|| હરિ ૐ ||
‘બિલકુલ ચિંતા કરશો નહિં, આપણી સાથી ‘બાપુ’ છે.’ પરમ પૂજ્ય સુચિતદાદાનું આ વાક્ય અસંખ્ય બાપુ ભક્તો માટે સંજીવની જ છે. દાદાનું આ વાક્ય એટલો બધો આધાર આપે છે કે દર્દી અને તેના પરિવારનો માનસિક તનાવ આપોઆપ જ ઓછો થઈ જાય છે અને મનમાં એવો ભાવ દૃઢ થાય છે કે આપણી સાથે નિરંતર રહેતા ‘બાપુ’ બધુ જ સારુ કરશે.
‘સદ્ગુરુ’ મહિમાનું વર્ણન કરવામાં સર્વ ગ્રંથ પુરાણ થાકી ગયા છે તો પછી મારા જેવા અજ્ઞાની સામાન્ય મનુષ્ય તો કેવી રીતે વર્ણન કરી શકે? આમ છતાં પરમાત્માની કૃપાથી મને થયેલાં એક સુંદર અનુભવનું હું અહીં વર્ણન કરુ છું.
૨૩ એપ્રિલ ૨૦૧૦, સવારનો સમય હતો. નિત્યક્રમ અનુસાર રોજીંદા કાર્ય પૂર્ણ કર્યા હતાં. મારા પતિ મંદિરમાં દીવો - ધૂપ કરીને ઉદી લગાવીને દિનચર્યાની શરુઆત કરે છે. તે દિવસે તેમણે નિત્યકાર્ય પૂર્ણ કરીને મને કહ્યું કે,‘નજીકમાં બેંકમાં થોડુ કામ છે, તેથી હું બહાર જાઉં છું.’ પરંતુ તેમને શું થયું કે તેઓ પલંગ પર બેસી ગયા હતાં અને તેમનાથી ઉભા થવાતુ નહોતું. થોડીવાર પછી મેં તેમને તેમનાં કાર્ય માટે બહાર જવાનું યાદ અપાવ્યું તો તેમણે મને કહ્યું કે ‘મારી તબિયત સારી લાગતી નથી, તેથી હું આરામ કરુ છું.’ થોડીવાર પછી મેં થર્મોમીટરથી તેમનું શરીર તપાસ્યું તો તેમને ૧૦૦ ડીગ્રી તાવ હતો. તેથી મે તેમને ક્રોસીન દવા આપી હતી. થોડીવાર પછી તાવ તો ઉતરી ગયો હતો પરંતુ તેમને અશક્તિ લાગતી હતી. તેથી મેં તેમને આરામ કરવાનું જ કહ્યું.
થોડીવાર પછી તેમનો તાવ ૧૦૨ ડીગ્રી થઈ ગયો હતો. આવી રીતે બે દિવસ સુધી તાવ રહ્યો હતો. તેથી અમે ડો. સંજય હેમાડી સાથે આ વિષે વાત કરી હતી. તેમણે અમને ફીવર પ્રોફાઈલ કરાવવા માટે સલાહ આપી હતી. આ રિપોર્ટ અનુસાર મારા પતિને યુરિન ઇન્ફેક્ષન થયું હતું. અમે આ માટે ઉપચારની શરુઆત કરી હતી. પરંતુ અહીંથી આગળ તેમને વધારે સમસ્યા થઈ હતી. પરંતુ સદ્ગુરુ પ્રત્યેનાં વિશ્ર્વાસથી જ આપણે આવા સંકટમાંથી બહાર ઉગરીએ છીએ અને આ વાતની મેં સ્વંય અનુભૂતિ કરી છે.
ત્યારબાદ ૩-૪ દિવસ પછી એક દિવસે રાત્રે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હતી, તેથી અમે ડોક્ટર સાથે ફોન પર વાત કરી હતી. ડોક્ટરે અમને તરત જ હોસ્પિટલ આવવા માટે સલાહ આપી હતી. અમે રાત્રે બે વાગ્યે હરકિસનદાસ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. અહીં આવીને અમે હેડ નર્સ મંગલા સોનાવણેનો સંપર્ક સાધ્યો હતો, કારણ કે તે પણ બાપુભક્ત છે. તેમણે અમારી ખૂબ જ ધીરજ બંધાવી હતી અને સહાયતા પણ કરી હતી.
આ સમય દરમ્યાન અમારો દીકરો પ્રશાંત ઓફિસના કામ માટે ત્રણ ચાર મહિના માટે સિંગાપોર ગયો હતો. પરંતુ તેનું કામ વહેલું પતી ગયુ હોવાથી તે આઠ દશ દિવસ વહેલો આવી ગયો હતો. ખરેખર આ સદ્ગુરુની જ કૃપા હતી.
