઇ પણ ઉપાય દેખાતો નહોતો. છેવટે બસના ચાલકે કહ્યુ કે ગાડી ચાલુ થશે નહી. આ સાંભળીને અમે બધા નિરાશ થઇ ગયા. દરેક માણસો પોતપોતાના પરિચિત માણસોની મદદ માટે પ્રયાસ કરતાં હતાં. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ અમારી ચિંતા વધતી જતી હતી. હું પણ મનમા અને મનમા ઘોરકષ્ટોધરણ સ્તોત્ર, રામરક્ષા સ્તોત્ર નું પઠણ કરી રહી હતી. બસમા અડધાથી વધારે લોકો સાઇઠ વરસથી વધારે ઉંમરના હતા. બધી મહિલાઓ ઘરેણા પહેરેલી હતી. મારુ મન પણ ભયભીત થયુ હતુ. પર્ંતુ મારા બાપુમાં મારો અતુટ વિશ્ર્વાસ હોવાને કારેણે મને પુરો વિશ્ર્વાસ હતો કે બાપુ કોઇને કોઇ રસ્તો જરુરથી કાઢશે જ. આવી પરિસ્થિતીમાં અમે બધા રામરક્ષા સ્તોત્ર, મારુતીસ્તોત્ર અને બાપુના ગજર જોરજોરથી બોલતા હતાં. ત્યારબાદ થોડીવારમા બે મોટરસાઇકલ પર સવાર થઇને ચાર પોલીસવાળા અહીં આવીને ઉભા રહ્યાં હતાં. મારા બન્ને બાળકો પણ બાપુ ભક્ત છે અને તેમણે ગળામા પહેરેલા લોકેટસ અને મોબાઇલમા બાપુના ફોટાને જોઇને કહ્યુ કે આ મહામાર્ગ ઉપર જ્યાં જ્યાં પણ બાપુ ભક્તોને કોઇ સમસ્યા આવે છે ત્યારે અમે લોકો ત્યાં પહોચીએ જ છીએ.
આ સાભંળીને મને તો એવુ લાગ્યુ કે જાણે બાપુએ અમારી વિનંતી સાભંળી લીધી છે અને તેમના મુખમાથી બાપ ુ જ બોલતા હોય એવુ લાગતુ હતું. આ ચારેણ જણાંએ ફોન કરીને ત્રણ ક્વોલીસ મંગાવીને અમને કહ્યુ કે જ્યાં સુધી તમે લોકો અહીંથી રવાના નહી થાઓ ત્યાં સુધી એમે લોકો અહીંથી જઇશુ નહીં. આમ કહીને તેઓ વાતચીત કરતા ત્યાં જ બેસી રહ્યાં હતાં.
જ્યારે અમે બસમા બેસીને જોર જોરથી બાપુની ગજર ગાતા હતાં, ત્યારે ‘આલા રે ..ની જ ધૂન ગાતા હતાં અને એટલામાં જ આ ત્રણ ક્વોલીસ પણ આવી ગઇ હતી. ત્યારબાદ બધાએ શાંતિનો અનુભવ કર્યો. મુંબઇ પૂના હાઇવે પર રાતના ૧૦.૦૦ વાગ્યે ત્રણ ક્વોલીસ ગાડી એકસાથ મેળવી આપવાનું કાર્ય ફક્ત બાપુરાયા કરી શકે છે. તેમની જ પ્રેરણાથી આ ચાર પોલીસવાળા આવ્યા હતાં અને આ ત્રણ ક્વોલીસની વ્યવસ્થા પણ કરી આપી હતી. જો બાપ ુ ના હોત તો શુ થાત? અમે રાત કેવી રીતે વિતાવી હોત, આ વાતની ક્લ્પના પણ કરી શકાય એમ નથી. પરં્ંતુ બાપુરાયા પોતાના શબ્દો સાચા સાબિત કરે જ છે - ‘તમે ગમે ત્યાં હોવ, મને બોલાવશો તો હું અવશ્ય આવીશ.’ અમે બધા લોકો લગભગ રાતના ૧૨.૦૦ વાગ્યાં સુધીમાં પૂના પહોંચ્યા હતાં. આ ઘટના પહેલાં પણ અમે અહીં ગાડી લુટવાની વાતો સાંભળતાં જ હતાં અને આ સમયે ગાડીમાં અમારી સાથે વૃદ્ધજનો તથા બાળકો પણ હતાં. પરંતુ મારા બાપુ માઉલીએ તેમના ભક્તોનો વાળ પણ વાંકો થવા દીધો નહોતો.
આવી પરિસ્થિતીમાં આપોઆપ જ મનમાં એવો ભાવ ઉદ્ભવે છે કે બાપુ હંમેશા તેમનાં વચનની પૂર્તિ કરે જ છે. ખરેખર અમે સદ્ગુરુ બાપુજીનાં ખૂબ જ ઋણી છીએ અને હું સદગુરુ બાપુના ચરણોમા સાષ્ટાંગ નમસ્કાર કરુ છું.
|| હરિ ૐ ||