|| હરિ ૐ ||
સદ્ગુરુની શીખવવાની પદ્ધતિ સૌથી અલગ અને અનોખી હોય છે. એકવાર ભક્ત સદ્ગુરુને પોતાના માની લે છે, ત્યારબાદ તેનાં નિર્વાહનું ધ્યાન સદ્ગુરુ જ રાખે છે અને ભક્તથી ઓછામાં ઓછી ભૂલ ધ્યાન થાય તેનું પણ ધ્યાન રાખે છે. આમ છતાં મોહનાં કારણે ભક્તથી કોઇ ભૂલ થાય તો પણ તેની અસર તેને થવા દેતા નથી અને ભક્તનાં જીવનમાં સદ્ગુરુનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોવાથી તેનો ઉદ્ધાર થાય છે.
જીવનમાં પાછળ ફરીને જોઇએ ત્યારે સમજાય છે કે જીવનનો કપરો માર્ગ સદ્ગુરુકૃપાથી સહજ સુંદર બની ગયો છે. આ સાથે યાદ આવે છે એવી ઘણી ઘટનાઓ, જ્યારે સદ્ગુરુકૃપાથી જ બચી ગયા હોઇએ છીએ. આવી આકસ્મિક ઘટના યાદ આવતાં આંખો ભરાઈ આવે છે.
બાપુજી મુંબઈમાં હતાં, ઘટના ધૂળેમાં બની હતી. મારા બેજવાબદારીભર્યા વર્તનનાં કારણે જે નુકશાનનો ભોગ બનવાનો હતો, તે સહજતાથી ટળી ગયો હતો. આ વાત માત્ર કૃપાળુ સદ્ગુરુતત્ત્વની ભક્તરક્ષક વ્યવસ્થાનાં કારણે જ શક્ય બને છે.
ધૂળેમાં ૨૪ મે ૨૦૦૬નાં દિવસે મારા ભાણેજનાં લગ્ન હતાં. લગ્ન માટે આવશ્યક સાડીઓ અને ઘરેણાં સાથે લઈ જવાનાં હતાં. બરાબર આ જ સમયે મારા દીકરાની તબિયત બગડતાં હું એકલી જ લગ્નમાં ગઈ હતી.
ધૂળેમાં અગ્રવાલ હોલમાં આ લગ્ન સમારંભ હતો. ત્રણ માળનાં એ.સી. હોલમાં મને અને મારી બહેનનાં પરિવારને બીજા માળે છેવટનો રુમ આપવામાં આવ્યો હતો અને આ રુમમાં બાલ્કની ટેરેસ હતી. મુખ્ય લગ્ન સમારંભ પહેલા માળે હતો. અહીં રુમમાં લોક નહોતાં અને આ માટે વ્યવસ્થા પણ કરી શક્યા નહોતાં. તેથી અમે દરવાજાની બહારનો આંકડો બંધ કરીને લગ્નમાં સહભાગી થવા માટે ગયા હતાં.
થોડા સમયમાં પવિત્ર વિધીઓ સંપન્ન થઈ હતી. હું લગ્નમાં સિલ્કની સાડી સાથે આર્ટિફિશિઅલ ઘરેણાં પહેરીને નીચે આવી હતી કારણ કે સોનાના દાગીના સાડી સાથે મેચ થતાં નહોતાં. આ સમયે મારી પાસે સોનાની બંગડી, મંગળસૂત્ર, ચેઇન, મોતીનો સેટ વગેરે બધુ મળીને આશરે ૧૦-૧૨ તોલા સોનુ હતું અને આ બધુ સોનું એક પાઉચમાં મૂકયું હતું અને આ પાઉચ બેગમાં મૂકીને નીચે આવી હતી. અમે બધા લગ્ન સમારંભમાં ગપશપ કરતા બેસી રહ્યાં હતાં અને એટલામાં અમારા પરિવારજનને બે અજાણ્યાં યુવાનોને મારપીટ કરતા જોયાં હતાં. આ યુવાનો કહેતા હતાં કે ‘અમે ચોરી કરી નથી, પોલીસને બોલવશો નહિં.’ ત્યારબાદ અમે જમવા માટે હોલમાં ગયા હતાં.
ત્યારબાદ અમે બધા રુમ તરફ જતાં હતાં, ત્યારે અમારા સબંધીઓ રુમની બહાર એકત્ર થયેલાં જોવા મળ્યાં હતાં. મને જોઇને તેમણે કહ્યું કે આજે તમારે પાર્ટી આપવીપડશે, કારણ કે આજે તમારા માટે રડવાનો દિવસ હતો પરંતુ એવુ કશુંય બન્યું જ નથી. થોડીવાર પછી તેમણે મને સંપૂર્ણ વાત કરી હતી. વાત એમ બની હતી કે મારી બેગ ખુલ્લી હતી અને ઉપર જ સોનાનાં દાગીનાનું પાઉચ પડ્યું હતું.
લગ્નની વિધી સંપન્ન થઈ ગયા પછી મારી બહેન અમારી માતાજીને આરામ મળે એ હેતુસર ઉપર રુમમાં લઈને આવી હતી અને તેમનાં ચાલવાનો અવાજ સાંભળીને રુમની બહાર ઉભો રહેલો યુવાન અંદર બીજા યુવાનને સાવધાન કરી રહ્યો હતો. આ દૃશ્ય જોઇને મારી બહેને તેમને પકડી પાડ્યાં હતાં અને તેમની સંપૂર્ણ તપાસ પણ કરી હતી. આ યુવાને મારી કપડાની બેગ ખોલી હતી. આવા સમયે મારી બહેન સમયસર પહોંચી ના હોત તો તેમનાં હાથમાં મારા સોનાના દાગીનાનું પાઉચ આવી જવાની સંપૂર્ણ શક્યતા હતી.
માત્ર ક્ષણવારમાં જ બાપુરાયાએ તેમનું ચક્ર એવી રીતે ફેરવ્યું હતું કે હું મહાનુકશાનનો ભોગ બનતા બચી ગઈ હતી. હકીકતમાં સમગ્ર પરિથિતીમાં મારી જ સંપૂર્ણ ભૂલ હતી અને મારુ આવુ બેજવાબદારીભર્યું વર્તન હોવા છતાં બાપુરાયાનાં અકારણ કારુણ્યનાં કારણે મારુ નુકશાન થયું નહોતું.
આપણે નાની મોટી ભૂલો કરતા રહીએ છીએ અને મોહમાં ફસાતા રહીએ છીએ. આવી રીતે જ્યારે પાણી માથા ઉપરથી વહેતુ થાય છે ત્યારે બાપુને યાદ કરીએ છીએ. આમ છતાં બાપુ આપણને સહાયતા કરતા જ રહે છે. બાપુએ મને નુકશાનમાંથી તો બચાવી જ છે પરંતુ આ સાથે મારા પિયરમાંથી ચોરી થયાનાં મહેણાં સાંભળવામાંથી પણ બચાવી છે. આ ઘટના યાદ આવે છે ત્યારે મનમાં આ જ ભાવ ઉદ્ભવે છે, અનિરુદ્ધા હું તારી કેટલી બધી ઋણી છું.
શ્રીસાંઇસચ્ચરિત્રમાં એક વાત સમજાવવામાં આવી છે કે ગુરુમાય અચિંત્યદાની છે. બાપુએ આ ઘટના દ્વારા મને મારી ભૂલ સમજાવતા પરમાર્થનું એક પાયદાન વધારે ઉપર ચઢાવી છે. અહીં મને બાપુનું વચન યાદ આવે છે - ‘હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં.’
|| હરિ ૐ ||