|| હરિ ૐ ||
વર્ષ ૨૦૦૨ની આ વાત છે. ઓક્ટોબર મહિનામાં મારા પતિને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યાં હતાં. આ સમયે અમને ઘણો મોટો ધક્કો વાગ્યો હતો. હવે શું કરવુ તે કંઇ સમજાતુ નહોતું.
આવા સમયે જ મનુષ્ય પરમેશ્ર્વરની શરણમાં આવે છે. સૌભાગ્યવશ આ ઘટના બનવાના થોડા સમય પહેલાં જ અમને બાપુ વિષે માહિતી મળી હતી. અમે બે ત્રણ વાર બાપુની ઉપાસનામાં ગયા પણ હતાં.
આ ઘટના બન્યાં પછી અમે મુંબઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ હું એકલી મુંબઈ જઈ શકુ એમ નહોતી અને મારા પતિને અહીં રહેવુ આવશ્યક હતું. તેથી મેં મારા પિયર રત્નાગિરી જવાનું નક્કી કર્યું હતું. પરંતુ મારા સાસુમાએ મારી આવી મનસ્થિતીમાં મને એકલા જવા માટે ના પાડી હતી અને તેઓ પણ મારી સાથે આવ્યાં હતાં. અમે રત્નાગિરી થઈને મારા માસી - મામી સાથે મુંબઈ આવ્યાં હતાં. અમે સૌપ્રથમ સાંઇનિવાસ ગયા હતાં. અહીં અમે આપ્પાસાહેબને મળ્યાં હતાં. તેમણે અમારી સાથે આત્મીયતાપૂર્વક વાત કરી હતી અને અમને જૂઇનગર જવા માટે સલાહ આપી હતી. ત્યારબાદ અમે સાંઇનિવાસમાં ધ્યાનમૂર્તિનાં દર્શન કર્યા હતાં. અહીં અમારુ મન ખૂબ જ શાંત અને પ્રસન્ન થઈ ગયુ હતું. અમે સાંઇનિવાસથી જ જૂઇનગર જવા માટે નીકળ્યાં હતાં.
તે દિવસે ગુરુવાર હોવાથી જૂઇનગર દર્શન કરીને અમે પ્રવચન સ્થળે આવ્યાં હતાં.અહીં બધા કાર્યકર્તાઓ પોતપોતાના કાર્યમાં લીન હતાં અને સમગ્ર ં જનસમુદાય બાપુજીની રાહ જોતાં હતાં. આ સમયે અમે શ્રીગૌરાંગસિંહને મળ્યાં હતાં. તેમણે અમારી આગળ બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. અહીં અમને બાપુનાં સુખદ દર્શન થયાં હતાં.બાપુનું પ્રવચન સાંભળતા જ અમને એવુ લાગ્યું કે અમે અમારા સંકટમાંથી સરળતાથી બહાર નીકળી જઈશું. અમે બંગલૂર પરત આવીને નિયમિત ઉપાસનામાં જતાં હતાં. મુંબઈથી પાછા ઘરે આવ્યા પછી અમારુ દુર્ભાગ્ય ક્યાં ભાગી ગયુ તેની અમને ખબર પણ પડી નહોતી.હકીકતમાં આ સંકટ અમારા માટે વરદાન બન્યું હતું. કારણ કે નોકરીમાંથી છૂટા થયા પછી મારા પતિએ પોતાના વ્યવસાયની શરુઆત કરી હતી. બાપુનાં કૃપા આર્શીવાદથી સારા દિવસ પુન: આવ્યાં હતાં.
આ બધુ માત્ર બાપુનાં આર્શીવાદથી જ શક્ય બન્યું છે અને તેમનાં આર્શીવાદની સતત પ્રાપ્તિ થતી રહે એવી બાપુનાં ચરણોમાં મન:પૂર્વક પ્રાર્થના કરુ છું.
|| હરિ ૐ ||