|| હરિ ૐ ||
‘હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં.’ બાપુજીએ આપેલું આ વચન માત્ર ઉચ્ચારિત વાક્ય જ નથી, પરંતુ આ વાતનો અનુભવ પણ થાય છે. આપણાં જીવનમાં સુખ હોય કો દુ:ખ હોય, આનંદ હોય કે આપત્તિ હોય, પરંતુ ‘એ’ સતત આપણું ધ્યાન રાખે છે. આ વાતની અનુભૂતિ પત્યેક શ્રદ્ધાવાન ભક્તને ડગલે અને પગલે થાય જ છે.
૮ એપ્રિલ ૨૦૧૦નો દિવસ મારા જીવનનો વિસ્મરણીયદિન બની ગયો છે. તે દિવસે સવારે સાત વાગ્યે મુંબઈ સ્થિત દહિસરથી હું અને મારા પતિ કારમાં કોલ્હાપુર જોતિબા યાત્રા કરવા માટે નીકળ્યાં હતાં. રસ્તામાં વાશીથી મારી માતા અને ભાઈ પણ તેનાં પરિવાર સાથે આવ્યો હતો. અમે બધા નાસ્તો કરીને આગળની યાત્રા કરતા હતાં. રસ્તામાં અમે ઉપાસના પુસ્તિકા વાંચતા હતાં. ત્યારબાદ મારા પતિએ ના પાડી હોવા છતાં મેં ડેશ બોર્ડ પર ઉપાસના પુસ્તિકા મૂકવા માટે આગ્રહ કર્યો હતો.
આવી રીતે આગળ મૂકેલી ઉપાસના પુસ્તિકાની વાત મને થોડી જ વારમાં સમજાઈ ગઈ હતી. આ સમયે અમે ખરેખર કાળની ઝપેટમાં આવી ગયા હતાં પરંતુ બંનેની વચ્ચે બાપુ ઉભા રહ્યાં હતાં. લોનાવાલા પસાર કરતા સમયે ગાડીની સામે અચાનક એક ડંપર આવી ગયુ હતું. મારા પતિ ડ્રાયવરની બાજુમાં બેઠા હતાં અને ગાડીની બ્રેક વાગતાં જ ગાડી ડંપરનાં પાછલા ભાગ સાથે ટકરાઈ ગઈ હતી.
પરિણામે અમારી ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો. આમ છતાં મારા પતિને સાધારણ છોલાયુ પણ નહોતું. આ સમયે મારી માતાને કોણીમાં થોડુ વાગ્યુ હતું અને મને પણ સામાન્ય ઇજા થઈ હતી. પરંતુ મારા ભાઇ ભાભી તથા તેમનાં બાળકોને બિલકુલ વાગ્યું નહોતું. ત્યારબાદ અમે બધા હોસ્પિટલ ગયા હતાં અને મારી માતાને ડ્રેસિંગ કરાવ્યું હતું. આ સમયે મારી માતાએ અમને બધાને કહ્યું કે આપણે ભગવાનનાં દર્શન કરવા માટે નીકળ્યા છે, તેથી આપણે દર્શન કરવા માટે જઈશું જ, કારણ કે આપણી સાથે
આપણાં બાપુ છે.
આ અકસ્માત જોનારાઓને આશ્ર્ચર્ય થયું હતું કે આવી રીતે ભયંકર ટક્ક્રર વાગવા છતાં અમારામાંથી કોઇને વધારે વાગ્યું નહોતું.ખરેખર બાપુ સતત આપણી સાથે જ રહે છે અને આવા સમયે આ વાતની અનુભૂતિ થાય છે.
બાપુએ શ્રદ્ધાવાન ભક્તોને વચન આપ્યું છે - ‘હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં.’
બાપુરાયા આવી રીતે તમારી કૃપા નિરંતર અમારા પર વરસતી રહે એ માટે મન:પૂર્વક પ્રાર્થના કરુ છું. તમારા ચરણોમાં કોટિ કોટિ પ્રણામ !
|| હરિ ૐ ||