|| હરિ ૐ ||
‘ફુલ સ્પીડમાં ચાલતો પંખો અચાનક તૂટીને નીચે પડે છે પરંતુ...’
‘ભીડ ભર્યા વિસ્તારમાં પાર્કીગ કરેલા બાઇકમાં જ ચાવી રહી ગઈ હતી પરંતુ...’
આ ‘પરંતુ’ જ શ્રદ્ધાવાનોનાં જીવનમાં સતત કાર્યરત રહે છે...માત્ર શ્રદ્ધાહીનોનાં મનમાં સતત ઉદ્ભવતા કુતર્કો સ્વરુપે જ નહિં, પરંતુ શ્રદ્ધાવાનોને પણ મુશ્કેલીઓમાંથી બચાવવા માટે અભેદ્ય બંધની જેમ સતત કાર્યરત રહે છે, તેમનું રક્ષણ કરે છે. ઉપરોક્ત વાક્યમાં આ ‘પરંતુ’ એકવાર સદ્ગુરુનાં ચરણોમાં સ્થિર થતાં ક્યારેય વિભક્ત નહિં થવાની પ્રતિજ્ઞા કરે છે, તેને સદ્ગુરુએ આપેલો પ્રતિસાદ હોય છે.
કોઇ પણ પૂર્વજન્મમાં સદ્ગુરુ તત્વનાં કોઇ પણ સ્વરુપની મન:પૂર્વક ભક્તિ કરનાર ભક્ત જો આ જન્મમાં ખોટી કલ્પનાઓનાં કારણે સદ્ગુરુ તત્વનાં સગુણ સાકાર રુપથી દૂર રહેતો હોય તો પણ સદ્ગુરુ તત્વ તેને ખેંચીને પોતાની પાસે લાવે જ છે અને પુન: એકવાર તેનો માર્ગ પ્રશસ્ત કરે છે. શ્રી સાંઇસચ્ચરિત્રનાં બારમા અધ્યાયનાં ‘પ્રત્યક્ષ’ દર્શિત વિવેચન વાંચ્યા પછી મને થયેલાં અનુભવનું વર્ણન કરવાનો મેં નિશ્ર્ચય કર્યો હતો.
મારી પત્ની અને તેની ચારેય બહેનોને બાપુ વિષે જાણ થતાં તે સમયથી જ પૂના સ્થિત ઉપાસના કેન્દ્રમાં સહભાગી થાય છે. હું સૌથી છેવટે સહભાગી થયો હતો.
હકીકતમાં હું અનાયસતાથી સદ્ગુરુ સ્વરુપની ભક્તિ પહેલેથી કરતો હતો. હું શાળાકીય દિવસોમાં દર ગુરુવારે શ્રીસાંઇબાબાની આરતી કરતો હતો. પરંતુ કોઇક કારણસર આ આરતીક્રમ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ હું યોગાનુયોગ નાથપંથીય સદ્ગુરુનાં સત્સંગમાં આવ્યો હતો.
આ સમય દરમ્યાન મારી પત્ની દર શનિવારે પૂના સ્થિત મોર્ડન હાઈસ્કૂલમાં સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ ઉપાસનમાં સહભાગી થતી હતી. હું તેને મૂકવા માટે જતો હતો, પરંતુ ઉપાસનામાં સહભાગી થતો નહોતો. થોડા સમય પછી નાથપંથીય સદ્ગુરુનું નિઘન થયુ હતું. ત્યારબાદ થોડા દિવસો પછી હું મુંબઈ સ્થિત દહીંસરમાં રહેતી મારી ભત્રીજીનાં ઘરે ગયો હતો અને અહીં મને જાણવા મળ્યું કે તેમણે ‘સટવાઈ’ની પૂજા કરી હતી. મેં તેમને આ વિષે પૂછ્યું ત્યારે તેમણે મને માત્ર એટલું જ કહ્યું કે આ પૂજા બધા કરતા આવ્યા છે, એટલે તેમણે પણ કરી હતી, અને તેમને અનુસરતા મે પણ કરી હતી. પરંતુ આ વિષે મને કોઇ માહિતી મળી નહોતી.
હું મારા ઘંધાર્થે અવરનવર પૂના - મંબઈનાં આટાફેરા મારતો હતો. આ સમયે મારી પત્નીને દહીંસર મૂકીને હું મારા કામ અર્થે બહાર ગયો હતો અને સાંજે મારી પત્નીને લેવા માટે પુન: આવ્યો હતો. અમે સાંજે પાંચ વાગ્યાની આસપાસ દહીંસરથી નીકળ્યાં હતાં. તે દિવસે ગુરુવાર હતો, તેથી મારી પત્નીએ મને કહ્યું કે આપણે બાંદ્રામાં ઉપાસના કરીને જ પૂના જઈશું. તેથી અમે બાંદ્રા ગયા હતાં. આ સમયે અહીં ઘણી ગિરદી હતી, આમ છતાં અમને એક સ્ક્રીનની સામે જગ્યા મળતાં અમે બેસી ગયા હતાં. ઉપાસના પૂર્ણ થયા પછી સદ્ગુરુ બાપુએ ‘હરિ ૐ’ કહીને પ્રવચનની શરુઆત કરી હતી. આ સમયે મેં બાપુનાં પહેલીવાર જ દર્શન કર્યા હતાં. ‘સદ્ગુરુ’ શબ્દ સંભળાતા જ આંખની સામે ભગવા કપડાં, તિલક, માળા વગેરેનું ચિત્ર અંકિત થાય છે. પરંતુ અહીં આવા યુર્નિફોમનું નામોનિશાન નહોતું. બાપુએ તો આપણી જેમ શર્ટ પેન્ટ જ પહેર્યા હતાં અને પ્રવચનના શબ્દો પણ અઘરા લાગતા નહોતાં. મને એવુ જ લાગતુ હતુ કે સાદા શબ્દોમાં બાપુ મારી સાથે ગપશપ કરી રહ્યાં છે.
