|| હરિ ૐ ||
ચાલુ ટ્રેન સાથે ત્રીસેક ફૂટ સુધી એક વ્યક્તિનું ઘસડાવવુ અને ત્યારબાદ ટ્રેન - પ્લેટર્ફોમની વચ્ચે પડી જવુ...આ દૃશ્ય જોનારા આંખો બંધ કરીને વિચારે છે કે ખેલ ખતમ થઈ ગયો ! પરંતુ તેનો આર્તતાપૂર્વકનો સાદ જ તેને બચાવવા માટે પૂરતો હોય છે.
હું ૨૦૦૭થી પરમ પૂજ્ય બાપુજીનાં સાંનિધ્યમાં છું. આ અંતર્ગત મને અવનવા અનુભવો થયાં છે.૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦નાં દિવસે મને અવિસ્મરણીય અનુભવ થયો હતો. હકીકતમાં તે દિવસે મારો પુર્નજન્મ જ થયો છે. હું અને મારો મામાનો દીકરો નરેન્દ્ર ૨૭ ફેબ્રુઆરીએ દાદરથી અમરાવતી એકસપ્રેસમાં જવા માટે નીકળ્યાં હતાં. મારી અમરાવતીની અને નરેન્દ્રની અકોલાની ટિકીટ લીધી હતી. થોડીવાર પછી તેણે મારી સાથે અમરાવતી આવવા માટે વાત કરી હતી. જ્યારે અકોલા આવ્યું ત્યારે અમે ટ્રેનમાંથી ઉતરી ગયા હતાં અને તે અમરાવતીની ટિકીટ લેવા ગયો હતો. આ સમયે હું પ્લેટફોર્મ પર બેન્ચ પર બેઠો હતો.
નરેન્દ્ર ટિકિટ લઈને આવતો જ હતો અને ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. હું ટ્રેનતરફ દોડવા લાગ્યો હતો અને નરેન્દ્ર પણ બ્રીજ ક્રોસ કરીને પ્લેટર્ફોમ પર આવી ગયો હતો. તે દોડીને ટ્રેનમાં ચઢી ગયો હતો. મારી પાસે અમારી બંનેની બેગ હતી. મારી બેગમાં રામનામ નોટ, બાપુનો ફોટો, ઉદીવાળી પેન, અગરબત્તી વગેરે સાહિત્ય હતું. મેં એક બેગ તેના હાથમાં આપી અને બીજી બેગ મારા હાથમાં રાખી હતી. હું ટ્રેનમાં ચઢી જ જઈશ, એવા આત્મવિશ્ર્વાસ સાથે ટ્રેનનું હેન્ડલ પકડ્યું હતું અને એટલામાં જ ટ્રેન ગતિમાન થતાં હું પ્લેટર્ફોમ પર પડી ગયો હતો. એક હાથમાં બેગ અને બીજા હાથમાં ટ્રેનનું પકડેલું હેન્ડલ, આવી સ્થિતીમાં હું આશરે ત્રીસેક ફૂટ જેટલો ઘસડાયો હતો અને થોડી જ વારમાં પ્લેટર્ફોમનાં કિનારે આવતા ટ્રેન -પ્લેટર્ફોમની વચ્ચેની જગ્યામાં હું છાતી સુધી ફસાઈ ગયો હતો. મને જોઇને મારો ભાઈ શૂન મારી ગયો હતો. હવે શું કરવુ તેની તેને સમજ પડતી નહોતી. હું સતત બાપુનું નામસ્મરણ કરતા ૐ મન: સામર્થ્યદાતા શ્રીઅનિરુદ્ધાય નમ: બોલતો હતો. આ સમયે મને આ તારકમંત્ર પણ લાંબો લાગતો હતો. હવે ક્ષણવારમાં બધુ ખતમ જ થઈ જશે, એવુ મને લાગતુ હતું. હવે હું માત્ર બાપુ...હરિ ૐ બાપુ..ની બૂમો પાડી રહ્યો હતો. મે આપહેલાં આવી ઘણી દુર્ઘટનાઓ જોઇ હતી, જેમાં કોઇ બચી શક્યું નહોતું. પરંતુ મારી સાથે મારા બાપુ હતાં અને મને બાપુ પર સંપૂર્ણ વિશ્ર્વાસ હતો. હું બાપુનું સ્મરણ કરતો હતો ત્યારે પ્રત્યક્ષ બાપુ બ્રાઉન શર્ટમાં સામેથી આવતા દેખાતા હતાં. મારા પ્રયાસ પૂર્ણ થતાં હું બાપુને કહેતો હતો કે હવે તમને જે યોગ્ય લાગે તે કરજો અને મેં આંખો બંધ કરી દીધી હતી.ત્યારબાદ શું થયું, મને ખબર નથી.
