|| હરિ ૐ ||
‘આપણાં પ્રારબ્ધનાં ભોગ અનુસાર સંકટ આવે છે. અપધાત અથવા જીવલેણ બીમારી થાય છે, પરંતુ સદ્ગુરુ ચરણોમાં નિષ્ઠા હોય તો ‘એ’ ભક્તનાં યોગક્ષેમનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આ સત્ય વાતની અનુભૂતિ પ્રત્યેક બાપુ ભક્તે કરી જ હોય છે.
૨૯ મે શનિવારનાં દિવસે મારા પેટમાં ડાબી બાજુએ ખૂબ જ દુ:ખાવો થતો હતો અને આ સાથે મને ચક્કર પણ આવતા હતાં. બપોર્રના સમયે મને થોડુ સારુ લાગતા હું મારા પિતાજી સાથે ડોક્ટર પાસે ગયો હતો. ડોક્ટરે મને દવા પણ આપી હતી અને એક્સ રે કઢાવવા માટે કહ્યું હતું.
ત્યારબાદ બીજા દિવસે રવિવારે મને સારુ ના લાગતા અમે બીજા ડોક્ટર પાસે ગયા હતાં. તેમણે પણ દવા આપતા બીજા દિવસે બતાવવા માટે આવવાનું કહ્યું હતું. ત્યારબાદ સોનોગ્રાફી રિપોર્ટ પણ કઢાવ્યાં હતાં અને આ રિપોર્ટ અનુસાર કિડની સ્ટોન હતો.
થોડા સમય પછી હું ૨ જૂનના દિવસે હું મારા બાપુભક્ત મિત્ર સાથે પરમ પૂજ્ય સુચિતદાદાના ક્લિનિકમાં ગયો હતો. દાદાએ રિપોર્ટ જોઇને મને વિશેષજ્ઞ ડોક્ટરની સલાહ લેવા માટે સમજાવ્યું હતું. આ ડોક્ટરે મને ઓપરેશન કરાવવા માટે સલાહ આપી હતી અને આ માટે ૫૫ હજાર રુપિયાનો ખર્ચો થવાની શક્યતા હતી. ઓપરેશનની વાત સાંભળીને જ મારુ મન બેચેન થઈ ગયુ હતું.
બીજા દિવસે હું પુન: દાદા પાસે ગયો હતો અને દાદાએ મને સમજાવ્યું કે ઓપરેશન કરાવવુ જ પડશે, નહિંતર કિડની ખરાબ થઈ જશે. ત્યારબાદ ૪ જૂનના દિવસે સવારે અમે ઘરેથી ખાર સ્થિત હોસ્પિટલમાં જવા માટે નીકળ્યાં હતાં. હોસ્પિટલ જતા પહેલાં અમે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રં દર્શન કરવા માટે ગયા હતાં અને અહીં હું ત્રિવિક્રમને મનોમન પ્રાર્થના કરતો હતો કે હવે તમે જ બધુ સંભાળજો.
હોસ્પિટલમાં એડમિત થતાં જ મને ઇન્જેક્ષસન મૂકવામાં આવ્યાં હતાં તથા એકસ રે રિપોર્ટસ કરાવ્યાં હતાં. આ રિપોર્ટ આવ્યા પછી ઓપરેશન કરવાનું હતું. આ સમયે હું મન:પૂર્વક સદ્ગુરુનું નામસ્મરણ કરતો હતો.ત્યારબાદ અમને કહેવામાં આવ્યું કે ડોક્ટર આવ્યાં પછી બપોર સુધીમાં તમારુ ઓપરેશન કરવામાં આવશે. મારુ મન ખૂબ જ ચિંતત હતું. થોડીવાર પછી ડોક્ટરે મને તેમની કેબિનમાં બોલાવ્યો હતો. અમે રિપોર્ટસ લઈને ડોક્ટર પાસે ગયા હતાં. મારા નવા રિપોર્ટસ જોઇને ડોક્ટરે જૂના રિપોર્ટસ જોવા માટે મંગાવ્યાં હતાં. આ બંને રિપોર્ટસ જોઇને ડોક્ટર દંગ રહી ગયા હતાં. કારણ કે જૂના રિપોર્ટ અનુસાર ૫.૫ મિ.મિ.નો સ્ટોન સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ નવા રિપોર્ટમાં આય.વી.પી. ટેસ્ટમાં આવુ કંઇ જ દેખાતુ નહોતું.
થોડીવાર પછી ડોક્ટરે મને કહ્યું કે,‘સ્ટોન નીકળી ગયો છે, તેથી હવે તમે ઘરે જઈ શકો છો, કારણ કે હવે ઓપરેશન કરવાની આવશ્યકતા નથી.’
ખરેખર આશ્ર્ચર્યચકિત થાય એવી જ વાત બની હતી. ત્યારબાદ અમે હેપીહોમમાં ડો. પડેલકર સાથે ફોન પર વાત કરી હતી અને ડિસ્ચાર્જ પેપર્સ લઈને અમે પુન: શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રંમાં દર્શન કરવા માટે ગયા હતાં. ત્રીજા દિવસે અમે બધા જ રિપોપ્રટસ લઈને પુન: દાદા પાસે ગયા હતાં અને દાદાએ રિપોર્ટસ જોઇને ખુશ થતાં કહ્યું કે,‘શ્રીરામ, બધુ સારુ જ થશે. ચિંતા કરવાની જરુર નથી, સદ્ગુરુ ચરણોમાં નિષ્ઠા હોય તો ‘એ’ ઉચિત ફળ આપે જ છે.’
આ વાક્યની મેં સ્વંય અનુભૂતિ કરી છે. સદ્ગુરુરાયા આપના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ !
|| હરિ ૐ ||