આ સમયે બાપુએ હરિ ૐ કહીને પહેલું વાક્ય બોલ્યાં હતાં, ‘આજે આપણે જે કુતર્ક જોઇશું તેનું નામ છે ‘સટવાઈ.’
બાપુનાં આ શબ્દો સાંભળીને હું દંગ જ રહી ગયો હતો. કારણ કે થોડા સમય પહેલાં જ આ વિષે મારા ભાઈ સાથે અનિત્તરિત ચર્ચા થઈ હતી. આ સમયે મારી પત્ની પણ મારી સામે જોતી હતી. ખરેખર બાપુ સાથેની પહેલી ભેટના દિવસે જ મને આ ઉપહાર મળ્યો હતો. આ સમયે મને મારા મનમાં ચાલતા દરેક તર્કકુતર્કનાં જવાબ બાપુ સમજાવતા હતાં. ત્યારબાદ હું પૂનામાં નિયમિત સ્વરુપે ઉપાસનામાં સહભાગી થવા લાગ્યો હતો અને મારા ખિસ્સામાં બાપુનો ફોટો તથા પેન પણ રાખતો હતો. હું ઘરની બહાર નીકળતા પહેલાં ઉદીસેવન પણ કરવા લાગ્યો હતો.
ત્યારબાદ થોડા સમય પછી મેં આપણી સંસ્થાના કૃપાસિંધુ કેલેન્ડરમાં ‘હનુમાનચલીસા’ પઠણ વિષે વાંચ્યું હતું. આ સમયે વટપૂર્ણિમાથી ગુરુપૂર્ણિમા સુધીનાં સમયગાળામાં એકદિવસ ૧૦૮ વાર હનુમાનચલીસા સ્તોત્રનું પઠણ કરવાનું હોય છે, તેથી ૧૦૮ વાર શક્ય હશે ત્યારે કરીશું એવુ વિચારતા હું દરરોજ પાંચ વાર હનુમાનચલીસાનું પઠણ કરતો હતો.
બાપુ પરિવારમાં આવ્યાં પછી મને બે સુંદર અનુભવ થયાં હતાં.
બાપુનાં કથનાનુસાર હનુમાનચલીસા સ્તોત્રનું પઠણ શરુ કર્યા બાદ ૧૫-૨૦ દિવસો પછી હું ઓફિસમાં જમવા બેઠો હતો ત્યારે સિલિંગ ફેન ચાલુ અવસ્થામાં જ નીચે પડ્યો હતો. આ સમયે અમે પાંચ જણાં બેસીને જમતા હતાં અને બધાના ડબ્બા નીચે પડી ગયા હતાં. આવી રીતે ચાલુ પંખો નીચે પડવા છતાં પણ અમને બિલકુલ વાગ્યું નહોતું. ખરેખર આ સમયે બાપુની પેન સ્વરુપનાં રક્ષક કવચથી જ અમારો અદ્ભૂત બચાવ થયો હતો.
ત્યારબાદ મને બીજો અનુભવ થયો હતો. હું સવારે પાર્કિંગ સ્થળે મારુ બાઈક પાર્ક કરીને અન્ય બીજા એક સહકારી સાથે તેની કારમાં ઓફિસ જતો હતો અને સાંજે પુન: બાઇક લઈને ઘરે જતો હતો તથા ઘણીવાર બાઇક પાર્કિંગમાં જ રાખતા કારમાં ઘરે જતો હતો. સામાન્ય રીતે ઓફિસ જવાનાં રસ્તા પર વધારે ટ્રાફિક રહે છે. એક દિવસ હું બાઇક પાર્ક કરીને ઉતાવળમાં ઓફિસ ગયો હતો. સાંજે પરત આવતા સમયે મને બાઇક્ની ચાવી મળતી નહોતી. ઘણીવાર સુધી શોધવા છતાં ચાવી મળી નહોતી, તેથી મારા પગ નીચેથી જમીન સરકવા લાગી હતી. કારણ કે ચાવી જો રસ્તામાં પડી ગઈ હશે તો કોઇના પણ હાથમાં આવવાની શક્યતા હતી અને જો બાઇકમાં જ ભૂલી ગયો હશે તો એ વિચારથી પણ ડર લાગતો હતો. હું મનોમન બાપુનું સ્મરણ કરતો હતો અને ભારે હૈયે બાઇક પાસે ગયો હતો. બાઇક પાસે આવતાં જ મને જોરદાર આંચકો લાગ્યો હતો. કારણ કે બાઇકની ચાવી બાઇકમાં રહી ગયેલી દેખાતી હતી.
આ દૃશ્ય જોઇને હું મન:પૂર્વક બાપુને યાદ કરતો હતો. આવી રીતે ભીડભર્યા રસ્તા પર કોઇની પણ નજર ચાવી પર પડી શકે એમ હતી. પરંતુ આ જ મારા સદ્ગુરુની અદ્ભૂત લીલા હતી.
આજે બાપુનાં ચરણોમાં એક જ પ્રાર્થના કરુ છું કે હવે મને તમારાથી ક્યારેય દૂર ના કરતાં. મને જન્મમાં અને આવનારા જન્મોમાં પણ તમારી જ છત્રછાયામાં રાખજો.
|| હરિ ૐ ||