॥ હરિ ૐ ॥
મુશ્કેલીઓ આવતાં જ આપણને ભગવાનની યાદ આવે છે અન્યથા પૂંજન-અર્ચન માત્ર એક ઔપચારિકતા જ બની જાય છે. જ્યાં ભાવ ત્યાં દેવ - આ વાત સાચી છે, પરંતુ ભાવ જાગૃત થાય એ માટે સંકટ આવે એવી આવશ્યકતા શા માટે રહે છે? ‘એ’ની પ્રેમપૂર્વક ભક્તિ કરવા માટે આપણે આનાકાની કરતા રહીએ છીએ અને સંકટ નિવારણ સમયે ‘એ’નાં પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. બ્લડ કેન્સર જેવાં ભીષણ રોગ વિષે માલૂમ પડવુ અને સારુ પણ થઈ જવુ, આ માત્ર પરમાત્માનાં અકારણ કારુણ્યનું જ પરિણામ છે.
પોતાનાં ભક્તો પ્રત્યે અકારણ કારુણ્ય અને ‘હું તમારો ત્યાગ કદાપિ કરીશ નહિં’ આવા વચનની પૂર્તિ કરનાર પરમ પૂજ્ય બાપુને કોટિ કોટિ પ્રણામ ! બાપુચરણોમાં નતમસ્તક થઈને આ અનુભવની અહીં રજૂઆત કરુ છું.
મારા પતિ શરદ જહાંજમાં કામ કરે છે. ઘરમાં પૂંજન-અર્ચન માત્ર ઔપચારિકતાથી જ કરવામાં આવતું હતું તથા સંપૂર્ણ શરણાગતિ તથા શ્રદ્ધાનું નામોનિશાન નહોતું. વર્ષ ૧૯૯૮માં મરોલ કેન્દ્રનાં પ્રમુખસેવક સુષ્માવીરા સરનાઈક સાથે મુલાકાત થઈ હતી અને તેમનાં અનુભવો સાંભળ્યાં બાદ બાપુનાં સત્સંગમાં સહભાગી થવા માટે ઇચ્છા પ્રગટ થઈ હતી, પરંતુ સંજોગાવત હું સહભાગી થઈ શક્તી નહોતી.
ત્યારબાદ ૨૦૦૨માં મારા પતિનાં ચેકઅપ માટે અમે વિશેષજ્ઞ ડોક્ટર પાસે ગયાં હતાં અને આ સમયે બોનમેરોની તપાસ દરમ્યાન અમને ખબર પડી કે બ્લડ કેન્સરની શરુઆત થઈ છે. અમે આ વિષે અમારા બાળકો તથા સંબંધી સાથે બિલકુલ વાત કરી નહોતી. આ સમય દરમ્યાન મારા દીકરા-દીકરીનાં લગ્ન થયાં હતાં અને દીકરીનાં લગ્નને ચાર પાંચ વર્ષ થઈ ગયા પછી અમે તેમને આ વિષે વાત કરી હતી. આ સમયે પણ દવા તો ચાલુ જ હતી.
વર્ષ ૨૦૦૯માં પુન: સુષ્માવીરા સાથે મુલાકાત થઈ હતી અને આ સમયે હું ઉપાસનામાં નિયમિત સ્વરુપે સહભાગી થવા લાગી હતી. હું નિયમિત રામનામની નોટ લખતી હતી અને મંત્ર પઠણ કરવામાં પણ મને આનંદ થતો હતો. પરંતુ મારા પતિની બિમારીથી મારુ મન ભરાઈ આવતુ હતું. પહેલાં એક મહિનાની દવા છ હજાર રુપિયાની આવતી હતી, પરંતુ આ જીવલેણ રોગની એક મહિનાની દવા માટે પચાસ હજાર રુપિયાનો ખર્ચો થતો હતો. આ સમય દરમ્યાન અમે એકવાર પરમ પૂજ્ય સુચિતદાદા પાસે ક્લિનિકમાં ગયાં હતાં. દાદાએ રિપોર્ટ જોઇને અમને કહ્યું કે ચિંતા કરશો નહિં, અને અમને અમારા દીકરા પાસે અમેરિકા જવા માટે પણ પરવાનગી આપી હતી. જૂન - સપ્ટેમ્બરમાં અમારી અમેરિકા યાત્રા પૂર્ણ થઈ હતી અને ૨૦૦૯માં મારી દીકરીનાં લગ્ન થયાં હતાં. ત્યારબાદ મારા પતિને પગમાં અને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થવાથી તેમણે નોકરી પણ છોડવી પડી હતી. આ સમયે મારા પતિ કેન્સર કરતા વધારે આ દુ:ખાવાથી હેરાન થતાં હતાં. ફેબ્રુઆરી ૨૦૧૦માં ટેસ્ટ દરમ્યાન નસની સમસ્યા માલૂમ પડી હતી અને આ અંતર્ગત તેમને હોલી સ્પીરીટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે અવનવા ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અમે સમય દરમ્યાન અમે હનુમાનચલીસા સ્તોત્રનું પઠણ કરતા હતાં. ત્યાઅરબાદ ત્રણ વાર ટેસ્ટ કરવામામ આવ્યાં હતાં અને સમગ્ર રિપોર્ટસ નોર્મલ આવ્યાં હતાં. હકીકતમાં આ બધી બાપુની જ કૃપા હતી.
