|| હરિ ૐ ||
બાપુ હંમેશા સમજાવે છે કે ‘હું ચમત્કાર કરતો નથી.’ પરંતુ આપણને સંકટમાંથી મુક્તિ અપાવવા માટે જે અદ્ભૂત લીલાઓ કરે છે તે આપણાં માટે ચમત્કારથી પણ વિશેષ હોય છે.
વર્ષ ૨૦૦૩માં અમને બાપુજીની છત્રછાયા પ્રાપ્ત થઈ હતી. બાપુની કૃપાથી જ અમે પ્રત્યેક સંકટમાંથી સુખરુપ બહાર આવ્યાં છે અને આ સમય દરમ્યાન બાપુરાયાએ અમને સબળ પ્રદાન કરતાભયનો સંપૂર્ણ નાશ કર્યો છે. આજે અમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે પ્રતિક્ષણ બાપુ અમારી સાથે જ છે.
થોડા વર્ષ પહેલાં અમારી સાથે એક ઘટના બની હતી. અમારા ઘરે રસોડામાં ગેસ લીક થતો હતો.અહીં બે દીવા પ્રગટતા હતાં. આમ છતાં આગ ના લાગવી અને મારુ જીવિત રહેવુ એ માત્ર બાપુની જ કૃપા છે.
ત્યારબાદ ૨૦૦૭માં એક બીજી ઘટના બની હતી. મારા પતિ ૨૫ જૂન ૨૦૦૭નાં દિવસે તેમનાં એક મિત્રના લગ્નમાં ધારવાડ ગયા હતાં. બધા સમારોહ સંપન્ન કરીને જ તેઓ બંગલૂર આવવાના હોવાથી ટિકિટ પણ પહેલેથી જ રિઝર્વ કરાવી હતી. આ સમય દરમ્યાન મારા પતિ બધા મિત્રો સાથે જમવા માટે હોટલમાં ગયા હતાં, ત્યારે તેમનાં માથામાં અસહ્ય દુ:ખાવો થતાં તેમણે ટેબલ પર જ માથુ મૂકી દીધુ હતું. તેમના મિત્રએ તેમનાં શરીરને સ્પર્શ કરવા માટે પ્રયાસ કર્યો તો તેમનું શરીર બિલકુલ ઠંડુ પડી ગયુ હતું અને તેમના મોઢામાંથી ફીણ નીકળતું હતું. તેથી તેઓ તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ પરિસ્થિતી ગંભીર હોવાથી તેઓ કેસ હાથમાં લેવા માટે તૈયાર થતાં નહોતાં. તેથી તેમનાં મિત્રએ મારા જેઠને ફોન કરીને આ વિષે વાત કરી હતી. તેઓ પાંચ મિનિટમાં જ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. હકીકતમાં આવા સમયે તરત જ મદદ મળવી એ બાપુની જ લીલા હોય છે.
ત્યારબાદ અહીં બે ત્રણ ડોક્ટર આવ્યાં હતાં અને મારા પતિને સીધા જ અંદર લઈ ગયા હતાં તથા તેમની સારવારની શરુઆત કરી હતી. અમને રાત્રે બે વાગ્યે આ સમાચાર મળ્યાં હતાં. અમે તરત જ કેન્દ્રનાં પ્રમુખ સેવક સાથે વાત કરી હતી. તેમણે અમને હનુમાનચલીસા અને સુંદરકાંડનું પઠણ કરવા માટે સલાહ આપતા ધીરજ બંધાવી હતી. અમે રાત્રે મુશળધાર વરસાદમાં બેલગામ તરફ જવા માટે નીકળ્યાં હતાં. બાપુના આર્શીવાદથી અમે માત્ર આઠ કલાકમાં જ હુબલી પહોંચી ગયા હતાં. આ સમયે મારા પતિ આઇ.સી.યુ.માં હતાં.
હું બાપુનાં નામસ્મરણ સાથે મનોમન રડતી હતી. પરંતુ બાપુ જ મારુ ધૈર્ય બંધાવતા મને હિંમત આપતા હતાં. તેથી જ હું મારા પતિની સેવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકી હતી. ખરેખર ગમે તેવી કપરી પરિસ્થિતીમાં પણ બાપુ આપણને સતત સામર્થ્યની પ્રાપ્તિ કરાવતાં જ રહે છે.
બાપુના આર્શીવાદથી તેમની તબિયત ધીરે ધીરે સુધરતી જતી હતી. ત્યારબાદ ડોક્ટરની સલાહ અનુસાર અમે તેમને બેંગલૂર લાવ્યાં હતાં. આ સમયે તેઓ બેસી શક્તા નહોતાં, બોલી શક્તા નહોતાં, વ્યવસ્થિત જોઇ શક્તા નહોતાં, પરંતુ બાપુકૃપાથી તેમની સ્મૃતિ બિલકુલ વ્યવસ્થિત હતી. આજે બાપુના આર્શીવાદથી મારા પતિ ચાલી શકે છે, જમણા હાથથી કામ પણ કરી શકે છે અને થોડુ થોડુ બોલી પણ શકે છે. આજે તેઓ ગાયત્રી મંત્ર અને વિજયમંત્ર સ્પષ્ટ બોલે છે અને આનંદની વાત તો એ છે કે તેઓ રામનામ લખી શકે છે. ખરેખર મારા પતિને બાપુ પર ખૂબ વિશ્ર્વાસ છે.
૧૯ વર્ષની વયથી જ કામ કરનાર વ્યક્તિ અચાનક પથારીમાં પડે અને દિવસ દરમ્યાન ૧૫૦- ૨૦૦ કિ.મી. જેટલું ડ્રાયવિંગ કરનાર વ્યક્તિ ગાડીને હાથ પણ લગાવી શકે નહિં ત્યારે તેને શું થતું હશે !પરંતુ બાપુજીએ તેમને ખૂબ શાંત કરી દીધા છે. આવી સ્થિતીમાં તેઓ બાપુ, નંદાઈ અને દાદાનાં દર્શન કરવા માટે પણ ગયા હતાં. આજે બાપુની કૃપાથી તેમને ઘણુ સારુ છે.
આ સમય દરમ્યાન બીજી મહત્ત્વપૂર્ણ વાત એવી બની હતી કે લગ્નમાં જતાં પહેલાં ૨૩ જૂનના દિવસે મારા પતિએ એક મોટુ બિલ આશરે ૫૭ પેજનું સ્વંય તૈયાર કરીને ક્લાઇન્ટને આપ્યું હતું. તેથી આ વળતર પણ અમને ધીરે ધીરે મળતુ હતું. સંકટ સમયે આવી વ્યવસ્થા એકમાત્ર સદ્ગુરુરાયા જ કરી આપે છે. બાપુરાયા અમે તમારા ખૂબ જ ઋણી છીએ અને અમને તમારા ઋણમાં જ રાખજો.
|| હરિ ૐ ||