|| હરિ ૐ ||
‘અપઘાત’ સર્વસામાન્ય મનુષ્યને હલાવે એવી ઘટના છે. આવી જીવલેણ પરિસ્થિતીમાં એક જ આધાર શેષ રહે છે અને એ છે આપણાં સદ્ગુરુનો ! જે કોઇ સદ્ગુરુને પોતાના માને છે તેને સંકટ સમયે બચાવવા માટે ‘એ’ કંઇ પણ કરવા માટે તૈયાર રહે છે. ટ્રાફિકગ્રસ્ત હાઇવે પર તેજ ગતિમાન બાઇક પરથી પડવા છતાં સાધરણ છોલાશે અથવા તો કાંટાળી ઝાડીમાં બાઇક ઘૂસી જતા લેશ માત્ર પણ છોલાતુ નથી. આ બધા અતકર્ય માત્ર શ્રદ્ધાવાન માટે જ હોય છે. શ્રદ્ધાવાન ભક્તો સદ્ગુરુની આવી લીલાને સારી રીતે જાણે છે.
હું મારી સખી દ્વારા બાપુ પરિવારમાં આવી હતી. પહેલાં હું જલગાંવ રહેતી હતી. એકવાર તેણે મને પોતાનો એક અનુભવ કહ્યો હતો અને તે સાંભળતા જ હું સદ્ગુરુનાં પ્રેમ સાથે બંધાઈ ગઈ હતી. ત્યારબાદ હું પૂના નોકરીની શોધમાં આવી હતી અને આ નવા શહેરમાં મને બાપુરાયાની કૃપાથી નોકરી મળી ગઈ હતી. જીવનમાં બાપુજીનું આગમન થયા પછી તેમનાં વરદહસ્તનો અનુભવ ના થયો હોય એવી એકેય ક્ષણ નથી. ખરેખર એકસમયે કાળ મને ખેંચી રહ્યો હતો પરંતુ બાપુએ તેને સફળ થવા દીધો નહોતો.
૩ સપ્ટેમ્બર ૨૦૧૦નાં દિવસે મારે એગીકલ્ચર કોલેજમાં સબમિશન કરવા માટે જવાનું હતું. તેથી ું લંચ કર્યા પછી ઓફિસેથી જ જવાનું નક્કી કર્યું હતું. બસ સ્ટોપ દૂર હોવાથી હું એક પ્રોજેક્ટ વિદ્યાર્થી સાથે સહકર્મીની ગાડી પર બસ સ્ટોપ સુધી જવાનું નક્કી કર્યું હતું, તેથી તે ગાડી સહકર્મીને પરત કરી શકે.
પરંતુ હું બસ સ્ટેશને પહોંચુ તે પહેલાં જ બસ નીકળતા દેખાતી હતી, તેથી હું ગાડીની સ્પીડ વધારવા લાગી હતી. પરંતુ આ સમયે મને ખબર પડી કે ગાડીની બ્રેક ચાલતી નથી. અમે બસ સુધી પહોંચ્યાં અને ઓવરટેક કરવા માટે પ્રયાસ કરતા હતાં ત્યારે સાઇડ પર વધારે જગ્યા ના હોવાના કારણે કાંટાળી ઝાડીવાળા રસ્તેથી ગાડી પસાર થવા લાગી હતી. પરંતુ બ્રેક કાર્ય કરતી ના હોવાથી ગાડીની સ્પીડ ઓછી થતી નહોતી. હું મનોમન વિચારતી હતી કે હવે ગાડી ચોક્કસ ઝાડીમાં ઘૂસી જ જશે. આવા સમયે ખરેખર બાપુ સિવાય અન્ય કોઇની જ યાદ આવતી નથી. બસ એટલી બધી પાસે આવી ગઈ હતી કે આવી સ્થિતીમાં મને એવુ લાગતુ હતું હતું કે હું બસની નીચે કચડાઈ જશે કે કેમ? આવા ડર સાથે મારી આંખો બંધ થઈ ગઈ હતી અને હું મનોમન બાપુનું સ્મરણ કરતી હતી. અમે ગણતરીની સેક્ધડમાં જ ગાડી પરથી પડી ગયા હતાં. થોડીવાર પછી આંખો ખોલી તો અતકર્ય જ હતું. કારણ કે બસ ડ્રાયવરે યોગ્ય સમયે જ બસ ઉભી રાખી હતી. જો બસ ચાલુ જ રહી હોત તો તેનાં પૈડા નીચે અમારા માથાનું કચડાવવુ નક્કી જ હતું.પરંતુ બાપુ હોય ત્યારે આવુ કેવી રીતે શક્ય બને? ખરેખર આ સમયે મને બસ ડ્રાયવરનાં ચહેરામાં બાપુ જ દેખાતા હતાં.
આથીય વિશેષ આ કાંટાળી ઝાડીમાંથી બહાર આવ્યાં પછી જોયું તો અમારા શરીર ક્યાંય છોલાયુ માત્ર પણ નહોતું. ખરેખર બાપુરાયાની કૃપાથી તે દિવસે મારો પુર્ન:જન્મ જ થયો છે.
|| હરિ ૐ ||