॥ હરિ ૐ ॥
મારા જીવનની આ ઘટના વિષે ભવિષ્યમાં પણ જ્યારે વાત કરીશ, ત્યારે એટલું જ કહીશ કે યમરાજ આવ્યો હતો, પરંતુ મારા જીવનની દોર મારા સદ્ગુરુ બાપુનાં હાથમાં હોવાથી યમરાજનું પણ કશુંય ચાલ્યું નહીં.
આપણને બધાને ખબર છે કે ૫ ઓગસ્ટ ૨૦૧૦નાં દિવસે લેહ લદ્દાકમાં ૨૦-૨૫ મિનિટ સુધી ચાલેલી કુદરતી આપત્તિમાં જનસમુદાયની મોટી માત્રામાં હાનિ થઈ હતી.આ સમયે હું પણ ૨૦-૨૫ મિનીટનાં અંતરે ત્યાં હતો. અમે કુલ બાર જણા અહીં એક લોજમાં રોકાયાં હતાં. પ્રત્યક્ષદર્શી બાપુભક્તનો આ અનુભવ આ પ્રમાણે છે.
૫-૮-૨૦૧૦નાં દિવસે મુંબઈ પોર્ટ ટ્રસ્ટનાં અમે બાર સહકર્મી સાઈટ સીન નિહાળ્યાં બાદ અમે સાંજે સાત વાગ્યે લોજમાં પહોંચ્યાં હતાં.અમે થાકેલાં હોવા છતાં બીજા દિવસે સાઇટ સીન જોવા માટે જવાનાં હતાં. તેથી અમે જમીને ઝડપથી સૂઇ ગયા હતાં. બીજા દિવસે સવારે અમને ખબર પડી કે વાદળ ફાટવાનાં કારણે જાન માલને ઘણુ જ ભારે નુકશાન થયું છે. રસ્તાઓ બંધ થઈ ગયા હતાં, તેથી બહાર જવાનું તો શક્ય જ નહોતું.
અમે ઘટના સ્થળને જોવા માટે બહાર નીકળ્યાં હતાં. અહીં આવીને ભીષણ દૃશ્ય જોઇને અમારા હોશકોસ જ ઉડી ગયા હતાં અને બાપુનું અકારણ કારુણ્ય જોઇને અમારી આંખો ભરાઈ આવી હતી. અમે આગલા દિવસે જ્યાં સાઈટ સીન જોવા માટે ગયા હતાં, તે સ્થાનનું અસ્તિત્ત્વ જ રહ્યું નહોતું. અમે જે આકાશવાણી કેન્દ્ર જોયું હતું, તેનું નામોનિશાન નહોતું અને ત્રણ માળની એક ઇમારત તેનાં થાંભલા સાથે ૫૦-૬૦ ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. અહીં પાર્ક કરેલાં વાહનો ચકનાચૂર થઈ ગયા હતાં. મૃતકોની સંખ્યા વિષે અંદાજ પણ લગાવી શકાય તેમ નહોતું. આ સમયે સ્થાનિક લોકો અને પર્યટકો બધા જ સહાયતાનાં કાર્યોમાં સહભાગી થયાં હતાં. અમે પણ આ કાર્યોમાં સહભાગી થયાં હતાં.
આ સ્થાન સમુદ્રથી ૧૪૫૦૦ ફૂટની ઉંચાઈએ હોવાથી ઓક્સિજન પૂરતો મેળવી શકાતો ના હોવાથી થોડા પરિશ્રમમાં પણ વધારે થાક લાગતો હતો.
અમે સંપૂર્ણ સુરક્ષિત રહ્યાં હતાં કારણ કે આપણાં બાપુજીએ વચન આપ્યું છે - ‘તમે સાત સમુદ્ર પાર હશો, ઘોર જંગલમાં હશો, રણમાં હશો, તો પણ સંકટ સમયે મને સાદ પાડતા હું ૧૦૮ % દોડતો આવીશ.’ હકીકતમાં મે તે દિવસે બાપુને બૂમ પણ પાડી નહોતી તથા બહાર ચાલી રહેલાં મૃત્યુંનાં તાંડવથી પણ અજ્ઞાત હતો. કદાચ તે દિવસની અમારી નિંદ્રા ચિરનિંદ્રા જ બની ગઈ હોત ! પરંતુ અકારણ કારુણ્યનાં મહાસાગર એવાં મારા બાપુ હું સાદ પાડુ એ પહેલાં જ દોડી આવ્યાં હતાં.
આ સમયે મને બાપુનાં વચનનું સ્મરણ થયું હતું - ‘હું તમારો માર્ગદર્શક છું. ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં તમે મને ભૂલો, પરંતુ હું તમને નહિં ભૂલુ નિશ્ર્ચિંત.’
॥ હરિ ૐ ॥