|| હરિ ૐ ||
પરમ પૂજય બાપુએ ચંડિકામાતાનાં વાત્સલ્ય વિષે વારંવાર પરિચય કરાવ્યો છે. ચંડિકામાતાનો બાપુ પ્રત્યેનો પ્રેમ અને બાપુનો આપણાં પ્રત્યેનાં પ્રેમનો આપણે અનુભવ કરી રહ્યાં છીએ. જે લોકો
બાપુને પ્રેમ કરે છે, તેમનું એવુ માનવુ હોય છે કે બાપુએ સમજાવેલાં માર્ગ પર ચાલવાનું છે. તેમનાં કુશળક્ષેમની જવાબદારી સ્વંય ચંડિકામાતા સ્વીકારે છે. ‘એ’ ક્યારેક ભવિષ્યમાં આવનાર કાળની સમક્ષ આવીને ઉભા રહે છે તો ક્યારેક વિધ્નનાશિની સ્વરુપે કાર્યરત રહે છે.
‘કાલનિયંત્રી મહાકાલી’ની સ્તુતિ કરતા બાપુએ એકદિવસ ગુરુવારે ઉપાસના દરમ્યાન સમજાવ્યું હતું કે ‘મહાકાળીનો રંગ ઘોર અંધકારથી પણ વધારે કાળો છે અને ‘એ’ આપણાં ’અજ્ઞાત’નું રક્ષણ
કરતી રહે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ પર સંપૂર્ણ નિયંત્રણ રાખનાર અંધકારરુપી સંકટમાં આપણાં જીવનની નૈયાને તારવા માટે હંમેશા તત્પર રહે છે.’ મહાકાળીનું આટલું બધુ પ્રભાવી વર્ણન સાંભળ્યાં બાદ હું વિચારવા લાગી કે કેવી હશે આ મહાકાળી? તેમની અપાર શક્તિ તથા અતુલ માતૃવાત્સલ્યનાં અનુભવનું સૌભાગ્ય મને આ જન્મમાં મળશે કે કેમ? આ સમયે મને બિલકુલ ખબર નહોતી કે આ ક્ષણ મારાથી દૂર નથી.
૨૪ જૂન ૨૦૧૧નાં દિવસે બપોરનાં સમયે લગભગ સવા બાર વાગ્યે હું મારી ગાડીમાં નવી મુંબઈ સ્થિત મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ તરફ જવા માટે નીકળી હતી. પરમ પૂજ્ય સુચિતદાદાએ મને પાંચ
વાર આદિમાતા શુંભકરા સ્તવન બોલવા માટે કહ્યું હોવાથી હું સ્તોત્રનું પઠણ કરવા માટે હાથમાં પુસ્તિકા લેતી હતી, એટલામાં જ એક મોટી ટ્રકે અમારી નાની મારુતિ ગાડીને ટક્કર મારી હતી. પરિણામ સ્વરુપે ગાડીનો પાછળનો ભાગ દબાઈ ગયો હતો અને કાચનાં ટુકડેટુકડા થઈ ગયા હતાં તથા ગાડી જમણી બાજુ સરકી જતાં ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને ગાડીનું ટાયર પણ ફાટી ગયું હતું. આ ઉપરાંત ગાડી ડિવાઈડરર પર જ ચઢી ગઈ હતી.
આ ઘટના પછી ટ્રક ડ્રાઇવર પણ ભાગી ગયો હતો. હું પણ આ દુર્ઘટનાથી દંગ રહી ગઈ હતી. એક મિનીટમાં જ આ બધુ બની ગયુ હતું. થોડીવારમાં હું મારી જાતને સંભાળતા ‘અનિરુદ્ધ અનિરુદ્ધ’ ની બૂમો પાડવા લાગી હતી. મારી સ્થિતી જોઇને મારી ગાડીનાં ડ્રાયવરે મને કહ્યું કે ‘દીદી, ગભરાશો નહિં, હું જોઉં છું. તમે રડશો નહિં.’ ત્યારબાદ મેં મારી માતા સાથે મોબાઇલ પર સમગ્ર પરિસ્થિતી વિષે વાત કરી હતી. તેમણે મને કહ્યું કે ‘તુ જ્યાં છે, ત્યાં જ ઉભી રહે, હું તારી પાસે આવુ છું.’ આવી ભીષણ - જીવલેણ પરિસ્થિતીમાંથી મને ગાડીમાંથી સહીસલામત બહાર આવતા જોઇને અહીં એકત્ર થયેલાં લોકોને ભારે અચરજ થતું હતું. બધાનું કહેવુ એક જ હતું તમે ઇશ્ર્વરની કૃપાથી જ બચી ગયા છો. હકીકતમાં ગાડીનો પાછળનો કાચ એવી રીતે તૂટ્યો હતો કે તેનાં ટુક્ડાં અંદર આવે તેમ હતાં અને તેનાથી મને ઘણુ નુકશાન થવાની શક્યતા હતી. પરંતુ આવુ કશુંય બન્યું નહોતું. ખરેખર મારી પાસે બાપુનું અને ચંડિકામાતાનું સુરક્ષા કવચ હોવાથી મને બિલકુલ ઇજા થઈ નહોતી.
થોડીવારમાં જ મારી માતા પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ગાડીનો ડ્રાયવર પોલીસ સ્ટેશને પંચનામુ કરાવવા માટે ગયો હતો. હું મારી માતા સાથે બીજી ગાડીમાં ઘરે આવી હતી.
હું શાંત મને વિચારતી હતી કે આ ઘટના બની તે પહેલાં હું શુભંકરા સ્તોત્રનું પઠણ કરતી ન હોત તો મારી કેવી સ્થિતી થઈ હોત? શું હું આ અનુભવ લખવા માટે જીવિત રહી હોત? ખરેખર આદિમાતા તેમનાં બાળકનું રક્ષણ કરવા માટે વીજળી કરતાં પણ વધારે તેજ ગતિથી દોડીને આવે છે.
આ દુર્ધટનાનાં પરિણામ સ્વરુપે મારુ મૃત્યું અથવા વિકલાંગતા જેવા સંકટની સંપૂર્ણ શક્યતા હતી. પરંતુ મને સાધારણ ઇજા પણ થઈ નહોતી. કારણ કે દુર્ઘટનારુપી અજ્ઞાત સામે રક્ષા કરવા માટે ‘મહાકાળી’ પહેલેથી જ આવીને ઉભા રહ્યાં હતાં અને મારો જીવ બચી ગયો હતો.
આજે સર્વ શ્રદ્ધાવાનને એક જ સંદેશ આપુ છું કે આદિમાતાનું સ્મરણ કરવા માટે ક્યારેય કોઇ પણ કચાશ રાખવી નહિં, કારણ કે ‘એ’ આપણાં વિધ્નનાશ માટે ક્યારેય કોઇ પણ કચાશ રાખતાં નથી.
|| હરિ ૐ ||