|| હરિ ૐ ||
તેજ ગતિ સાથે દોડતી મોટરસાયકલ...એક બસનોે ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ...સામેથી આવતી લોખંડના સળિયા ભરેલી ટ્રક...રસ્તામાં ફેલાયેલી રેતી...બ્રેક ફેઇલ...સામે મૃત્યુ જ દેખાય...પરંતુ તેના ચોપડામાં મૃત્યુ માટે હસ્તાક્ષર થયેલાં ના હોય તો ‘એ’ વચ્ચે આવે જ છે અને મોટરસાયકલ અચાનક ઉભુ રહી જાય છે...મૃત્યુને પણ શરમ આવે...આવો જ કંઇક અનુભવ થાય છે...વારંવાર થાય છે...
આજે હું પરમ પૂજ્ય બાપુનાં સાંનિધ્યમાં સ્થિર છું. હું મારા પત્નીના કારણે અહીં આવ્યો હતો, કારણ કે તે પહેલેથી બાપુભક્ત હતી. તેની સાથે હું પણ બાપુની ભક્તિ કરવા લાગ્યો હતો. ધીરે ધીરે બાપુ મારા ભગવાન કેવી રીતે બની ગયા તેની મને ખબર જ ના રહી. મારા આ ભગવાને મને એક નહિં, બે નહિં પરંતુ ત્રણ વાર વિકટ પરિસ્થિતીઓમાંથી સહજતાથી બહાર ઉગાર્યો છે. કપરી સ્થિતીઓમાં ‘એ’ હંમેશા મારી સાથે જ ઉભારહ્યાં છે. બાપુના ચરણોમાં વંદન કરીને અહીં હું મારા અનુભવની રજૂઆત કરુ છું.
થોડા વર્ષો પહેલાં મારો ધંધો કલ્યાણમાં ચાલતો હતો. હું દરરોજ ટ્રેનમાં જ અવરજવર કરતો હતો. પરંતુ કોઇકવાર બાઈક પર જવાની મજા પણ લેતો હતો. આવી રીતે એકવાર હું બાઇક પર જઈ રહ્યો હતો અને ઠાણે-કલ્યાણ રોડ પર દુર્ગાડી પુલ આવતા પહેલાં થોડા સાંકળા રસ્તા પાસેથી પસાર થતાં સમયે સામેથી એક બસ આવતી હતી. આ બસનો ડ્રાયવર મને ઓવરટેક કરવા દેતો નહોતો. તેથી હું અનાયાસતાથી જ ડાબી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરતો હતો અને સામે જોયું તો ? સામેથી લોખંડનાં સળિયા ભરેલી એક ટ્રક આવતી હતી. તેમાંથી કેટલાંક સળિયા તો બહાર લટકતા પણ દેખાતા હતાં.
આવી પરિસ્થિતીએ ખરેખર મારા હોશ જ ઉડી ગયા હતાં. મને સંપૂર્ણ બ્રહ્માંડનું સ્મરણ થવા લાગ્યું હતું. આથી વિશેષ દુર્ભાગ્યવશ રસ્તા પર રેતી ફેલાયેલી હતી. તેથી બ્રેક મારતાની સાથે તે ઉભી રહેવાને બદલે ઘસડાતી આગળ ગતિ કરવા લાગી હતી. આજે પણ આ ઘટના યાદ કરતા મારા રુવાટા ઉભા થઈ જાય છે.આ સમયે હું પ્રતિક્ષણ મૃત્યુને નજીક આવતા જોઇ રહ્યો હતો. મારુ હૃદય કંપી રહ્યુ હતું અને હું જોર જોરથી બાપુને બૂમો પાડી રહ્યો હતો.
હું મનોમન વિચારતો હતો કે હવે એકાદ બે સેક્ધડમાં બધુ જ પૂરુ થઈ જશે.એટલામાં જ અચાનક કોઇક પ્રચંડ શક્તિથી ટ્રકની દિશામાં ગતિ કરતુ મારુ બાઇક ચારેક ફૂટનાં અંતરે અટકી ગયુ હતું. ખરેખર મને વિશ્ર્વાસ જ થતો નહોતો કે આવુ કેવી રીતે શક્ય બન્યું?
થોડીવાર પછી મારા જીવમાં જીવ આવતાં મેં શાંતિથી શ્ર્વાસ લીધો હતો. આવી કપરી પરિસ્થિતીમાંથી મારા ગળામાં પહેરેલાં ત્રિપુરારી ત્રિવિક્રમ લોકેટમાં રહેલાં પરમ પૂજ્ય બાપુએ જ મને બચાવ્યો હતો. મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે જો બાપુ મારા જીવનમાં આવ્યાં ના હોત તો તે દિવસે લોખંડના સળિયા મારી છાતીમાંથી આરપાર નીકળી જ ગયા હોત. પરંતુ મારા બાપુ મારી અને મૃત્યુની વચ્ચે દીવાલ બનીને ઉભા રહ્યાં હતાં. પરિણામે મૃત્યુ મારા પર હુમલો કરી શક્યું નહોતું.
