|| હરિ ૐ ||
સદ્ગુરુચરણોમાં સંપૂર્ણ વિશ્ર્વાસ ધરતા શ્રદ્ધા અને સબૂરીનાં બે સિક્કા તેમને અર્પણ કરવાથી ‘એ’ આપણાં માટે શું નથી કરતા? દુનિયા માટે અસંભવ હોય એવી વાતો શ્રદ્ધાવાનનાં જીવનમાં સહજતાથી જ બને છે, પછી ભલે વૈશ્ર્વિક મંદી દરમ્યાન કંપનીમાંથી કર્મચારીને છૂટા કરવામાં આવે, કેમ્પસ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કડક-સખતહોય તથા ઇન્ટરવ્યુ
આપનારાઓની સંખ્યા પણ વધારે હોય, નોકરી મળશે કે પછી...‘આપણાં બાપુ ધીરે ધીરે આપણાં માટે બધુ સારુ કરીરહ્યાં છે’ - આ વાતનો અનુભવ થાય છે. મારી દીકરી અમૃતા બાપુકૃપાથી વર્ષ ૨૦૧૦માં બી.ઇ. કમ્પ્યુટર સોફ્ટવેર એન્જીનીયર બની ગઈ હતી. જ્યારે તેણે એન્જીનિયરીંગમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારે તેને એવુ લાગતુ હતું કે તે બરાબર અભ્યાસ કરી શકશે નહિં. પરંતુ મને અને તેને પણ વિશ્ર્વાસ હતો કે બાપુ અમારી સાથે જ છે અને ‘એ’ હંમેશા ઉચિત હશે તે કરશે. ખરેખર બાપુએ અમારા વિશ્ર્વાસને જીત અપાવી હતી. મારી દીકરી તેની પાસે હંમેશા બાપુનો ફોટો રાખતી હતી અને તેણે ત્રિપુરારી લોકેટ પણ પહેરી રાખ્યું હતું.
આવી રીતે બાપુ કોલેજ - ટ્યુશન દરમ્યાન પણ તેની સાથે રહેતા હતા અને તેને અભ્યાસમાં સહાય કરતા હતાં. કોલેજમાં પહેલાં વર્ષમાં તેને ૭૫ % થી વધારે માર્કસ મળ્યામ હતાં અને અંતિમ સેમિસ્ટરમાં ૭૬.૫૦ % માર્કસ મળ્યાં હતાં. આ બધુ બાપુરાયાનાં કૃપા-આર્શીવાદથી જ શક્ય બન્યું હતું.
અમૃતા કોલેજનાં તૃતીય વર્ષમાં હતી ત્યારે વૈશ્ર્વિક મંદીની અસર વર્તાતી હતી, તેથી કોલેજમાં કંપનીનુમ કેમ્પસ સિલેકશન થવુ નિશ્ર્ચિત્ત નહોતું. પરંતુ ડિસેમ્બર ૨૦૦૯માં સમાચાર મળ્યાં કે ટીસીએસ કંપનીનું કોલેજમાં કેમ્પસ સિલેકશન થવાનું છે. અમૃતા આ માટેની આવશ્યક પરીક્ષામાં ઉતીર્ણ થઈ હતી અને તેનું નામ કંપનીમાં મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ તે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપતી હતી.
ત્યારબાદ પંદર - વીસ દિવસ પછી કંપનીનાં પ્રતિનિધી ૧૩ ડિસેમ્બરનાં દિવસે કેમ્પસ સિલેક્ષન માટે કોલેજ આવવાનાં હતાં, તેથી અમૃતા ધ્યાનપૂર્વક સમગ્ર તૈયારી કરતી હતી. અમૃતા પહેલી પરીક્ષામાં પાસ થઈ ગઈ હતી, આ સમયે અમે બધા મનોમન બાપુને પ્રણામ કરતા હતાં.
