॥ હરિ ૐ ॥
એક ગામમાં વિઠ્ઠલ મંદિરમાં આયોજીત કરવામાં આવેલ અષાઢી એકાદશીનો કાર્યક્રમ...જોશપૂર્વક ચાલતી નામગજર...પ્રચંડ ગિરદી...એક શ્રદ્ધાવાન ભક્તની વીંટી ખોવાઈ જવી...આટલી બધી ગિરદીમાં વિશાળ પરિસદમાંથી નાની અમથી વીંટી કેવી રીતે મળે...ખરેખર શ્રદ્ધાવાન ભક્ત માટે આવી રીતે અસંભવ લાગતી વાતો પણ સંભવ થાય છે...પરંતુ આ માટે...
અમારા ગામમાં દર વર્ષે વિઠ્ઠલ મંદિરમાં ચોવીસ કલાક માટે નામગજરનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે ૨૧ જૂલાઈ ૨૦૧૦, બુધવારનાં દિવસે આ કાર્યક્રમની શરુઆત કરવામાં
આવી હતી.
દિવસ દરમ્યાન ગજર ચાલુ જ હતી અને દર્શન કરવા માટે ઘણાં લોકોની અવરજવર પણ થતી રહેતી હતી. તે દિવસે રાત્રે બે વાગ્યે કાકડ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રદક્ષિણા કરવા માટે ૨૦૦- ૩૦૦ ભક્તો મંદિરમાંથી બહાર આવ્યાં હતાં અને પાંચ પ્રદક્ષિણા પૂર્ણ કરીને રાત્રે દશ વાગ્યાની આસપાસ બધા મંદિરમાં પુન: આનંદપૂર્વક આવ્યાં હતાં. આ સમયે વાદકને થોડો આરામ મળે એ માટે મારો દીકરો વૈભવ તેનું વાદ્ય વગાડવા લાગ્યો હતો. બરાબર એ જ સમયે તેના હાથની આંગળીમાંથી વીંટી સરકીને નીચે પડી ગઈ હતી. ઘણા બધા લોકોએ વીંટી શોધવા માટે પ્રયાસ કર્યા હતાં પરંતુ કોઇના હાથમાં વીંટી આવી નહોતી. મારો દીકરો મનોમન વિચાર કરતો હતો કે વીંટી પાછી મળવાની હશે, તો ગમે તેમ કરીને મળશે જ અને થોડીવારમાં જ તે આવાત ભૂલી ગયો હતો.
આ કાર્યક્રમ સવાર સુધી ચાલ્યો હતો. મારા દીકરાનું મન થોડુ ઉદાસ થઈ ગયુ હતું પરંતુ અહીં બાપુરાયાનો ફોટો હોવાથી તેને સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે વીંટી પર બાપુનું ધ્યાન રહશે જ.
ત્યારબાદ ચાર દિવસ પછી ગુરુપૂર્ણિમા હોવાથી હું અતુલિતબલધામ ગયો હતો અને પાદુકાના દર્શન કરતા સમયે બાપુરાયા સમક્ષ સમગ્ર પ્રસંગની વાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે પણ વીંટીનાં કોઇ સમાચાર મળ્યાં નહોતાં. આમ છતાં બાપુ કંઇક તો કરશે જ, એવી મનમાં આશા સ્થિર થઈ હતી.
ત્યારબાદ બુધવારે સવારે આઠ વાગ્યે મારા દીકરાનાં મોબાઇલ પર કોઇકનો ફોન આવ્યો હતો અને તેણે સમાચાર આપ્યાં હતાં કે વીંટી મળી ગઈ છે.
વિઠ્ઠલ મંદિરમાં આટલી બધી પ્રચંડ ગિરદીમાં ખોવાયેલી વીંટી મારુતિ મંદિરનાં ગર્ભગૃહ પાછળથી મળી હતી.
ખરેખર બાપુએ જ અમને આ વીંટી પાછી મેળવી આપી છે, આ વાતમાં શંકાને કોઇ જ સ્થાન નથી. બાપુ હંમેશા આપણી સાથે જ રહે છે અને આપણાં યોગક્ષેમનું સતત ધ્યાન રાખે છે. આ માટે આપણે પણ દૃઢતાપૂર્વક બાપુરાયાનો હાથ પકડી રાખવો જોઇએ ને !
॥ હરિ ૐ ॥