|| હરિ ૐ ||
દુર્ઘટનાનાં કારણે સર્વસામાન્ય લોકોનાં મનમાં ડર ઉદ્ભવે છે. આવા સંજોગોમાં કોઇક ગંભીર દુર્ઘટના આપણી પ્રિય વ્યક્તિ સાથે બને ત્યારે આપણો જીવ નીકળી જાય છે અને આ સમયે સૌથી પહેલાં યાદ આવે છે - બાપુરાયા ! કારણ કે સારવાર કરનાર ડોક્ટર હોય તો પણ બચાવનાર માત્ર ‘એ’ જ હોય છે.
૪ જૂન ૨૦૦૯ના દિવસે અમે સહપરિવાર બધા પૂજા માટે અમારા ગામ જવાના હતાં. અમે મહામુશ્કેલીથી અમારી સ્કોર્પિયો ગાડીમાં જવા માટે નીકળ્યાં હતાં. આ સમયે રિમઝિમ વરસાદ વરસતો હતો. ત્યારબાદ અમારી ગાડી ખારેપાટણનાં વળાંક પાસે પહોંચી હતી અને અચાનક ગાડી પરથી નિયંત્રણ છૂટી જવાના કારણે ગાડી એક પથ્થર પર ચઢીને ખાડામાં પડતા એક બાજુએથી નમી ગઈ હતી.
આ અક્સ્માતની તીવ્રતા વિષે કલ્પના પણ કરી શકાય તેમ નહોતું. પહેલો ધક્કો વાગ્યો ત્યારે મેં આજુબાજુ નજર ફેરવવાનો પ્રયાસ કર્યો ત્યારે જોયું કે ગાડી જે બાજુથી નમી ગઈ હતી ત્યાં મારો મોટો દીકરો બેઠો હતા અને તે જોરદાર ધક્કો વાગવાથી બારીની બહાર આવી ગયો હતો તથા તેની ઉપર ગાડી આવી ગઈ હતી. આ ઉપરાંત ગાડીમાં બેસેલાં બધા લોકો પણ તેની ઉપર પડ્યાં હતાં. તે એટલી બધી ખરાબ રીતે દબાઈ ગયો હતો કે તેનાંથી શ્ર્વાસ પણ લઈ શકાતો નહોતો. આવુ ભયાનક દૃશ્ય જોઇને મારા અંત:કરણમાંથી એક જ અવાજ નીકળતો હતો - ‘બાપુ, મારો નિમેષ ! બાપુ મારા
નિમેષને બચાવો.’ ધીરે રહીને બધાને બહાર કાઢવામાં આવ્યાં હતાં અને ગાડી ઉંચકીને નિમેષને પણ બહાર કાઢ્યો હતો. પરંતુ તેને બેભાન જોઇને મારો જીવ નીકળી ગયો એવુ લાગતુ નથી.
અહીં સૂમસામ જગ્યાએ સવારનાં સમયે કોઇ વાહન પણ દેખાતુ નહોતું.હું બાપુને બૂમો પાડી રહી હતી. થોડીવારમાં બાપુની કૃપાથી એક ખાલી રિક્ષા આવી હતી. અમે તરત જ ખારેપાટણ સ્થિત પ્રાથમિક આરોગ્યકેન્દ્ર પહોંચ્યાં હતાં. પરંતુ નિમેષની સ્થિતી વધારે ગંભીર હોવાથી તેને જીલ્લાની હોસ્પિટલમાં લઈ જવા માટે સલાહ આપી હતી. અહીં સરપંચ તથા અન્ય સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. બાપુનાં આર્શીવાદથી વરસાદ હોવા છતાં એમ્બ્યુલન્સ તેજ ગતિથી દોડતી હતી.
અહીં હોસ્પિટલમાં બધાની સારવારની શરુઆત થઈ હતી. પરંતુ હું ડોક્ટરને પહેલાં નિમેષની સારવાર કરવા માટે વિનંતી કરતી હતી. આ સમયે નિમેષને લોહીની ઉલટીઓ થતી હોવાથી તેને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો હતો. મને પણ કમરમાં ઘણુ વાગ્યું હતું, પરંતુ તેને અવગણતા હું બાપુ નિમેષને બચાવવા માટે સતત પ્રાર્થના કરતી હતી. અહીં મોટા ડોક્ટરે આવીને નિમેષની તપાસ કરીને કહ્યું કે તેનાં ફેફસામાં વધારે ઇજા થઈ હોવાથી તેને પણજીં - ગોવા લઈ જાવ. ડોક્ટરની વાત સાંભળીને અમને નિમેષની તબિયત વિષે ગંભીરતા સમજાતી હતી.
રાત્રે બાર વાગ્યે અમે હોસ્પિટલમાં જ એમ્બ્યુલન્સ બોલાવીને નિમેષને પણજીં - ગોવા લઈ જવા માટે નીકળ્યાં હતાં, કારણ કે ડોક્ટરે માત્ર ૨૪ કલાકનો જ સમય આપ્યો હતો. હું મારા ખોળામાં મારા દીકરાનું માથુ લઈને હાથમાં બાપુની ઉપાસના પુસ્તિકા લઈને સતત હનુમાનચલીસા સ્તોત્ર બોલતી રહી હતી. પણજીં - ગોવા પહોંચતાં જ તેની સારવાર શરુ થઈ ગઈ હતી. હું મનોમન બાપુનું સ્મરણ કરતી હતી. આવી રીતે કાળની સાથે બે દિવસ ઝઝૂમ્યાં બાદ ડોક્ટરે અમને કહ્યું કે હવે નિમેષનાં જીવને કોઇ જ જોખમ નહોતું. આ શબ્દો સાંભળીને અમને માત્ર બાપુરાયાનાં જ દર્શન
થતાં હતાં.
હે બાપુરાયા...મારા દયાધના, કાળનાં મુખમાંથી બહાર કાઢીને તમે મારા દીકરાને નવીન જીવન આપ્યું છે. માત્ર અને માત્ર તમારી કૃપાથી જ મારા દીકરાને
આ નવીન જીવનની પ્રાપ્તિ થઈ છે.
બાપુ, દરેક શ્રદ્ધાવાન ભક્તો પર તમારી આવી જ કૃપાદૃષ્ટિ રાખજો. તમારુ નામ સદૈવ મારા મુખમાં રહે અને તમારુ રુપ સદૈવ મારી આંખોમાં રહે, એ જ તમારા
ચરણોમાં પ્રાર્થના કરુ છું.
ૐ મન:સામર્થ્યદાતા શ્રીઅનિરુદ્ધાય નમ: શ્રી નંદાપતિ અનિરુદ્ધસિંહ કી જય ...
|| હરિ ૐ ||