|| હરિ ૐ ||
પરમ પૂજ્ય બાપુનાં નવ વચન પૈકી એક વચન છે કે જે પ્રેમપૂર્વક બાપુનું સ્મરણ કરે છે, તેનાં માટે બાપુ અસંભવને સંભવ કરે છે. આ વાતનો અમે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અને અમારા મનમાં દ્રઢ વિશ્ર્વાસ બંધાઇ ગયો છે કે આપણા માટે ઉચિત હશે તે સદ્ગુરુ કરશે જ.
મહાશિવરાત્રીનાં દિવસે અમારા કેન્દ્રમાંથી એક બસ શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રંમાં પરમ પૂજ્ય બાપુનાં હસ્તે ઉદી લેવા માટે નીકળવાની હતી. મેં આ પહેલાં એકવાર ઉદીપ્રસાદ લીધો હોવાથી હું આ સમયે જવાની નહોતી. પરંતુ સંજોગાવત મને પુન: ઉદીપ્રસાદ લેવા જવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. કારણ કે અમારા કેન્દ્રમાંથી એક ભક્તને બાપુનાં ચરણસ્પર્શ કરવાનો લાભ મળ્યો હોવાથી તેઓ આગલા દિવસે જ મુંબઈ પહોંચી ગયા હતાં. તેથી તેમની જગ્યાએ મને જવાનો અવસર મળ્યો હતો.
અમે મુંબઈ પહોંચીને મહાશિવરાત્રીના દિવસે પરમ પૂજ્ય બાપુનાં હસ્તે ઉદી પ્રાપ્ત કરી હતી. હવે મને સમજાય છે કે તે દિવસે મને અચાનક પુન: ઉદીપ્રસાદ આપવાની સદ્ગુરુની જ લીલા હતી. બાપુરાયાએ મારા પર આવનાર સંકટ સામે રક્ષક કવચ પ્રદાન કરવા માટે જ મને પુન: ઉદીપ્રસાદ આપ્યો હતો.
અમે રાત્રે ઔરંગાબાદ આવવા માટે બસમાં બેઠા હતા ત્યારે મારા ડાબા પગમાં સોજો આવ્યો હતો અને મને દુ:ખાવો પણ થતો હતો. બસમાં મને એક વૃદ્ધ મહિલાએ પેઇનકિલર દવા આપી હતી, તેથી મને દુ:ખાવામાં થોડી રાહત મળી હતી.
ત્યારબાદ શનિવારે સવારે મારા દાંતનાં પેઢામાંથી સતત લોહી નીકળતું હતું. તેથી હું ડોક્ટર પાસે ગઈ હતી અને તેમણે મને બ્લડટેસ્ટ કરાવવા માટે સલાહ આપી હતી. પરંતુ બીજા દિવસે રવિવાર હોવાથી બધી લેબ બંધ હતી. ત્યારબાદ મંગળવાર સુધીમાં લોહી વહેતુ બંધ થઈ ગયુ હતું. પરંતુ બુધવારે બપોરના સમયથી અચાનક યુરિનમાં લોહી નીકળવા લાગ્યું હતું અને આ સાથે ડાબા પગનાં ઘૂંટણમાં પણ ખૂબ જ દુ:ખાવો થતો હતો. પરિણામે ગુરુવારે મે બ્લડ- યુરિનનાં ટેસ્ટ કરાવ્યાં હતાં. આ ટેસ્ટનાં રિપોર્ટ અનુસાર પ્લેટલેટસ ઘણાં ઓછા થઈ ગયાં હતાં.તેથી ડોક્ટરે મને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરી હતી અને મને આઇ.સી.યુ.માં શિફ્ટ કરવાની વાત કરતા હતાં. આ વાત સાંભળીને હું ગભરાઇ ગઈ હતી. હવે મારી પાસે એકમાત્ર આધાર ‘બાપુ’નો જ હતો. હું મન:પૂર્વક બાપુનું નામસ્મરણ કરતી હતી અને ફળસ્વરુપે ધીરે ધીરે મારી ધીરજ બંધાતી હતી. આ સમય દરમ્યાન દરરોજ બ્લડટેસ્ટ દ્વારા મારા પ્લટેલેટસની તપાસ કરવામાં આવતી હતી.દિવસ દરમ્યાન દર છ કલાકે રિપોર્ટ કાઢવામાં આવતો હતો. પહેલાં ૧૯૦૦૦, પછી ૩૮૦૦૦, ત્યારબાદ ૫૬૦૦૦ પ્લેટલેટસ થયાં હતાં. તેથી શનિવારે મને આઇ.સી.યુ.માંથી બહાર વોર્ડમાં શિફ્ટ કરી હતી. ત્યારબાદ મંગળવારે પ્લેટલેટસ ૨૬૯૦૦૦ સુધી પહોંચ્યાં હોવાથી મને ઘરે આવવા માટે રજા મળી હતી. ડિસ્ચાર્જ આપતા સમયે ડોક્ટર મારા પતિ સાથે વાત કરી રહ્યાં હતાં કે હું હોસ્પિટલ સુધી કેવી રીતે પહોંચી હતી? સામાન્યત્ત્વ પ્લેટલેટસ દોઢ થી ચાર લાખ સુધી હોય છે, પરંતુ મારા માત્ર ૯૦૦૦ જ હતાં. ડોક્ટરને આટલા ઓછા સમયમાં મારી રિકવરી જોઇને ખરેખર આશ્ર્ચર્ય થતું હતું.
પરંતુ અમને સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે આ અમારા સદ્ગુરુનાં જ કૃપા આર્શીવાદ છે અને બાપુએ મને સ્વંય રક્ષક કવચ સ્વરુપે ઉદીપ્રસાદ આપ્યો હતો.પરિણામે કોઇ પણ કાળ મારા પર આક્રમણ કરી શકે એમ નહોતો.
કહેવાય છે ને કે જાકો રાખે સાંઇયા, માર શકે ના કોઇ ! ખરેખર આ વાત બિલકુલ સાચી જ છે. મારા બાપુએ મને અત્યંત સહજતાપૂર્વક સંકટમાંથી બહાર ઉગારી હતી. આ વાત હું ક્યારેય ભૂલી શકીશ નહિં.
ખરેખર એક સાદ પાડતા જ ‘એ’ દોડતા આવે છે. મારા પ્લેટલેટસનું બેલેન્સ થવું, મારી તબિયતમાં સુધારો થવો, હોસ્પિટલનાં ખર્ચાની વ્યવસ્થા વગેરે બાપુની કૃપાથી સહેજે સહેજે જ પાર પડ્યું હતું. મને મારા પ્રારબ્ધવશ સંકટમાંથી મુક્તિ અપાવવા માટે બાપુ સ્વંય કષ્ટ સહન કરતા હતાં.
આ સમય દરમ્યાન હું ખરેખર મૃત્યુરેખાને સ્પર્શ કરીને જ પાછી આવી હતી. આ સમયે મને ખરેખર સમજાઈ ગયું હતું કે સમગ્ર સંસારમાં આપણને એકમાત્ર આધાર બાપુરાયાનો જ છે.
મારા પરમાત્માએ મને જીવનદાન આપ્યું છે. આજે બાપુનાં ચરણોમાં એક જ પ્રાર્થના કરુ છું કે જીવનનાં અંતિમ શ્ર્વાસ સુધી તમારી ભક્તિ - સેવા કરાવતા રહેજો. બાપુનાં કૃપા આર્શીવાદ પ્રત્યેક ભક્તો ને પ્રાપ્ત થાય એ માટે મન:પૂર્વક પ્રાર્થના કરુ છું.
|| હરિ ૐ ||