મારા પતિને હોસ્પિટલમાં લઈ જતાં સીધા આઇ.સી.યુ.માં જ દાખલ કર્યા હતાં. આ સમયે મારા પતિ પાસે મારો દીકરો બેઠો હતો અને હું મારી વહુ સાથે ઘરે પરત આવી હતી. હું મનોમન બાપુનું નામસ્મરણ કરતી હતી અને સવાર પડે તેની રાહ જોતી હતી. બીજા દિવસે સવારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. બે ત્રણ દિવસ પછી તેમને આઇ.સી.યુ.માંથી બહાર લાવવામાં આવ્યાં હતાં . ત્યારબાદ પણ તેમનાં ઘણાં બધા ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં.
અહીં એક સમસ્યાનો સામનો કરતા સામે બીજી સમસ્યા પણ સર્જાઈ હતી. તેમને ઘણાં સમયથી પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ હતી. તેથી અહીં સારવાર દરમ્યાન તેમનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ બધી પરિસ્થિતીમાં તેમને સુખરુપ બહાર ઉગારનારા માત્ર બાપુ જ હતાં.
તેમનું ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયુ હતું, પરંતુ બ્લેન્ડર સાફ કરતા સમયે તેમાં કાણુ પડતા થોડુ પાણી ભરાઈ ગયુ હતું. તેથી પુન: ઓપરેશન કરવા માટે સમગ્ર તૈયારીઓ કરી હતી. તેમના શરીરમા ઘણી બધી નળીઓ લગાવી હતી અને આ સાથે વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યાં હતાં.
આ સમયે મંગલાવીરાએ અમને આ વિષે પરમ પૂજ્ય સુચિતદાદા સાથે વાત કરવાની સલાહ આપી હતી અને તેમણે જ ફોન પર અમારી દાદા સાથે વાત કરાવી હતી. આ સમયે મને દાદાના વચનોએ જ આધાર આપ્યો હતો. દાદાએ અમને સતત હનુમાનચલીસાનું પઠણ કરાવું કહ્યું હતું. અમારી સાથે મંગલાવીરા પણ પઠણ કરતા હતાં. હું પઠણ કરતા સમયે મનોમન બાપુનું સ્મરણ કરતી હતી.
ત્રણ દિવસ પછી ડોક્ટરે અમને કેબિનમાં બોલાવ્યાં હતાં. અમે ડોક્ટર પાસે ગયા ત્યારે તેમણે અમને કહ્યું કે મારા પતિને ખૂબ જ કફ થઈ ગયો હતો. સામાન્ય રીતે આટલો બધો કફ નીકળતા દશેક દિવસનો સમય લાગે છે, પરંતુ આશ્ર્ચર્યની વાત છે કે ત્રણ દિવસમાં જ કફ બહાર નીકળી ગયો છે.’ હું મનોમન હાથ જોડીને સદ્ગુરુ બાપુને નમસ્કાર કરતી હતી, કારણ કે આ કાર્ય માત્ર બાપુ જ કરી શકે એમ છે.
ત્યારબાદ ધીરે ધીરે તેમની તબિયતમાં સુધારો થતો ગયો હતો અને ધીરે ધીરે બધી નળીઓ તથા વેન્ટિલેટર પણ કાઢી નાખવામાં આવ્યાં હતાં. ખરેખર માત્ર બાપુરાયાની કૃપાથી જ આજે મારા પતિ અમારી સાથે છે.
ત્યારબાદ ઘરે આવ્યાં પછી તેમણે ધીરે ધીરે ચાલવાની શરુઆત કરી હતી. તેથી અમે પરમ પૂજ્ય સુચિતદાદાને મળવા માટે ગયા હતાં. આ સમયે મારા પતિએ નીચા વળીને દાદાને કહ્યું કે દાદા, હું લગભગ ઉપર પહોંચી જ ગયો હતો, પરંતુ તમારી કૃપાથી જ આજે અહીં છું. આ સમયે દાદાએ કહ્યું કે અરે, એવી કેવી રીતે અમે તને જવા દઈએ? બાપુ છે ને! ખરેખર બાપુ જ તને ખેંચીને બહાર લાવ્યાં છે.
દાદાની વાત સાંભળીને આ કરુણાસિંધુનો તેમના ભક્તો પ્રત્યેનો અપાર પ્રેમ જોઇને મારુ હૃદય ભરાઈ આવ્યું હતું અને મારા મુખમાંથી બિલકુલ અવાજ નીકળતો નહોતો.
પરમ પૂજ્ય બાપુ, નંદાઈ અને દાદાનાં ચરણોમાં અમારા કોટિ કોટિ પ્રણામ !
|| હરિ ૐ ||