|| હરિ ૐ ||
પરમ પૂજ્ય બાપુનાં સાંનિધ્યમાં આવ્યાં બાદ ખરેખર આપણો પુર્નજન્મ જ થાય છે. ખરેખર એકવાર બાપુનાં સાંનિધ્યમાં આવ્યાં પછી આપણને એક વિશિષ્ટ પ્રકારની નિશ્ર્ચિંતતાના અનુભવે ચોક્કસ થાય જ છે.
આપણાં બાપુએ આપણને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં કોઇ પણ પ્રકારની કસર છોડી નથી. આવા સુરક્ષા કવચ પૈકી એક સુંદર સાધન છે ત્રિપુરારી પેન્ડલ ! હકીકતમાં ત્રિપુરારી પેન્ડલ માત્ર ગળામાં પહેરવાનું માત્ર પેન્ડલ જ નથી, પરંત ુ સાક્ષાત ‘ત્રિવિક્રમ’ બાપુ જ છે. આ અંતર્ગત એક શ્રદ્ધાવાન ભક્તને થયેલાં અનુભવની અહીં રજૂઆત કરતા મને ખૂબ જ આનંદ થાય છે.
મારુ નામ ભાવના પટેલ છે અને હું સુરત જીલ્લાનાં ઇચ્છાપોર ગામમાં રહું છું. અમારા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી પરમ પૂજ્ય બાપુની સામૂહિક ઉપાસના થાય છે અને તેમાં ઘણાં ઉપાસકો નિયમિત સ્વરુપે સહભાગી થાય છે. આ માધ્યમથી અમારા ગામમાં ઘણાં બધાં લોકો પરમ પૂજ્ય બાપુનાં સાંનિધ્યમાં આવ્યાં છે, પરિણામ સ્વરુપે તેમનાં જીવનમાં અનમોલ પરિવર્તન પણ આવ્યું છે. આ વાતનો અમે પણ સ્વંય અનુભવ કર્યો છે. અમારા ઘરે કામ કરવા માટે એક બહેન આવે છે. અમે ઘણીવાર તેમની સાથે પરમ પૂજ્ય બાપુ વિષે વાતો કરતા રહેતાં હતાં.એક દિવસ બાપુ વિષેની વાતો સાંભળતા સાંભળતાં જ તેણે તેનાં મનની મૂંઝવણ વિષે મારી સાથે કરી હતી. તેણે મને કહ્યું કે તેને ઘણાં સમયથી રાત્રે ઉંઘ આવતી નથી અને મનમાં ને મનમાં કોઇક અજ્ઞાત ડરની અનુભૂતિ થાય છે. તેથી તેનું મન પણ શાંત રહેતું નહોતું .તેની વાત સાંભળીને મેં તેને પરમ પૂજ્ય બાપુ વિષે થોડી વધારે વાત કરી અને ત્રિપુરારી પેન્ડલનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. બાપુની કૃપાથી તેનાં મનમાં આ પેન્ડલનો મહિમા વસી ગયો હતો અને તેણે પણ આ ત્રિપુરારી પેન્ડલ પહેરી લીધું હતું. ત્યારબાદ બીજા દિવસે સવારે તેણે ઘરે આવીને તરત જ મને કહ્યું કે ‘ભાભી, મને ગઈકાલે રાત્રે ઘણાં સમય પછી ખૂબ જ શાંતિથી સારી એવી ઉંઘ આવી હતી અને મારા મનમાંથી ડર પણ ભાગી ગયો છે. હવે મને ડર પણ લાગતો નથી. હવે તેને આ પેન્ડલ સાથે એક વિશેષ આત્મીયતા જ બંધાઈ ગઈ હતી.
ત્યારબાદ થોડા સમય પછી આ બહેનનાં પતિની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ ગઈ હતી. તેમની સારવાર માટે રાત્રે જ તેમને હોસ્પિટલ લઈ ગયાં હતાં. અહીં ડોક્ટરે તેમની તપાસ કરીને કહ્યું કે તેમને તાત્કાલીક એડમિટ કરવા જ પડશે. ડોક્ટરની વાત સાંભળીને તે ગભરાઈ ગઈ હતી, કારણ કે આવી કપરી પરિસ્થિતીમાં તેની પતિની સારવાર કરાવવા માટે તેની પાસે પૂરતા પૈસા નહોતાં. પરિણામે તેણે ડોક્ટરને કહ્યું કે અમે એડમિટ થવા માટે આવતીકાલે આવીશું, હમણાં તમે અમને માત્ર દવા આપો. ત્યારબાદ દવા લઈને તેઓ ઘરે આવ્યાં હતાં. ઘરે આવીને તેનાં પતિને દવા આપી હતી અને આ સમયે તેનાં મનમાં શું થયું કે તેણે પોતાનાં ગળામાં પહેરેલું લોકેટ કાઢીને તરત જ તેનાં પતિને પહેરાવી દીધું. હકીકતમાં આવી સદ્બુદ્ધિ માત્ર બાપુ જ આપી શકે છે. ત્યારબાદ ખરેખર આશ્ર્ચર્ય થાય એવી જ વાત બની હતી. તેનાં પતિની તબિયત એટલી બધી ખરાબ હતી કે બીજા દિવસે તેને હોસ્પિટલમાં એડમિટ કરવાનાં હતાં, પરંતુ અહીં આ ભાઈ સવારે ઉઠ્યાં ત્યારે તેમની સ્થિતી બિલકુલ સામાન્ય હતી અને તેઓ સવારનાં નિત્યક્રમ પૂર્ણ કરીને પોતાનાં કામ પર જવાં માટે નીકળી પણ ગયાં હતાં. માત્ર એક રાત્રિમાં તેમની તબિયત બિલકુલ સારી થઈ ગઈ હતી અને ત્યારબાદ તેમને દવાની પણ આવશ્યક્તા રહી નહોતી. બાપુનાં કૃપા આર્શીવાદથી જ આ બહેન હોસ્પિટલનાં મોટા ખર્ચામાંથી બચી ગયા હતાં અને તેમનાં પતિને પણ વધારે પીડા ભોગવવી પડી નહોતી.
ખરેખર આવી લીલા માત્ર આપણાં બાપુ જ કરી શકે છે. બાપુરાયાની આવી અવનવી લીલાથી જ આપણું ન તેમનાં તરફ વધારે અને વધારે આકર્ષિત થતું રહે છે અને આવી જ રીતે આપણે તેમની સાથે દૃઢતાપૂર્વક બંધાતા જઈએ છીએ.
પરમ પૂજ્ય બાપુનાં ચરણોમાં અમારા કોટિ કોટિ વંદન !
|| હરિ ૐ ||