॥ હરિ ૐ ॥
આપણે માનવીય ત્રાજવામાં બધુ જોખવાનાં પ્રયાસ કરતા રહીએ છીએ,તેથી ઘણીવાર આપણી સમક્ષ આવનાર સંકટ વિષે આપણે સમજી શક્તા નથી. પરંતુ દિનરાત સતત ‘જાગૃત’ રહેનાર સદ્ગુરુને તેમનાં બાળક પર આવનાર સંકટ દેખાતુ રહે છે અને તેમાંથી તેને સહીસલામત બહાર ઉગારવા માટે તેમની આપત્તાઅલીન યંત્રણા પણ ચોવીસ કલાક સજ્જ રહે છે.
બાપુ આપણાં અતિશય નજીકનાં આધારસ્તંભ છે. જીવનપર્યંત બાપુ આપણને ઉચિત માર્ગનાં દર્શન કરાવતા રહે છે. બાપુએ મારો મોટા સંકટમાંથી સહજતાપૂર્વક બચાવ કર્યો છે અને બાપુનાં અમારા પર ઘણાં બધા ઋણ છે. તેથી જ બાપુ વિષે લખુ એટલુ ઓછુ જ છે.
આજે બાપુનાં ચરણોમાં એક જ પ્રાર્થના કરુ છું - અમને સદૈવ તમારા ચરણોમાં રાખજો. અમે અટવાઇ જઈએ તો માર્ગ દાખવજો, અમને મારજો પરંતુ તમારાથી દૂર કરતા નહિં.’ ૧૫ જૂનનાં દિવસની આ વાત છે. તે દિવસે હું નિત્ય કામ પૂર્ણ કરીને બાળકો સાથે રમી રહી હતી. આ સમયે સાંજે છ વાગ્યે અચાનક મારો અઢી વર્ષનો નાનો દીકરો સર્વેશને તાવ આવ્યો અને તાવની સાથે ખાંસીશરદી પણ થઈ ગયા હતાં. તેથી મેં તેને ક્રોસીન દવા આપી હતી અને મારા પતિ ઘરે આવે તેની રાહ જોતી હતી.
પરંતુ તેનો તાવ ધીરે ધીરે વધીને ૧૦૨ ડીગ્રી થઈ ગયો હતો. થોડા સમયમાં તેનો તાવ ઉતરી ગયો હતો અને તે રમવા લાગ્યો હતો. પરિણામે અમે વિચાર્યું કે કદાચ સામાન્ય તાવ આવ્યો હશે અને હોસ્પિટલમાં પણ આવી જ દવા આપશે, એવુ વિચારીને અમે ડોક્ટર પાસે ગયા નહોતાં. અર્થાત માનવીય ત્રાજવામાં જોખવું ! આથી વિષેશ શું થશે, તે માત્ર સદ્ગુરુ જ જાણતાં હતાં.
રાત્રે દશ વાગ્યે સર્વેશ તેનાં પિતા સાથે સૂઇ ગયો હતો અને હું મારુ કામ કરતી હતી.એટલામાં સર્વેશને પુન: તાવ આવ્યો હતો અને તેની આંખો ચઢી ગઈ હોય એવુ લાગતુ હતું. આ દ્રશ્ય જોઇને મારાથી બૂમ પડાઈ ગઈ હતી. મને શું કરવુ તેની બિલકુલ સમજ પડતી નહોતી. હું બાપુનાં ફોટા સામે ઉભા રહીને એક જ વાત કરતી હતી, ‘બાપુ, મારા દીકરાને બચાવો.’ ત્યારબાદ અમે રિક્ષામાં મારા દીકરાને લઈને હોસ્પિટલ ગયા હતાં. મારી આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી હતી અને બાપુને મારા દીકરાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરતી રહેતી હતી. ખરેખર બાપુએ અમને અતિશય ભયંકર પરિસ્થિતીમાંથી બહાર ઉગાર્યા હતાં અને આજે પણ આ ઘટના યાદ આવતા મારી આંખ ભરાઈ આવે છે. ગમે તેવા મોટા સંકટમાં આપણને માત્ર બાપુનો જ આધાર રહે છે. અમે હોસ્પિટલ તો પહોંચી ગયા હતાં, પરંતુ મારા દીકરાની નસ પકડાતી નહોતી. આ સમયે મારા પતિ સતત મંત્રજાપ કરી રહ્યાં હતાં. મારા મોટા દીકરાને બાજુનાં પલંગ પર સૂવડાવીને હું મારા નાના દીકરાનું ધ્યાન રાખતી હતી. મારા મુખમાં માત્ર બાપુનું નામ હતું અને આંખોમાં આંસુ જ હતાં. થોડા સમય પછી તેની નસ પકડાયા બાદ તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ મારા દીકરાને ટટ્ટી થઈ હતી, આ સમયે ડોક્ટરે અમને કહ્યું કે હવે ચિંતા કરવા જેવુ કશુંય નથી. પરંતુ જ્યાં સુધી તેની આંખો ખુલી નહોતી ત્યાં સુધી મને બિલકુલ ચેન પડ્યું નહોતું. સવારે ચાર વાગ્યે મારા દીકરાએ આંખો ખોલીને મારી સામે જોયું ત્યારે મારા જીવમાં જીવ આવ્યો હતો અને આ ક્ષણનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. ખરેખર મારા સદ્ગુરુ બાપુએ જ મને મારો દીકરો પુન: આપ્યો છે. બાપુ હંમેશા કહે છે કે હું તમારો બાપ છું, અને ખરેખર મારા બાપુએ જ તેમની દીકરીનાં દુ:ખમાં સાથ નિભાવ્યો હતો.
આમ પહેલું જોખમ તો ટળી ગયું હતું, ત્યારબાદ સર્વેશ બે દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો. ત્યારબાદ ઘરે આવ્યાં પછી પણ તેને તાવ આવતો હતો. ડોક્ટરને પણ આ તાવનું કારણ સમજાતુ નહોતું. પરિણામે અમે એક અઠવાડિયા માટે મુંબઈ આવ્યાં હતાં અને અહીં ડોક્ટર પાટિલ પાસે તેની સારવાર કરાવતા હતાં. આ ડોક્ટરે અમને વચન આપ્યું હતું કે તમારા દીકરાને સંપૂર્ણ સારુ કર્યા પછી હસતા ચહેરે જ ઘરે મોકલાવીશ, અને તેમણે ખરેખર તેમનું વચન પાળ્યું પણ હતું.
હકીકતમાં બાપુરાયા ક્યારે અને કેવી રીતે આપણને સહાય કરે છે, તે સમજાતુ નથી. આજે અમે સદ્ગુરુ બાપુનાં કારણે જ નિશ્રિંત છીએ, નહીંતર આ જગમાં કોણ કોની મદદ કરવા માટે તૈયાર થાય છે? મારી એક જ મનોઇચ્છા છે કે બાપુ સદૈવ અમારી સાથે રહે અને અમે તેમની છત્રછાયામાં રહીએ. ખરેખર બાપુ વિષે લખવા માટે શબ્દભંડોળ પણ ઓછુ પડે છે. આવા આ સદ્ગુરુ હંમેશા અમારા તન, મન અને શ્ર્વાસમાં રહે એ જ પ્રાર્થના કરુ છું.
શું બોલુ... કેટલું કહું...શબ્દોમાં માત્ર બાપુ રહે સદા તન મનમાં...
॥ હરિ ૐ ॥