ત્યારબાદ ૨૪ ડિસેમ્બરનાં દિવસે તેનું ઇન્ટરવ્યુ હતું, પરંતુ આ સમયે વધારે વિદ્યાર્થીઓ હોવાથી તેનો નંબર આવ્યો નહોતો. તેથી બીજા દિવસ્સે તે પુન: બાપુની ઉદી લગાવીને અને ફોટો સાથે લઈને કોલેજ ગઈ હતી. આ સમયે હું પણ બાપુને મન:પૂર્વક પ્રાર્થના કરતી હતી કે તમને જે ઉચિત લાગે
તે કરજો. અમૃતા સાંજે સમયસર ઘરે આવી નહોતી, તેથી મારા પતિએ તેને ફોન કર્યો હતો, ત્યારે અમને ખબર પડી કે તેનાં ત્રણમાંથી બે રાઉન્ડ ક્લીયર થઈ ગયા છે અને હવે માત્ર પર્સનલ ઇન્ટરવ્યુ જ બાકી છે, તેથી ઘરે આવતા તેને મોડુ થશે. ત્યારબાદ અમે બહાર ગયા હતાં ત્યારે અમૃતાની મનપસંદ ચોકલેટ લાવ્યાં હતાં. ઘરે આવીને અમે બાપુને ચોકલેટ અર્પણ કરતા હતાં એટલામાં જ અમૃતાનો ફોન આવ્યો અને તેણે અમને કહ્યું કે ટીસીએસ કંપનીમાં તેનું સિલેકશન થઈ ગયુ છે.
આ સમયે વિશેષ વાત એવી બની હતી કે પહેલા દિવસે ઇન્ટરવ્યુ લેનાર ટીમ ખૂબ જ સખત હતી અને આ ટીમ બીજા દિવસે આવી નહોતી. બીજા દિવસે ઇન્ટરવ્યુ લેવા માટે આવનાર ટીમ ખૂબ જ સારી હતી. ખરેખર આ કાર્ય માત્ર બાપુ જ કરી શકે એમ છે.અમૃતાની કેમ્પસ સિલેકશન વાત સાંભળીને અમે બધા અતિશય ખુશ થઈ ગયા અને અને અમે બાપુ સમક્ષ ઉભા રહીને મનોમન આભાર માનતા અમારી
આંખ ભરાઈ આવી હતી. આપણે જ્યારે સદ્ગુરુચરણોમાં વિશ્ર્વાસ રાખીએ છીએ, ત્યારે ‘એ’ આપણાં માટે શું કરે છે, આ વાતની અમને અદ્ભૂત અનુભૂતિ થઈ છે. આપણે જ્યારે આપણી ક્ષમતા અનુસાર સદ્ગુરુનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક સેવાભક્તિ કરીએ છીએ, ત્યારે ‘એ’ નવવિધાભક્તિમાં આપણી રુચિ વધારતા રહે છે અને આપની મનોકામના પૂર્ણ કરે છે.
અમૃતાએ એન્જીનિયરીંગના ચાર વર્ષ દરમ્યાન ૮ રામનામની નોટ લખી હતી, બે ગોદડી બનાવી હતી અને સમયની અનુકૂળતા અનુસાર ચરખો પણ ચલાવતી હતી. તેનાં આ અલ્પ પ્રયાસથી પણ બાપુએ તેને મોટી સફળતા અપાવી હતી.
ત્યારબાદ અમૃતાને કંપનીમાંથી કોલલેટર મળ્યાં બાદ તે કંપનીમાં કાર્યરત પણ થઈ છે. પરમ પૂજ્ય બાપુ, નંદાઈ, દાદાની કૃપા આવી રીતે બધા ભક્તો રહે અને અમને આ પરમાત્માત્રયીનાં ચરણોની સેવાભક્તિ કરવાનાં અવસર પ્રાપ્ત થતાં રહે એ માટે સદ્ગુરુચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ખરેખર સત્ય વાત છે - ‘આપણાં બાપુ ધીરે ધીરે આપણાં માટે બધુ સારુ કરીરહ્યાં છે’
|| હરિ ૐ ||