॥ હરિ ૐ ॥
ઘણીવાર મનુષ્ય એવા દુ:ખ - પીડાથી ઘેરાઈ જાય છે કે તેની રાતની ઉંઘ પણ ઉડી જાય છે. પરંતુ આવી અવસ્થામાં સદ્ગુરુ તત્વ એવી સુંદર લીલા કરે છે કે ભક્ત અનાયતાથી જ આ દુ:ખમાંથી મુક્તિ મેળવે છે. સ્વપ્ન દૃષ્ટાંત દ્વારા શ્રીસાંઇસચ્ચરિત્રનું પઠણ કરવાની પ્રેરણા મળી હતી અને ‘એ’ જ અધ્યાયનું પઠણ કરતા બધા ચક્ર ફરી ગયા... આ બધુ અતર્કય અને અચંભિત કરનારુ જ હતું !
દશેક દિવસથી મારા ડાબા કાનમાં દુ:ખાવો થતો હતો. શરુઆતમાં બે ત્રણ દિવસ સુધી સાધારણ દુ:ખાવો જ થતો હતો, પરંતુ ત્યારબાદ અસહ્ય દુ:ખાવો થતો હતો અને સતત પાંચ દિવસ સુધી ઉંધ પણ આવી નહોતી. આ સમયે હું માત્ર બે - ત્રણ કલાક જ સૂઇ શકતો હતો અને તે પણ બાપુરાયાનું નામસ્મરણ કરતાં જ ઉંઘ આવતી હતી. આવી રીતે દશ દિવસ પસાર થઈ ગયા હતાં, પરંતુ કાનમાં દુ:ખાવો ઓછો થતો નહોતો. ત્યારબાદ સમયની સાથે આ દુ:ખાવો મારા મસ્તક સુધી પહોંચી ગયો હતો. મને માથાની નસો દુ:ખવા લાગી હતી. બાપુ નંદાઈનું નામસ્મરણ કરતા હું દરરોજ રાત્રે જાગવા માટે પહેલેથી જ માનસિક તૈયારી કરતો હતો.
આ સમયે રાત્રે માત્ર બાપુને જોતાં જોતાં કાન અને માથાનો દુ:ખાવો સહન કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો. આવી રીતે ત્રણ દિવસ પસાર થઈ ગયા હતાં. આ દુ:ખાવાનાં દશમા દિવસે સવારે છ વાગ્યાની આસપાસ હંમેેશાની જેમ બાપુ અને મહિષાસુરમર્દિનીમાતાના ફોટા સમક્ષ જોતા જોતા સૂવા માટે પ્રયાસ કરતો હતો. આ સમયે પાંચ મિનીટ માટે મારી આંખ બંધ થઈ ગઈ હતી અને સ્વપ્ન દૃષ્ટાંત દરમ્યાન હું મારી ઓફિસના સહકારી હર્ષવર્ધનસિંહ અને કલ્પનાવીરા સાથે કામ અર્થે ઓફિસમાં બેઠો હતો. થોડી જ વારમાં મારી આંખ ખુલી ગઈ હતી, પરંતુ મને આ સ્વપ્નનો અર્થ કંઇ સમજાતો નહોતો. હું પુન: બાપુના ફોટા સમક્ષ જોતાં જોતાં વિચાર કરતો હતો.
થોડીવાર પછી મને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં કલ્પનાવીરાએ ઓફિસમાં મસ્તકમાં રહેતાં એક બાપુભક્તનાં અનુભવની વાત કરી હતી. આ અનુભવ અંતર્ગત ભક્તનાં એક સંબંધી તેમની બિમારી દરમ્યાન બાપુનાં આર્શીવાદથી શ્રીસાંઇસચ્ચરિત્રનાં અધ્યાયનું પઠણ કરતા હતા અને આવી રીતે તેમની બિમારીનો અંત આવ્યો હતો. પરિણામે હું મનોમન આ અધ્યાયનું પઠણ કરવાનું વિચારતો હતો. પરંતુ આ અધ્યાય કયો હતો, તે મને યાદ આવતુ નહોતું. આ સમયે મારા મનમાં વિચાર આવ્યો કે મારે તેરમા અધ્યાયનું પઠણ કરવુ જોઇએ. શા માટે તેરમો જ અધ્યાય? આ વાતનો જવાબ મારી પાસે પણ નહોતો.
