|| હરિ ૐ ||
‘એ’ આવ્યાં, એમણે જોયું અને મન જીતી લીધું ! આવી અનુભૂતિ કરાવતો શ્રદ્ધાવાનનો આ અનુભવ છે.
યોજનાબદ્ધ બાપુ સાથે ભેટ થવી અને તેમને હંમેશા માટે પ્રેમ કરવો...નિત્ય પેન્ટ શર્ટ પરિધાન કરતા કોઇ પણ જાતના તિલક કર્યા વગર અથવા માળા વગરના સદ્ગુરુની મેં આ પહેલાં ક્યારેય કલ્પના કરી નહોતી. પરંતુ સાચા સદ્ગુરુને પોતાની ઓળખ કરાવવા માટે બાહ્ય આડંબરની આવશ્યકતા રહેતી નથી.
૨૧ જાન્યુઆરી ૨૦૦૭નો દિવસ મારા જીવનનો મહત્ત્વપૂર્ણ દિવસ બની ગયો છે. મારા મામા શ્રીવ્યંકટેશ બદ્રાપુરકર જાલનામાં રહે છે. તેમની સાથે અમારો ઘનિષ્ઠ સંબંધ છે. એક દિવસ તેમણે મને ફોન કરીને કહ્યું કે ૨૧ - ૨૨ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ પરભણીમાં બ્રાહ્મણ અધિવેશન છે. તેમણે મને આ માટે આમંત્રણ આપ્યું હતું. હું ૨૦ જાન્યુઆરીના દિવસે નિયત સ્થળે પહોંચી ગયો હતો. અહીં દિવસ દરમ્યાન ઘણાં કાર્યક્રમો હતાં.
બીજા દિવસે ૨૧ જાન્યુઆરીનાં દિવસે પણ ઘણાં કાર્યક્રમ હતાં અને તેમાંથી એક કાર્યક્રમ હતો ડો. અનિરુદ્ધ જોશીનું ‘આધ્યાત્મથી સ્થિરતા’ વિષે બપોરે ૧.૦૦ વાગ્યે વ્યાખ્યાન હતું.
તે દિવસે બપોરે ૧૧.૦૦ વાગ્યે એક વક્તાનું ભાષણ શરુ થયું હતું. હું સ્ટેજ પાસે જ બેઠો હતો, આમ છતાં મારુ ધ્યાન કેન્દ્રિત થતું નહોતું. ત્યારબાદ ૧૨.૩૦ વાગ્યાની આસપાસ મને વાતાવરણમાં પરિવર્તન થયું હોય એવુ લાગ્યું હતું. મારી આગળની ખુરશીઓ પર બેઠેલાં વ્યક્તિઓએ મારુ ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમાંથી એક વ્યક્તિ ઉંચા કદના, મૂછોવાળા,સફેદ શર્ટ અને કાળુ પેન્ટ તથા ગોગલ્સ પહેરેલાં હતાં.
તેમને જોતાં જ મારુ ધ્યાન વક્તા પર ઉઠી જતાં તેમની પર જ કેન્દ્રિત થયું હતું. એટલામાં તેમણે ગોગલ્સ સાફ કરવા માટે હાથમાં લીધા અને અમારા બંનેની નજર એક થઈ હતી. તેમની નજરમાં ઘણુ બધુ સાત્વિક તેજ હતું. તેમને અભિવાદન કરવા માટે મારો હાથ ઉઠ્યો અને તેમણે પણ સ્મિત હાસ્ય સાથે અભિવાદન કર્યું હતું. તેમના આ હાસ્યએ મને દીવાનો કરી દીધો હતો. ખરેખર આટલા બધા પ્રેમથી કોઇએ મારી સામે જોયું નહોતું.
થોડીવારમાં આ બંને વ્યક્તિઓ અહીંથી ઉભા થઈ ગયા હતાં. આ સમયે પહેલાં વક્તાનું ભાષણ પૂરુ થઈ ગયુ હતું અને ડો. અનિરુદ્ધ જોશી મંચ પર આવે એવી જાહેરાત થઈ હતી. ત્યારબાદ મંચ પર મારી નજર પડતાં જ હું સ્તબ્ધ થઈ ગયો હતો. એટલામાં શ્રીધાનોરકરએ ટૂંકમાં કહ્યું કે આ મુંબઈમાં પ્રવચન કરતા શ્રીઅનિરુદ્ધ બાપુ જ છે. સદ્ગુરુ... પેન્ટ શર્ટ પહેરેલાં...આ સમીકરણ કંઇ બંધ બેસતુ નહોતું
પરંતુ તેમનું વ્યાખ્યાન સાંભળતા જ મારા સંદેહ ગાયબ થઈ ગયા હતાં. તેમણે એક કલાકમાં જેટલું સમજાવ્યું હશે, એટલું મારા સંપૂર્ણ જીવનમાં સાંભળ્યું નહોતું. ‘એ’ મારા હૃદયમાં અંકિત થઈ ગયા હતાં અને તેમની વાતો આ પ્રમાણે હતી -
(૧) ભગવતભક્તિ હેતુ બુદ્ધિ આવશ્યક છે, મનુષ્ય બુદ્ધિ વગર ભક્તિ કરી શક્તો નથી.
(૨) કોઇ પણ વિષયમાં નિપુણ થવા માટે નવવિધા સીડીનો કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ, એ ઉદાહરણ સહિત ખૂબ જ સુંદરતાથી સમજાવ્યું હતું.
(૩) સંસારને બદલવાને બદલે સ્વંય બદલાવવુ જોઇએ.
