|| હરિ ૐ ||
‘અનિરુદ્ધ હમારા બડા દયાલુ,
કરે આધી વ્યાધીયોંકા નિર્મૂલન
પ્રેમ સે કરે પ્રતિપાલન વહ મદદગાર સભી કા’ અમે બારેક વર્ષોથી બાપુનાં સત્સંગમાં છીએ.આ સમય બાપુનાં ચરણોમાં કેવી રીતે સમર્પિત અને વ્યતીત થઈ ગયો તેની ખબર જ ના પડી. આ સમય દરમ્યાન અમને પ્રતિક્ષણ બાપુનાં અનુભવ થયાં છે.અહીં હું ફેબ્રુઆરી ૨૦૧૦માં મારા પિતાજીની બિમારી સમયે થયેલાં અનુભવનું વર્ણન કરુ છું.આ અનુભવ દ્વારા આપણને સમજાય છે કે બાપુ હંમેશા આપણી સાથે રહે છે.
મારા પિતાજી શ્રીઉત્તમસિંહ શંકર સાબળે કુર્લા ઉપાસના કેન્દ્રમાં પ્રમુખસેવક છે. તેમને ડાબા ગાલમાં અંદરની બાજુએ જડબામાં નાની ગાંઠ થઈ હતી. થોડા સમયમાં આ ગાંઠ મોટી થઈ ગઈ હોવાથી એર ઇન્ડિયાનાં ડોક્ટર શ્રીમચવેલ પાસે ગયા હતાં. તેમણે નાણાવટી હોસ્પિટલમાં આ અંતર્ગત બધા ટેસ્ટ કરાવવા માટે સલાહ આપી હતી અને આ ટેસ્ટનાં રિપોર્ટ અનુસાર ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું.
પરંતુ આ સમય દરમ્યાન તેમનું બ્લડપ્રેશર ઘણુ વધી ગયુ હોવાથી ઓપરેશનની તારીખ લંબાવી હતી.ત્યારબાદ ૯ ફેબ્રુઆરીનાં દિવસે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન માટે તેમને સવારે દશ વાગ્યે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતાં અને સાંજે છ વાગ્યે બહાર લાવ્યાં હતાં. આ સમયે અમે રામરક્ષા સ્તોત્ર, આદિમાતા સ્તવન, ઘોરકસ્ટોધરણ સ્તોત્રનું પઠણ કરતા હતાં. ઓપરેશન પૂર્ણ થયાં પછી ડોક્ટરે કહ્યું કે બધુ બરાબર છે.
‘હરજગહ હમે બાપૂ કા આધાર
નહીં હારેંગે સંકટ મેં
પ્રારબ્ધનુસાર આગેચાહે જો ભી હો
હમારે અનજાને હી કરતા હૈ
પાલન, પાલનહાર.’
આ પંક્તિઓ અનુસાર પરમ પૂજ્ય બાપુએ અમને ખૂબ જ આધાર આપ્યો હતો.ઓપરેશન કર્યા પછી પિતાજીને આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યાં હતાં અને ૪૮ કલાક પછી તેઓ ભાનમાં આવશે એવુ અમને કહેવામાં આવ્યું હતું. પરંતુ સદ્ગુરુ બાપુની કૃપાથી બીજા દિવસે સવારે ચાર વાગ્યે જ તેઓ ભાનમાં આવી ગયા હતાં. ત્યારબાદ ધીરે ધીરે તેમની તબિયતમાં પણ સુધારો થયો હતો. આ સમય દરમ્યાન હું પરમ પૂજ્ય સુચિતદાદાને મળવા માટે ક્લિનિક્માં ગઈ હતી અને દાદાએ અમારી ખૂબ જ ધીરજ બંધાવી હતી તથા ત્રણ વાર હનુમાનચલીસા અને બે વાર અનિરુદ્ધચલીસાનું પઠણ કરવા માટે કહ્યું હતું. દાદાએ અમને હિંમત આપતા કહ્યું હતું કે ‘ચિંતા કરવા જેવુ કશુંય નથી, બધુ સારુ થઈ જશે.’ અમે તરત જ પઠણ કરવાની શરુઆત કરી હતી. ત્યારબાદ ડોક્ટરે ૧૫ ફેબ્રુઆરીનાં દિવસે તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં અને ૨૦ ફેબ્રુઆરીનાં દિવસે એક વિચિત્ર ઘટના બની હતી. તેમને અડધી રાત્રે ટોયલેટ જવુ હતું. આ સમયે મારો ભાઈ તેમની સાથે હતો. પરંતુ તેમણે મારા ભાઈને ઉઠાડ્યા વગર રાત્રે અઢી વાગ્યે સ્વંય જ ટોયલેટ જવા માટે ઉભા થયા હતાં. આ સમયે બંને તરફ ખુલતો દરવાજો ખુલ્લો હતો. તેઓ અંદર ગયા હતાં અને બહાર આવતા સમયે દરવાજાને ધક્કો મારવા છતાં ખુલતો નહોતો અને તેને બહારથી કોઇ ધક્કો મારી રહ્યું હતું. આ સમય દરમ્યાન તેમને એવુ લાગ્યું કે બહાર કોઇ મહિલા છે અને તે દરવાજાને ધક્કો મારે છે. ઓપરેશનના કારણે તેઓ ખૂબ જ અશક્ત થઈ ગયા હતાં અને તેમને થાક પણ લાગતો હતો. આ સમયે તેમણે ‘બાપુ દોડો’ એવી બૂમ પાડી હતી. એટલામાં દરવાજો બહારની તરફ ખુલી ગયો હતો અને બહાર આવીને જોયું તો કોઇ જ નહોતું. અમને ખબર પડી ગઈ હતી કે આ કોઇ ખરાબ શક્તિનો પ્રભાવ હતો.
આ ઘટના પછી પિતાજીની તકલીફ પણ વધી ગઈ હતી. પરિણામે અમે બધા ગભરાઇ ગયા હતાં. અમે તેમને સંસ્થાની ઉદી લગાવી હતી. આ સમયે તેમને લોહીની બોટલ પણ ચઢાવવામાં આવી હતી. થોડા સમય પછી તેમને સારુ લાગ્યું હતું. ખરેખર ઉદીથી બધા સંકટનો નાશ થાય છે.
‘ઉદી કરને સે સેવન
આધી વ્યાધીયોં કા હોતા નિરસન
ઇસ ઉદી કી મહિમા અપરંપાર
વિવેકપૂર્ણ વૈરાગ્ય’
આવી રીતે સદ્ગુરુ બાપુએ સર્વ સંકટમાંથી બહાર ઉગારીને મારા પિતાજીને નવજીવનની ભેટ ધરી છે. આ સમય દરમ્યાન બાપુએ જ અમને આધાર આપ્યો હતો.
બાપુ ! અમારુ જીવન તમારા ચરણોમાં અપર્ણ કરતા તમારી સેવા ભક્તિ કરીએ એ માટે પ્રાર્થના કરીએ છીએ.
|| હરિ ૐ ||