ત્યારબાદ અપડાઉન બંધ કરવાના ઉદ્દેશ્યથી મુલુંડમાં વ્યવસાય કરવાની શરુઆત કરી હતી. આ સમયે પણ નવા વ્યવસાયમાં સ્થિર થવા માટે બાઇક પર ઘણુ ફરવુ પડતુ હતું.
એકવાર હું મારા બાઇક પર થાણે જઈ રહ્યો હતો અને અચાનક બાઇકનું હેન્ડલ એક માલવાહક ટેમ્પાનાં સાઇડ હૂક્માં અટકી ગયુ હતું. આ સમયે મારુ બાઈક અને ટેમ્પો બંને તેજ ગતિમાન હતાં. હું જોર જોરથી હોર્ન મારતો હતો, પરંતુ ટેમ્પો ડ્રાયવર ઇઅરફોનથી ગીત સાંભળતો હોવાથી તેને મારો હોર્ન સંભળાતો નહોતો. પરિણામે તેની ગતો ઓછી થતી નહોતી.
મને દુર્ઘટના સર્જાવવાનો અણસાર આવી ગયો હતો. હું બાપુનું સ્મરણ કરવા લાગ્યો હતો. થોડી જ વારમાં હૂકમાં ભરાયેલું બાઇકનું હેન્ડલ છૂટી ગયુ હતું. ખરેખર આવી લીલા માત્ર બાપુ જ કરી શકે છે.
જો હૂકમાંથી હેન્ડલ બહાર નીકળ્યું ના હોત તો ? તો કલ્પના પણ કરી શકાય એમ નથી. આ બંને સમયે બાપુરાયાએ જ મને જીવલેણ દુર્ઘટનામાંથી બહાર ઉગાર્યો છે.
આપણે ગમે તેવી ભક્તિ કરીએ પરંતુ બાપુ હંમેશા આપણી સાથે જ રહે છે. આવો જ કંઇક અનુભવ મને નવેમ્બર ૨૦૦૯માં થયો હતો. મને ગળાનાં ડાબા ભાગમાં સોજો આવ્યો હતો. પરંતુ હું ધ્યાન આપતો નહોતો. થોડા દિવસ પછી તે ગાંઠ જેવુ લાગતુ હતું. તેથી હું મારા ફેમિલી ડોક્ટર પાસે ગયો હતો અને તેમણે મને તપાસ કરતા કહ્યું કે સાદી ગાંઠ છે, ડરવાની જરુર નથી. પરંતુ આ સમય દરમ્યાન મને તાવ આવતો હતો અને આમ મે આમ બે મહિના પસાર થઈ ગયા હતાં. પરમ પૂજ્ય બાપુ આવનારા સંકટ વિષે પહેલેથી જ જ્ઞાત રહેતા હોવાથી આપણને તેની ગંભીરતા વિષે પરિચિત કરાવતા રહે છે. એટલામાં જ ચમત્કારપૂર્ણ ઘટના બની હતી. મારી પત્નીએ પંચપુરુષાર્થ ઉપાસના લીધી હતી. તે દરરોજ ફોટાની સામે બેસીને ઉપાસના કરતી હતી. આ સમય દરમ્યાન મારા ગાલ પર જેવી ગાંઠ દેખાતી હતી તેવી જ ગાંઠ બાપુનાં ફોટામાં જોઇ હતી. અમને ખરેખર એવુ જ લાગતુ હતું કે જાણે બાપુએ જ મારી બિમારીની ગાંઠ સ્વંય લઈ લીધી છે. આ જોઇને અમને આશ્ર્ચર્ય પણ થતું હતું.
આ સમય દરમ્યાન અચાનક જ મારો ભાઈ રાજીવ મળ્યો હતો અને તે ડોક્ટર છે. મેં તેને મારી ગાંઠ વિષે વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે આ સાદી ગાંઠ નથી. તેણે મને એક્સ રે, ઓ.પી.જી., બાયોપ્સી કરાવવા માટે સલાહ આપી હતી. ખરેખર મારા ભાઈ સાથે આવી રીતે અચાનક મળવુ એ બાપુરાયાની જ લીલા હતી.
મારા ભાઈનાં માર્ગદર્શન અનુસાર ચાર પાંચ મહિનાનો દવા કોર્ષ કરવાથી ગાંઠ ઓછી થઈ ગઈ હતી. અહીં અચરજ વાત એવી બની હતી કે જેવી રીતે મારી ગાંઠ ઓછી થઈ હતી તેવી જ રીતે બાપુનાં ફોટામાં પણ ગાંઠ ઓછી થયેલી નજરે આવતી હતી ખરેખર બાપુ આપણું ડગલે અને પગલે કેટલુ બધુ ધ્યાન રાખે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. આપણાં આ ભગવાનનાં અનુભવો યાદ કરવા બેસુ તો એકાદ પુસ્તક લખાય જાય એમ છે.
આ ઘટના પછી અમે ઘરના બધાં લોકો નિયમિત બાપુનાં ફોટાને વંદન કરીને અને ઉદી લગાવીને જ બહાર નીકળીએ છીએ. અમારા પર વારંવાર કૃપા કરનારા કૃપાળુ ભગવાનને અમારા કોટિ કોટિ પ્રણામ !
|| હરિ ૐ ||