(૪) સત્ય અને વાસ્તવિકતામાં તફાવત છે. તેથી વાસ્તવિકતાને સત્ય સમજીને જીવન જીવવુ ખોટુ છે. પરંતુ વાસ્તવિકતાનું ભાન હોવુ પણ આવશ્યક જ છે.
(૫) સ્વંયનો ઉદ્ધાર સ્વંયે જ કરવાનો છે. આપણે સારી વાતોને આચરણમાં કઈ રીતે લાવી શકીએ એ આપણી પર જ આધાર રાખે છે.
(૬) અંતમાં તેમણે કહ્યું કે હું એક યોદ્ધા છું, અને જેણે પોતાના પ્રારબ્ધ સાથે યુદ્ધ કરવાની ઇચ્છા છે, તેને યુદ્ધકળા શીખવવી એ મારો શોખ છે.
તેમની વાતો સાંભળતાં જ મને પ્રતિતી થઈ કે ‘એ’ અન્ય બીજા કરતાં અલગ જ છે. તેમની પ્રત્યેક વાત સાથે હું ૧૦૮ % સહમત થતો હતો.
ત્યારબાદ મારા ફોનમાં તેમનો ફોટો લેવા માટે ઘણાં પ્રયાસ કર્યાં હતાં, પરંતુ આ માટે હું સફળ થયો નહોતો. કારણ કે ‘એ’ મારા મનમાં જ વસી ગયા હતાં.
થોડીવાર પછી મેં અહીં પીળી ટોપી પહેરેલાં ડિજાસ્ટર મેનેજમેન્ટનાં કાર્યકર્તાઓને જોયાં હતાં. તેથી હું તેમનાં સ્ટોલ પર જાણકારી મેળવવા માટે ગયો હતો. તેમણે મને જાણકારી દર્શાવતી પુસ્તિકા આપી હતી અને મારા ઘર પાસેનું ઉપાસના કેન્દ્રનું સરનામુ પણ આપ્યું હતું. હું સંપૂર્ણ સમાધાન સાથે ઘરે આવ્યો હતો.
ત્યારબાદ મેં ઉપાસના કેન્દ્રમાં પણ સહભાગી થવાની શરુઆત કરી હતી. પરિણામ સ્વરુપે મને ઘણા સારા ફળ પ્રાપ્ત થતાં હતાં. થોડા જ સમયમાં મનેે શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ અંતર્ગત પ્રથમ ખંડ પ્રાપ્ત થયો હતો. અમે ગુરુવારે આ ગ્રંથરાજનું પઠણ કરવાની શરુઆત કરી હતી અને આશરે ત્રણેક મહિના પછી મને સમજાયું કે ખરેખર પુરુષાર્થ શું છે? આ જ વાત બાપુએ તેમનાં એક કલાકનાં વ્યાંખ્યાનમાં સમજાવી હતી.
ત્યારબાદ બાપુ પ્રણિત યુદ્ધકળાનો અભ્યાસ કરવો એ મારો શોખ થઈ ગયો હતો.
૨૦૦૭માં મેં એ.એ.ડી.એમનો બેસિક કોર્ષ કર્યો હતો. ૨૦૦૮માં અમે ઉદીપ્રસાદ હેતુ મુંબઈ આવ્યાં હતાં અને તે દિવસે ગજાનન મહારાજ પ્રગટ દિન હતો. પરિણામે બાપુ કૃપાથી અમને ગુરુત્તવની એકતાની અનુભૂતિ થઈ હતી. તે દિવસે ગુરુવાર હોવાથી સાંજે અમે શ્રીહરિગુરુગ્રામ ગયા હતાં અને આ સમયે અમને પુષ્પવૃષ્ટિ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અમે બાપુનાં સ્ટેજ પાસે જ ઉભા હતાં.
સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ‘આલા રે હરિ આલા રે’નાં નાદથી વાતવરણ ગૂંજી ઉઠ્યું હતું. બાપુ જેમ જેમ નજીક આવતા હતાં તેમ તેમ મારા ધબકારા પણ વધી રહ્યાં હતાં. બાપુ જ્યારે અમારી પાસે આવ્યાં ત્યારે કેટલીક ક્ષણ સુધી ઉભા રહ્યાં હતાં, આ સમયે બાપુ સાથે નજર મળી હતી, અમે હરિ ૐ કહેતા બાપુનાં ચરણોમાં પુષ્પવૃષ્ટિ કરી હતી. ખરેખર આ સમયે હું કંઇક અલગ જ દુનિયામાં ખોવાઇ ગયો હતો.
ત્યારબાદ થોડીવારમાં જ બાપુ સ્ટેજ પર આવ્યાં હતાં અને પ્રવચનની શરુઆત કરી હતી. આ સમયે બાપુએ બધા પાસે ૩૨ વાર શિવપંચાક્ષરી સ્તોત્રનું પઠણ કરાવ્યું હતું. આ અંતર્ગત બાપુએ આ સ્તોત્રનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. અમે દર્શન કરીને મન ભરી પુન: ઔરંગાબાદ આવ્યાં હતાં.
ખરેખર બાપુરાયાએ સહજતાપૂર્વક જ સદ્ગુરુતત્વસાથે મારી નાડ જોડી દીધી છે.
ધ્યાસ ઘેતા બાપૂંચા મની
પૂર્ણ હોતીલ ઇછા જ્યા જ્યા
અસતીલ આપોલ્યા ધ્યાની
|| હરિ ૐ ||