૨૦ એપ્રિલ ૨૦૧૦ અમે અસ્થિ રોગનાં વિશેષજ્ઞ પાસે ગયા હતાં અને તેમણે અમને આ માટે જરુરી એવા એક્સ રે, સ્પાઈનલ કોડ વગેરે વિષે ચર્ચા કરી હતી. આ સમયે મારુ મન ખૂબ જ દુ:ખી થતું હતું, પરંતુ આ વિષે કોઇની સાથે વાત કરી શક્તી નહોતી. ઘરમા તથા હોસ્પિટલમાં અમે બંને જ રહેતા હતાં, તેથી પરિસ્થિતી સાથે લડવા માટેનાં સાહસની પણ પ્રાપ્તિ થઈ હતી. આ સમયે સુષ્માવીરા અમને સમજાવતાં હતાં કે બાપુનાં ફોટા સમક્ષ ઉભા રહીને તેમની સાથે વાત કરો, ‘એ’ જ તારનાર છે. તે દિવસે રાત્રે હું હોસ્પિટલમાં મારા પતિનાં પલંગ પાસે અન્ય બીજા પલંગ પર સૂતી હતી. મને ઉંઘ આવતી નહોતી, તેથી સુષ્માવીરાની વાત યાદ આવતા બધો ભાર સોંપીને ઉંઘવા માટે પ્રયાસ કરતી હતી અને અચરજની વાત બની હતી કે મને શાંતિપૂર્વક ઉંઘ આવી ગઈ હતી. આ સમયે મને સુંદર અનુભૂતિ થઈ હતી કે એક સુંદર સ્ત્રી મારી પાસે આવીને બેસી છે અને મારા માથા પર હાથ ફેરવી રહી છે તથા અહીં ૨-૩ ડોક્ટર પણ આવ્યાં છે. હું ગભરાઈ ગઈ હતી અને નંદાઈને બૂમ પાડતી હતી. અહીં આવેલાં ડોક્ટરમાંથી એક ઉંચા ડોક્ટર હતાં અને તેમણે મારા પતિનાં શરીર પર હાથ ફેરવ્યો હતો તથા પેટ અને કમર પર સ્પર્શ કરતા કંઇક કર્યું હતું, ત્યારબાદ બહાર ગયા હતાં.
બીજા દિવસે બધા રિપોર્ટસ નોર્મલ આવ્યાં હોવાથી ઘરે આવવા માટે રજા પણ મળી ગઈ હતી. અમે દાદાની સલાહ અનુસાર ડોક્ટર કર્ણિક પાસે ગયા હતાં અને તેમણે અમને કહ્યું કે બધુ બરાબર છે. મે મહિનામાં અમે પુન: દાદા પાસે ગયા હતાં ત્યારે તેમણે અમને કહ્યું કે ‘અમે ચેનલાઈસ કરીને બધુ કાઢી નાખ્યું છે, ચિંતા કરશો નહિં, બધુ સારુ થશે.’ દાદાની વાત સાંભળીને મને દૃઢ વિશ્ર્વાસ થઈ ગયો કે તે દિવસે રાત્રે સ્વંય નંદાઈ, દાદા અને બાપુ જ હોસ્પિટલમાં આવ્યાં હતાં. ખરેખર તેમણે જ બધુ સારુ કર્યું છે અને આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. ખરેખર અનન્ય શરણાગતિથી બાપુને ભાર સોંપવાથી ‘એ’ આપણને સંકટમુક્ત કરે જ છે. અંતમાં એક જ પ્રાર્થના કરુ છું કે બાપુ, તમારા ચરણોમાં શ્રદ્ધા-સબૂરી દૃઢ કરાવજો અને ભક્તિસેવા કરાવતા રહેજો.
॥ હરિ ૐ ॥