હું પાટા અને પ્લેટર્ફોમની વચ્ચે સુરક્ષિત પડેલો હતો. મને ત્યાંથી ઉંચકીને લાવવામાં આવ્યો હતો. ટ્રેન પણ થોડે આગળ જઈને ઉભી રહી હતી. આવી કપરી પરિસ્થિતીમાં પણ હોશમાં જ રહ્યો હતો.અહીં એકત્ર થયેલાં લોકોએ મને એક બેન્ચ પર બેસાડ્યો હતો, પરંતુ મારાથી બેસી શકાતુ નહોતું, તેથી હું સૂઇ ગયો હતો. આ સમય દરમ્યાન પણ હું સતત નામસ્મરણ કરતો હતો. ત્યારબાદ મેં નરેન્દ્ર પાસે બાપુનો ફોટો માંગ્યો હતો. મારી પાસે જે બાપુનું સાહિત્ય હતુ તે બધુ પડી ગયુ હતું અને મારા કપડાનાં ચીંદરડા થઈ ગયા હતાં. હું બાપુનાં ફોટાનાં દર્શન કરતો મન:પૂર્વક તારકમંત્ર બોલતો હતો. થોડીવાર પછી મને અકોલા સ્થિત ઓઝોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અહીં મારા પરિવારજન તથા મિત્રો પણ આવ્યાં હતાં. સાંજે ૪ થી ૭ સુધી મારુ ઓપરેશન ચાલ્યું હતું. ઓપરેશન કર્યા પછી ડોક્ટરે કહ્યું કે ઓપરેશન દરમ્યાન બાપુનો ફોટા મારા હાથમાં જ રહ્યો હતો. ત્યારબાદ મને દશ દિવસ સુધી આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યો હતો. અહીં મારા ખબર અંતર પૂછવા માટે આવનાર પ્રત્યેકને મારા હાથ-પગ સહીસલામત જોઇને ખૂબ જ આશ્ર્ચર્ય થતું હતું. હું બધાને એક જ વાત કરતો હતો કે માત્ર બાપુરાયાનાં આર્શીવાદથી જ હું બચી ગયો છું. હું પ્લેટર્ફોમ પર ઘસડાતો આગળ ગેપ સુધી પહોંચ્યો હતો ત્યારે મારા પેટનો ભાગ એટલો ઘસાયો હતો કે સતત બે મહિના સુધી તેનું ડ્રેસિંગ કરવુ પડ્યું હતું. કહેવાનું તાત્પર્ય એ જ છે કે આટલો બધો મોટો ઘા પડ્યો હોવા છતાં મારુ પેટ ફાટી ગયુ નહોતું. આ માત્ર બાપુનાં જ આર્શીવાદ હતાં.
આ સમયે મને કમરમાં પણ સખત માર વાગ્યો હોવા છતાં કમરનાં મણકા તૂટ્યાં નહોતાં. આ ઉપરાંત કિડની પાસે ત્રણેક ઇંચ સુધી ત્વચા ફાટી ગઈ હતી, આમ છતાં કિડનીને કોઇ નુકશાન થયું નહોતું. આથી વિશેષ મારા પગ અને મગજમાં પણ વિશેષ ઇજા થઈ નહોતી. આ દુર્ઘટનામાં મારા માથામાં માત્ર બે ટાંકા જ આવ્યા હતાં.
અર્થાત પ્રત્યેક સમયે કાળ મારા પર પ્રહાર કરી રહ્યો હતો, પરંતુ મારા ભગવાન સામે તેનું કશુંય ચાલ્યું નહોતું. સામાન્ય રીતે આવા પ્રકારની દુર્ઘટનામાં શરીરનાં ટુકડા ટુકડા જ થઈ જાય છે. પરંતુ બાપુની છત્રછાયામાં આવુ કશુંય થતું નથી.ખરેખર ધન્ય છે મારા બાપુરાયા...બાપુ ! જન્મજન્માંતર સુધી મને તમારી જ સેવાભક્તિમાં લીન રાખજો.
|| હરિ ૐ ||