આ સમયે મે તરત જ શ્રીસાંઇસચ્ચરિત્ર લઈને તેરમા અધ્યાયનું પઠણ કરવાની શરુઆત કરી હતી.આ અધ્યાયનું પઠણ કરતા સમયે ચોપાઈ ૧૧૦ થી ૧૧૮ની વચ્ચે જ બાપુએ મારા સંકટ નાશ કર્યા હતાં. આ ચોપાઈમાં આળંદીનાં એક ભક્તની એક કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેને પણ કાનમાં દુ:ખાવો થતો હતો અને આ માટે તેણે અનેક શસ્ત્ર પ્રયોગ કર્યા છતાં પણ ફાયદો થયો નહોતો. તે પણ રાતભર જાગતા જાગતા જ દિવસો પસાર કરી રહ્યો હતો. એક દિવસ તે શિરડી આવીને બાબાનાં દર્શન કરે છે અને કાનના દુ:ખાવા વિષે પણ વાતો કરે છે. આ સમયે બાબાએ તેને કહ્યું કે,‘અલ્લાહા સારુ કરશે.’થોડા દિવસો પછી તેના દુ:ખાવાનો અંત આવે છે, પરંતુ કાનમાં સોજો રહેવાના કારણે તે પુન: ડોક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટરે તેને સલાહ આપી કે હવે તેને શસ્ત્રક્રિયા કરાવવાની આવશ્યકતા નથી. આઅનુભવ વાંચતા જ હું સૂનમૂન થઈ ગયો હતો. કારણ કે થોડા વર્ષો પહેલાં મને ઇ.એન.ટી. સ્પેશિયાલિસ્ટે કહ્યું હતું કે મારા કાનનો પડદો ફાટી ગયો છે અને તરત જ ઓપરેશન કરાવવા માટે સલાહ આપી હતી.
તે દિવસે હું બાપુ નંદાઈનાં ફોટા સમક્ષ જોતા જોતા સવાર પાડી હતી. ત્યારબાદ તૈયાર થઈને હું સર્વપ્રથમ પરમ પૂજ્ય સુચિતદાદાનાં ક્લિનિકમાં ગયો હતો. આ સમયે દાદાએ મને કહ્યું કે,‘ચિંતા કરીશ નહિં, બધુ સારુ થઈ જશે.’ આ સાથે દાદાએ મને માહિમ સ્થિત ડો. રાવ પાસે જવાની સલાહ આપી હતી. આ સમયે દાદાના શબ્દો સાંભળીને મને શ્રીસાંઇસચ્ચરિત્રનું પઠણ કરતા સમયનાં બાબાનાં શબ્દો યાદ આવતા હતાં. ત્યારબાદ હું ડો.રાવ પાસે ગયો હતો અને તેમણે મારા કાનનો સાધારણ ઉપચાર કર્યો હતો તથા મને સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે મારા કાનનો પડદો ફાટ્યો નથી. તેમણે મને કેટલીક દવાઓ આપી હતી અને ત્યારબાદ થોડા જ સમયમાં મારા કાનનો દુ:ખાવો અચાનક બંધ થઈ ગયો હતો.
ત્યારપછી આજદિન સુધી મને કાનમાં કોઇ જ તકલીફ થઈ નથી.
શ્રીસાંઇસચ્ચરિત્રનાં અધ્યાયનું પઠણ કરતા જેવી રીતે મસ્કતનાં ભક્તનાં રોગની સમાપ્તિ થઈ હતી હતી, તેવી જ રીતે મને પણ દુ:ખાવામાંથી મુક્તિ મળી હતી. મુખ્યત્ત્વે શ્રીસાંઇસચ્ચરિત્રમાં વર્ણવાયેલાં આળંદીનાં ભક્તને કાનના દુ:ખાવામાંથી મુક્તિ મળી હતી, તેવી જ રીતે મને પણ સારુ થઈ ગયુ હતું.હકીકતમાં આ સર્વ કંઇ બાપુરાયાની જ લીલા હતી. આપણાં પરમાત્મા એવા વ્હાલાં બાપુરાયાને ધન્યવાદ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. તેથી તેમનાં ચરણોમાં મન:પૂર્વક પ્રાર્થના કરુ છું કે તેમનાં કાર્યોમાં સહભાગી થતા તેમનાં પ્રેમનો પ્રતિસાદ આપતા રહેવાનાં અવસરની પ્રાપ્તિ થતી રહે અને આ સાથે તેમનો પ્રેમ તથા વાત્સલ્ય સતત તેમનાં ભક્તોની દિશામાં પ્રવાહિત થાય એ માટે શ્રીચંડિકામાતાના ચરણોમાં પ્રાર્થના કરુ છું.
॥ હરિ ૐ ॥