|| હરિ ૐ ||
સામાન્ય રીતે બધા લોકો પોતાનાં ઉદ્ધાર માટે પ્રાર્થના કરતા રહે છે, પરંતુ જ્યારે અન્ય બીજાંનાં દુ:ખનિવારણ માટે પ્રાર્થના કરીએ છીએ અને તે સફળ થાય છે ત્યારે મળતી ખુશી કંઇક અલગ જ હોય છે. પરમ પૂજ્ય બાપુ પણ આપણને આ વાત સમજાવે છે, તેથી આજે બધા બાપુભક્તો એકબીજાની સહાયતા કરવા માટે તથા સંક્ટમુક્તિ માટે ભગંવતને પ્રાર્થના કરવા માટે ક્યારેય પીછેહઠ કરતા નથી. અહીં દર્શાવેલ અનુભવ પણ આ વાતની સાક્ષી પૂરાવે છે.
૩-૧૦-૨૦૧૦નાં દિવસે અમારા ઘરે ગોરેગાંવ રહેતાં મારા માસીનો ફોન આવ્યો હતો અને તેમણે અમને કહ્યું કે તેમનાં પતિને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે તથા તેમને વેન્ટિલેટર પર રાખ્યાં છે. આ સમાચાર સમયે હું ઘરે નહોતો, તેથી હું ઘરે પહોંચ્યો ત્યારે મારી પત્નીએ મને આ સમાચાર આપ્યાં હતાં. પરિણામે અમે જમીને તરત હોસ્પિટલ જવા માટે નીકળ્યાં હતાં. અમે ઘરેથી અમારી સાથે સંસ્થાની ઉદી તથા બાપુનાં હસ્તસ્પર્શ કરેલું લોકેટ પણ સાથે લઈ ગયાં હતાં. હોસ્પિટલમાં બધા લોકો ચિંતાતુર બેઠાં હતાં.
મને મારા માસીની ચિંતા થતી હતી, કારણ કે તેમનાં બાળકો ઘણાં નાના હતાં. હું મનોમન વિચાર કરતો હતો કે માસાને કંઇક થશે તો બાળકોનું શું થશે? મેં મારી માસીની દીકરીને સંસ્થાની ઉદી તથા લોકેટ પણ આપ્યું હતું. તેણે તરત જ તેનાં પિતાજીને ઉદી લગાવી હતી. માસા વેન્ટિલેટર પર હોવાથી બધા ગભરાયેલાં હતાં. આ સમયે હું મનોમન બાપુરાયાને પ્રાર્થના કરતો હતો કે મારા માસાને ઝડપથી સારુ કરી દો અને તેમને હોસ્પિટલમાં પણ વધારે સમય સુધી રહેવું ના પડે.
હું નિયમિત સ્વરુપે ફોન કરીને તેમનાં ખબરઅંતર પૂછતો રહેતો હતો. ત્યારબાદ મને સમાચાર મળ્યાં કે તેમની એન્જીઓપ્લાસ્ટિ કરવામાં આવી છે તથા તેમની તબિયતમાં પણ ઘણો સુધારો થયો છે. થોડા સમય પછી તેમને ડિસ્ચાર્જ મળતાં ઘરે પણ સહીસલામતપૂર્વક આવી ગયા હતાં.
આ વાત સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ હતી. કારણ કે બાપુરાયાએ મારા જેવાં સામાન્ય ભક્તની પ્રાર્થના સાંભળીને તરત દોડતા આવ્યાં હતાં તથા વેન્ટિલેટર પર મૃત્યુ સાથે ઝઝૂમતા મારા માસાને મોતનાં મુખમાંથી બહાર ઉગાર્યા હતાં.
બાપુરાયા, ખરેખર તમારી લીલા અપંરપાર જ છે ! અમને હંમેશા તમારી શરણમાં જ રાખજો.
|| હરિ ૐ ||